Posted by: Bagewafa | એપ્રિલ 4, 2013

ગઝલ: વણઝાર ખટકે…….મુહમ્મદઅલી વફા

વણઝાર ખટકે…….મુહમ્મદઅલી વફા

હવે સંબંધમાં એક દરાર ખટકે

હતી જે લાગણી એનો ભાર ખટકે,

 

ઉમળકાની નદીઓ જ્યાંથી વહેતી,

નજરને પણ હવે પારાવાર ખટકે .

 

હતું  એ મૌનમાં પણ  સંગીત મીઠું,

હવે ખાલી શબદનો ભરમાર ખટકે.

 

ભરે ચટકા કદી કીડી નિર્જનતાની

કદી ટોળાં તણી આ વણઝાર ખટકે.

 

ડરું છું ચમનમાં ધરતાં  કદમ પણ  હું.

ડસે છે ફૂલ પણ, ને આ ખાર ખટકે.

 

કદી ખટકે હરીફો ,માની શકાતું,

અહીં ઉલ્ટું વફા, આ  દિલદાર ખટકે.


પ્રતિભાવો

  1. I will check if this button is available with the existing plan.Yhankyou very much for the concern.

  2. why share on fb button not available?


શ્રેણીઓ