કામનું છે છાપરું……મુહમ્મદઅલી વફા
પારકૂ એ પારકું ને આપણું એ આપણુ
હોય નાનું એ છ્તાં સર ઢાંકતું એ છાપરું
બસ સબંધોના બહાને થઈ રહ્યું છે તાપણું,
પારકું છે કોણ ને કોણ અહિ છે આપણું?
પાપ ને પૂણ્યો તણાં પાના ફરેછે સાથમાં,
પાપની કોઠી ,ઉપર ફરતું દયાનું ઢાંકણું..
આમ કંઈ ઘર મહીંથી ત્યાગતા ના એ મતા,
એ ભલે જૂનું છતાં કામનું છે છાપરું
પૂછવાનું તો થયું કે, કેમ છો આજે વફા
આંખ ભીની એ વદી થોડા મહીં શાયદ ઘણું
આપના પ્રતિભાવ