Posted by: Bagewafa | ઓક્ટોબર 23, 2013

ગઝલ:ભલે સજદામાં છે……મુહમ્મદઅલી વફા

ભલે સજદામાં છે……મુહમ્મદઅલી વફા

 

મંઝિલ તણો થાક તો રસ્તામાં છે,

આશના બાગો બધા લંકામાં  છે

 

પાલવે ના શ્વાસ મતલામાં તૂટે,

હાશકારો દર્દનો મકતામાં છે.

 

અંત એનોહા જરા કલ્પી જુઓ

શક્યતાનો એક પગ શંકામાં  છે.

 

ક્યાં અહીં ઢૂંઢે અઝલના રૂપો સૌ,

ગેબનો દિલદાર તો પરદામાં છે.

 

મન વફાભટકે બધા વિખવાદો મહિ,

ને અહીં મસ્તક ભલે સજદામાં છે.

Advertisements

Responses

  1. શુક્રિયહ!સપનાજી.

  2. ક્યાં અહીં ઢૂંઢે અઝલના રૂપો સૌ,
    ગેબનો દિલદાર તો પરદામાં છે.

    મન ‘વફા’ભટકે બધા વિખવાદો મહિ,
    ને અહીં મસ્તક ભલે સજદામાં છે. ખૂબ સરસ ગઝલ આમ તો પૂરી ગઝલ ગમી પણ આ શેર વિષેશ ગમ્યાં..


શ્રેણીઓ