Posted by: Bagewafa | મે 29, 2014
ભાન આવશે…..મુહમ્મદઅલી વફા
ભાન આવશે…..મુહમ્મદઅલી વફા
ભાસ એવો છે બને કે કૈં શાન આવશે,
થૈ ગયો ‘તો એ બહેરો પણ કાન આવશે.
જીભડીને જીપ સમજી હંકારતો હતો,
પગ મહીં બેડી પડી તો બસ ભાન આવશે.
વિષ તણી ખેતી કરે તો હાં આવશે સર્પ,
વાવશો જો શેરડી હદયની જાન આવશે.
સાથ છે ઓછો છતાં ગણતરીમાં વધી ગયો,
ઉંદર ગયો છે સુરામાં કુડી તાન આવશે.
છે સફર નિશ્ચે કઠિન ફૂલી નહિ જતો વફા
જો થશે તોબા અહીં ,જીવન દાન આવશે.
Like this:
Like Loading...
Related
Posted in ગઝલ | ટૅગ્સ: ભાન આવશે
આપના પ્રતિભાવ