Posted by: Bagewafa | જાન્યુઆરી 4, 2015

રાતો કપાતી થૈ –મુહમ્મદઅલી વફા

રાતો કપાતી થૈ –મુહમ્મદઅલી વફા

સુરજની આંખડી વહેલી સવારે સહેજ રાતી થૈ.
લતા શયામલ તણી અંધકારની કેવી લપાતી થૈ.

કર્યો’તો પ્રયાસ કાંટાએ કે એને છુપાવી લઊં,
મહેક પુષ્પોતણી પોતેજ ત્યાં વિસ્વાસ ઘાતી થૈ.

થયા નિષ્ફળ જયારે પ્રેમમા ફરહાદ ને કૈસો,
ગઝલ પત્થર અને રેતો ઉપરત્યારે લખાતી થૈ.

ખુદીની શાન જયાં ખુદથી ભળીગૈ યાદમા એની,
ઉઘાડી આંખથી એમજ બધી રાતો કપાતી થૈ.

અમે એ શોધવા નીકળી પડ્યા જંગલ અને રણમા,
અમારા સ્વાસમા આવી ને એ પોતે છુપાતી થૈ.

વફા.એના ચમનમા જઈ જરા સુંઘી લીધા પૂષ્પો,
અમારી આંખડી એ કેફ્મા બેહદ શરાબી થૈ.


શ્રેણીઓ

%d bloggers like this: