છંદ પ્રકાર-ઝાર રાંદેરી

છંદપ્રકાર_હાશિમ બિન યુસુફ ભરૂચા ઝારરાંદેરી(શાઇરી ભા,1-2)


પિંગળ શાસ્ત્રને અરબીમાઁ ઈલ્મે અરૂઝ કહેછે .કોઈ વાતને ગદ્યમાઁ કહી હોય તેના કરતાઁ પદ્યમાઁ કહી હોય તો વધારે અસર કરેછે,કારણકે મનુષ્ય સ્વભાવિક રીતે તાલ બધ્ધતાને ચાહેછે,અને કાવ્યના તૂકો સમતોલ હોવાથી એના મન પર લાંબો કાળ ટકે એવી છાપ પડી જાયછે.જેવી રીતે બન્ને પાંખો સમતોલ રાખી પક્ષી ઘણીજ સરસ રીતે ઉડી શકેછે,અને બન્ને પગો સપ્રમાણ ગતિ વાળા હોયતો માણસ સરળ અને સુઁદર ચાલ ચાલી શકે છે,તેવીજ રીતે અક્ષ્રરોની સપ્રમાણ અને વિશેષ કરી તાલ મય રચના વડે માણસની લાગણી અને બુધ્ધિ ઉપર જાદૂઈ અસર થાયછે.એથી કરી અરબ પિંગળ શાસ્ત્રીઓએ એની સમજુતી એવી રીતે આપી છેકે નક્કી થયેલા છઁદોમાઁ ઈરાદાપૂર્વક કાવ્ય કહેવુઁ..એના કેટલાક છઁદો અરબ પિંગળ શાસ્ત્રીઓએ નક્કી કરેલા છે.
પદ્યના પ્રકારોનો ખુલાસો થાય તે પહેલાઁ એના છઁદોનુ વર્ણન એ રીતે થવુઁ જોઈએકે એ રંગથી અજ્ઞાન માણસ પણ જો ધારે તો કડીની બન્ને તૂકો સમતોલ રચી શકે. કાવ્યકળાના જે મૂળ તત્વો છે તેનુઁ મુખ્ય મૂળ એજ છે.જો બન્ને તૂકોનુઁ માપ સમાન ન હશે તો કાવ્ય કહેવાશે નહીઁ.
જગતમાઁ માપ તોલ કરવાના અનેક સાધનો છે. દ્રષ્ટાંત રૂપે કેટલીક વજનદાર વસ્તુઓનુઁ કાટલાઁ અને ત્રાજવા વડે વજન જાણી શકાયછે.કેટલીક વસ્તુઓ તેના માપનાઁ વાસણમાઁ નાખી માપવાથી તેનુઁ વજન જણાય આવે છે.ગરમી ઠંડી નુમ પ્રમાણ માપવા માટે પારા શીશીઓ આવે છે.સૂર કોમળ છે કે તીવ્ર તેનુઁ માપ વાજીઁત્ર સાથ સરખાવી મગજમાઁ થાયછે.એવીજ રીતે કાવ્યની તૂલના સમતોલ ન હોય તો એનાઁ નક્કી કરેલા છઁદો સાથ સરખાવી જાણી શકાય છે.
કાવ્ય કહેવા માટે મગજ સમતોલ જોઈએ,એ આપકળા છે.શીખવતાઁ આવડે એમ નથી. પણ હા!જે માણસ કવિવરોની કવિતાઓને મોટે ભગે અભ્યાસ કર્યા કરતો હોય; તે જો નિયમ અનુસાર સહજ લક્ષ આપી કામ લે તો તેને સહેલાયથી સમજાય એમ છે.પણ જો ભેજામાઁ કાવ્ય રસ ન હોય તો તેને કાવ્ય બનાવવુઁ કઠણજ પડે છે.
એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જ્ઞાન આવશ્યક છે. એમ છતાઁ સાધરણ જ્ઞાન ધરાવનાર પણ ઈચ્છે તો કાવ્ય બનાવી શકે એમ છે.ઉંચ્ચ જ્ઞાન ધરાવનાર તો સહેલાયથી સુઁદર કવિતાઓ રચી શકે છે.
અરબીમાઁ છઁદ આઠ શબ્દો અને તેના પેટા શ્બ્દો વડે રચવામાઁ આવે છે. એ શબ્દોને અર્કાન અને પેટા શબ્દોનેકુરૂઆતકહેક છે.મૂળ આઠ શબ્દો નીચે પ્રમાણે છે.
(1)
ફઊલુન(2)ફાઇલુન (3)મુસ્તફઇલુન્ (4)મફાઈલુન (5)ફાઇલાતુન (6)મુતફાઇલુન્ (7)મુફાઅલતુન્(8)મફઊલાતુ

ઉપલા આઠ શબ્દો વડે ઓગણીસ છઁદો બને છે.
(
ક્ર્મશ:)
છઁદ પ્રકાર-2
તેમાઁ કેટલાક છઁદો એકજ શબ્દના ચાર,છ.કે આઠ વાર લાવવાથી ,અને કેટલાક છઁદો બે શબ્દોના મેળ વડે બને છે.એમાઁ કેટલક છઁદો માત્ર અરબીમાઁજ ચાલુ છે.જેને ખલીલ ઈબ્ને અહમદે રચ્યા છે.એ પછી ઈરાનીઓએ કેટલાક છઁદો રચ્યા.,પણ તેમા અરબો કવિતા રચતા નથી.ઉર્દુ શાઇરોએ તો તે કુલ્લ છઁદોમાઁથી કેટલાક ચુઁટી કાઢ્યા છે,અને છદોમાઁ ગઝલો વિ.રચેછે.
જે છઁદ બે શબ્દો એટલે પૂરી બે તૂક્ની કડી માટેચાર શબ્દો વડે બને તે છઁદ મુરબ્બ્બઅકહેવાયછે.અને પૂરી બે તૂકની કડી છ શબ્દો વડે બને તેનેમુસદ્દસકહેછે.અને આઠ શબ્દોની પૂરી કડી મુસમ્મનકહેવાય છે.સારાંશમાઁ એક તૂકમાઁ જેટલા શબ્દો હોય તેથી બેવડા કરી તે છઁદ ને નામ આપવાનો નિયમ છે.પહેલી તૂકનો પહેલો શબ્દ સદ્રઅને છેલ્લો શબ્દ અરૂઝઅને વચ્ચેનાઁ હશ્વકહેવાય છે.બીજી તૂકનો પહેલો શબ્દ ઇબ્તેદાછેવટનો ઝર્બઅને વચ્ચેનો હશ્વકહેવાય છે.
ઉપલા છઁદો વડે ઓગણીસ છઁદો રચવામાઁ આવ્ય છે.તેમા સત છઁદો એક શબ્દી છે;એટલે એક શબ્દને ચાર વાર બોલવાથી એક છઁદ બનેછે, અને બાર છઁદો બે શબ્દોના મેળથી રચવામાઁ આવ્યા છે.
એક શબ્દી સાત છઁદોના નામો અને સ્વરૂપ નીચે પ્રમાણે છે.

 (1)મુતકારિબ(2) મુતદારિક (3) રજઝ (4)હઝજ (5) રમલ (6) કામિલ (7) વાફિર.


1_
મુતકારિબ_છઁદમાઁ _ચાર વાર _ફઊલુન


2_
મુતદારિક_ “ “ _ “ “ _ફાઇલુન


3_
રજઝ _ “ “ _ “ “ _મુસ્તફઇલુન્

4_હઝજ _ “ “ _ “ “ _મફાઈલુન


5_
રમલ _ “ “ _ “ “ _ફાઈલાતુન

 

6_કામિલ _ “ “ _ “ “ _મુતફાઇલુન


7_
વાફિર _ “ “ _ “ “ _મુફાઅલતુન

બે શબ્દી બાર છઁદોનાઁ નામો અને સ્વરૂપ નીચે પ્રમાણે છે

.(1)તવીલ (2) મદીદ (3)બસીત(4)મુઝારિઅ (5) મુક્તઝબ (6)મુજ્તસ (7) મુંન્સરિહ (8) સરીઅ

 

(9) જ્દીદ(10) કરીબ (11) ખફીફ (12) મુશાકિલ


­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­1_
તવીલછઁદ_ફઊલુન,મફાઈલુન, ફઊલુન,મફાઇલુન,


2-
મદીદ્છઁદ_ફાઇલાતુન ,ફાઇલુન, ફાઇલાતુન ફાઇલુન્


3_
બસીતછઁદ_મુસતફઇલુન્ , ફાઇલુન, મુસતફઇલુન્ , ફાઇલુન


4_
મુઝારિછઁદ_મફાઈલુન,ફાઇલાતુન, મફાઈલુન,ફાઇલાતુન,


5_
મુક્તઝબછઁદ_મફઊલાતુ, મુસતફઇલુન્ (બે વાર)


6_
મુજ્તસછઁદ_ મુસતફઇલુન્, ફાઇલાતુન(બે વાર)


7_
મુંન્સરિહછઁદ_ મુસતફઇલુન્, મફઊલાતુ(બે વાર)


8_
સરીઅછઁદ_ મુસતફઇલુન્ , મુસતફઇલુન્, મફઊલાત


9_
જદીદ્છઁદ__ફાઇલાતુન , ફાઇલાતુન, મુસતફઇલુન્


10_
કરીબ્ છઁદ _ મફાઈલુન , મફાઈલુન , ફાઇલાતુન


11_
ખરીફ્ છઁદ _ ફાઇલાતુન, મુસતફઇલુન્ , ફાઇલાતુન


12_
મુશાકિલ્ છઁદ_ ફાઇલાતુન, મફાઈલુન મફાઈલુન

ઉપર મુજબ એકથી સાત સુધીના છઁદો ચાર શબ્દી એટલે બે તૂકો મુસમ્મન છે.અને આઠથી લઈ બાર સુધીના છઁદો ત્રણ શબ્દી એટલે મુસદસ છે.
ઝિહાફની સમજુતી પિંગળ શાસ્ત્રીઓ એ એવી રીતે આપી છેકે ઉપર વર્ણવેલ છઁદોના શબ્દોમાઁ અરૂઝી નિયમો અનુસાર વધઘટ કરવી.ઝિહાફ વડે છઁદોની સંખ્યા સિત્તેરર્થી એ વધુ કછે.
સંસ્ક્રુત પિંગળ શાસ્ત્રની સાથે અરબી અરૂઝનો મેળ નીચે પ્રમણે છે.


6
માત્રાના પ્રસ્તારમાઁ 13 ભેદો છે.એ દરેક ભેદો ચર વાર લાવવાથી એક છઁદ (બહ્ર) થશે.
ઉદાહરણ
1-
મફ્ઊલૂન્_ = = =_6 માત્રા
(
ગાગાગા)
2_
ફઇલાતુન્, ! ! = =_6 માત્રા
(
લલગાગા)
3_
મફાઇલુન્_ ! = ! = _6 માત્રા
(
લગાલગા)
4_
મુફ્તઇલુન્ _ = ! ! =_6 માત્રા
(
ગાલલગા)
5_ ! ! ! ! = _6
માત્રા (અરબીમાઁ નથી)
(
લલલલગા)
6_
માફાઈલ _ ! = = ! _ 6 માત્રા
(
લગાગાલ)
7_
ફાઇલાતુ_ = ! = ! _ 6 માત્રા
8_
ફઇલતન_ ! ! ! = ! _6 માત્રા
(
લલલગાલ)
9_
મુસતફ્ઇલુ_= = ! ! _6 માત્રા
(
ગાગાલલ)
10_ ! ! = ! ! _6
માત્રા(અરબીમાઁ નથી)
(
લલગાલલ )
11_ ! = ! ! ! _6
માત્રા (અરબીમાઁ નથી)
(
લગાલલલ)
12_ = ! ! ! ! _ 6
માત્રા
(
ગાલલલલ)
13_ ! ! ! ! ! ! _ 6
માત્રા


ત્રણ વર્ણના પ્રસ્તારમાઁ આઠ ભેદો છે, દરેક ભેદ ચાર વાર લાવવાથી એક છઁદ બનશે.

ઉદાહરણ.
નઁ._ અરબી શ્બ્દો_લઘુ ગુરૂના ચિન્હો___ ગણ
                     1_
મફઊલુન્ _ = = = _મગણ


                    2_
ફઊલુન્ _ ! = = _યગણ


                     3_
ફાઇલુન્ _ = ! = _રગણ


                        4_
ફઇલુન્ _ ! ! = _સગણ

 

                         5_મફ્ઊલુ _ = = ! __ તગણ


                           6_
ફઊલુ _ ! = ! ___જગણ


                                           7_ _ = ! ! ___
ભગણ(અરબીમાઁ નથી)


                                          8_ _ ! ! ! ___
નગણ (અરબીમાઁ નથી)


ઉપલા અરબી શબ્દોમાઁ સ્વરીત અને કેવળ વ્યંજનનેજ લક્ષ માઁ રાખવા.કોઇ વ્યંજનમાઁ હ્ર્સ્વ અ,,કે ઉ
ના ફેરબદલ થી છઁદમાઁ વધ ઘટ થતી નથી.
!=
લઘુ, = ગુરૂ
ચાર વર્ણના પ્રસ્તામાઁ 16 ભેદો છે.
નઁ: અરબીશબ્દો _લઘુગુરૂન ચિન્હો


1_
મફઊલાતુન્ _ = = = =(ગાગાગાગા)


2_
મફાઈલુન્ _ ! = = =(લગાગાગા)


3_
ફાઇલાતુન્ _ = ! = =(ગાલગાગા)


4_
ફઇલાતુન્ __ ! ! = = (લલગાગા)


5_
મુસતફ્ઇલુન્___ = = !=(ગાગાલગા)


6_
મફાઇલુન્____ ! = ! =(લગાલગા)


7_
મુફ્તઇલુન્____ = ! ! =(ગાલલગા)


8_
ફઇલાતુન્____ ! ! ! =(લલલગા)


9_
મફ્ઊલાતુ____ = = = !(ગાગાગાલ)


10_
મફાઈલુ_____ ! = = !(લગાગાલ)


11_
ફાઇલાતુ______ = ! = !(ગાલગાલ)


12_
ફ ઇલાત_____ ! ! = !(લલગાલ)
13_
મુસતફ્ઇલુ____ = = ! ! (ગાગાલલ)


14_____________ ! = ! ! (
લગાલલ)(અરબીમાઁ નથી)


15_____________ = ! ! ! (
ગાલલલ) (અરબીમાઁ નથી)


16____________ ! ! ! ! (
લલલલ) (અરબીમાઁ નથી)

અરબી ,ફારસી,અને ઉર્દુમાઁ અક્ષર મેળ પ્રમાણે કેટલાક છઁદો નીચે પ્રમાણે છે. અરબીદરેક શકબ્દો માટે જુદો જુદો કોટઃઓ પાડવામા આવ્યોછે. એ દરેક છઁદ ને એક મીસ્રો(તૂક) સમજવી.એવી બે તૂકોની એક કડી (શેર)કહેવાય છે.એમાઁ સંસ્ક્રુત પિઁગળ સાસ્ત્ર પ્રમાણે કેટલાક છઁદોનો મેળ મળવાથી તેની જે પંક્તિઓ અપનાવવામાઁ આવી છે,તે દેક ને એક તૂક સમજવી નહીઁ.કોઇ જગ્યાએ ચરણ ,કોઇ જગયાએ તૂક અને કોઇ જગયાએ પૂરી કડીઓ છે. માત્ર ઉરૂઝી નિયમ મુજબ લઘુના સ્થાને લઘુ અને ગુરૂ ના સ્થાને ગુરૂ અનુક્રમે સ્વરુપ મળતુઁ હોવાથી સામાન્ય જાણ માટે કોઠામાઁ લીધા છે.(લઘુ.ગુરૂ ની સમજુતી આગળ આવશે.)
અરબીમાઁ ઝિહાફે કરી છઁદોના નામો ઘણા લાઁબા હોવાથી મેઁ ગુજરાતી રૂઢિ પ્રમાણે મૂળ નામ સાથે બીજા વિશેષણો બદલ માત્ર છ અક્ષરોની સંખ્યા લખી છે.તેમજ ચાર ,છ કે આઠ શબ્દી પણ લખ્યુઁ નથી; કારણકે તે કોઠા પરથી સહેજે સમજાય છે..
સંગિત પ્રેમીઓના હ્રદયમાઁ મોટે ભાગે કાવ્ય રસ હોય છે,તેમ અરબીથી તદ્દન અંજાણ વર્ગને છઁદોના અરબી શબ્દો ઉચ્ચારવા કઠિન પડે તેટલા માટે લય શાસ્ત્રનાશબ્દોની મે રચના કરી છઁદોના ગુજરાતી શબ્દો લેખે ઉમેર્યા છે.


(1) મુતકારિબ છઁદ. (12 અક્ષરી)
(
ભુજંગી છઁદ)


નોઁધ: વિદ્વાન લેખકે અહીઁ લગાગા માટે તતાથૈ લખ્યુઁ છે.સરળતા માટે લઘુ માટે લ.અને ગુરૂ માટે ગા લખવામાઁ આવ્યુઁ છે.


અરબી શબ્દો: ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્

લઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! = =

ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાગા

,

ભુજંગી છઁદ : અરે બો, લનો તો, લમાની અમારો

: ઉદાહરણ: કુધારો, નધારો, સુધારો વધારો: (ક.દ.ડા.)

(2)મુતકારિબ મક્સૂર છઁદ(12 અક્ષરી)

અરબી શબ્દો: ફઊલુન્, ફઊલુન્. ફઊલુન્, ફઊલ

લઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! =

!

ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાલ

ઉદાહરણ: કરુઁયા, ચનાથી, શનામી, ક્રુપાળ

: ખતાવા, રછુઁકર, દયાહે , દયાળ.

(‘ખાકીરાઁદેરી)


(3)મુતાકારિબ છઁદ (11 અક્ષરી)

અરબી શબ્દો: ફઊલુન્, ફઊલુન્. ફઊલુન્, અલ્

લઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! =

ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગા

ઉદાહરણ: કરૂઁયા, દતારી, હમેશા, ખુદા

:નથીકો, ઇતારા, વિનાકિબ, રિયા

:(‘ઉલ્ફતરાઁદેરી)


(4) મુતાકરિબ છઁદ (10 અક્ષરી)

અરબી શબ્દો: ફઅલુન્ , ફઉલુન્ , ફઅલુન્ , ફઉલુન્

,

લઘુગુરૂના ચિન્હો: = =

, ! = = . = = , ! = = .

ગુજરાતી શબ્દો: ગાગા , લગાગા, ગાગા , લગાગા

,

ઉદાહરણ:તુજના, મનીહુઁ માળા , જપુઁછુઁ

:પાપો, થકીહુઁ, તૌબા, કરુઁછુઁ.

:(‘ઝારરાઁદેરી)


(5)મુતકારિબ છઁદ (14 અક્ષરી)

અરબી શબ્દો: ફઅલુન્ , ફાઅફઊલુન્ , ફઅલુન્ , ફાઅફઊલુન્

,

લઘુગુરૂના ચિન્હો: = =. = ! ! = =

, = =. = ! ! = = ,

ગુજરાતી શબ્દો: ગાગા , ગાલલગાગા, ગાગા , ગાલલગાગા


ઉદાહરણ: મોસઁ ગે નયનોસા, કીતા, રી મ તવાળી,


:
હરદમ્ , છેડકરીને, દિલલૂ, ટે શરમાળી.
(‘
ઝારરાઁદેરી)

(6)મુતકારિબ છઁદ (11 અક્ષરી 6 શબ્દી )(દોધક છઁદ)


અરબી શબ્દો: ફાઅફઊલ _ ફઊલ_ ફઊલુન્


લઘુગુરૂના ચિન્હો: = ! ! = ! _ ! = ! _ ! = =


ગુજરાતી શબ્દો : ગાલલગાલ_ લગાલ _ લગાગા


દોધકછઁદ : ભાભિભગોગ_ ણિતેથ _ ઇડાહ્યો


11
અક્ષરી: દોધકનામ __નદીત __ટધાયો(ક.દ.ડા.)


(7)મુતકારિબ અસ્રમ છઁદ (11 અક્ષરી )(ઇન્દ્ર વજ્ર છઁદ)


અરબી શબ્દો: ફઅલુન્ __ ફઊલુન્___ ફઊલુન્____ ફઊલુન્


લઘુગુરૂના ચિન્હો: = = ___ ! = = ____! = =______! = =


ગુજરાતી શબ્દો : ગાગા ___લગાગા____ લગાગા_____લગાગા


ઇન્દ્ર વજ્ર છઁદ :જૈ જૈ ____રમાકઁ _____તમાધૂ _____મકઁદા


11
અક્ષરી: કૈ સી_____બકાબત્_______સકાલી_____નિકઁદા (પન્ડિત સુખદેવજી બનારસી)


(8)
મુતકારિબ અસ્રમ છઁદ( 20 અક્ષરી)


અરબી શબ્દો: ફાઅફઊલુન્ ____ ફાઅફઊલુન્ ____ ફાઅફઊલુન્ ____ ફાઅફઊલુન્


લઘુગુરૂના ચિન્હો:= ! ! = = ,_____ = ! ! = = ,_____ = ! ! = = ,_____ = ! ! = =


ગુજરાતી શબ્દો : ગાલલગાગા_____ ગાલલગાગા_____ ગાલલગાગા____ ગાલલગાગા


ઉદાહરણ : તુજવિણસાકી_____જીવનમાઁહી______એકજરાનવ______રંગજણાયે


_____ :
જીવનપ્યારુઁ_______જાયનકામુ______શુઁકરવુઁકૈઁ_________નવસમજાયે. (ઝા.રા)


(9) મુતકારિબ અસ્રમ છઁદ( 20 અક્ષરી,6 શબ્દી)


અરબી શબ્દો: ફઊલુન્ __ ફઅલ્ __ ફઊલુન્ __ ફઅલ્__ ફઊલુન્ _ ફઅલ્ _ ફઊલુન્ _ ફઅલ્


     
લઘુગુરૂનાચિ:       ! = = __! = ____    ! = = __        ! = ___! = = __! = _ ! = = _! =
       
ગુજ. શબ્દો :  લગાગા__લગા __ લગાગા___લગા __ લગાગા___લગા_ લગાગા___લગા

ઉદાહરણ : તજી દ્રેષને તજી ક્રોધને તજી વેર સમ બુરાસંગને


_____ :
ધરી હામ,તે.. કઓ કામજે જમાવે જગત મહીઁ રંગને(ઝા.રા)

(10) મુતકારિબ છઁદ( 20 અક્ષરી)

અરબી શબ્દો: ફઅલુન્ _ ફઊલુન્_ફઅલુન્ _ ફઊલુન્_ ફઅલુન્ _ ફઊલુન્_ ફઅલુન્ __ ફઊલુન્


લઘુગુરૂનાચિ: = = _ ! = = _   = = _   ! = = _ = = _ ! = = _= = _   ! = =


ગુજ. શબ્દો :ગાગા _ લગાગા_ ગાગા __ લગાગા_ ગાગા_ લગાગા_ ગાગા __ લગાગા_


ઉદાહરણ : હુઁ એ શહીદો માઁછુઁ તમારા ભૂલી નજાશો મારી વફાને(ઝા.રા)

(11) મુતકારિબ મકબૂઝ છઁદ( 20 અક્ષરી)


અરબી શબ્દો:ફઊલ_ફઊલુન્_ફઊલ_ફઊલુન્_ફઊલ_ફઅલુન્_ફઊલ_ફઅલુન્


લઘુગુરૂનાચિ:! = ! _ = = _! = ! _ = = _! = ! _ = = _! = ! __ = =


ગુજ. શબ્દો :લગાલ _ગાગા_ લગાલ_ગાગા_લગાલ_ ગાગા_ લગાલ_ ગાગા


ઉદાહરણ : નપૂછ સહચર કે હાલ શા છે વિચિત્ર હુઁ પે ચ તાબ માઁછુઁ(ઝા.રા)

(12) મુતકારિબ છઁદ( 22 અક્ષરી)(મદિરા છઁદ)


અરબી શબ્દો:ફાઅ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ફઅલ્


લઘુગુરૂનાચિન્હો:= !___! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =


ગુજ. શબ્દો :ગાલ_લગાલ__લગાલ__ લગાલ_લગાલ_ લગાલ__લગાલ_લગા


મદિરા છઁદ: તુઁમ દિરામ દથીન મચીશ બાચીશ ભજીન ટનાગ રને 22 અક્ષરી: (ક.દ.ડા.)

(13) મુતકારિબ છઁદ( 18 અક્ષરી)

અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્


લઘુગુરૂનાચિ:         = = _ = = _ = ! ! = = _ = = _ = = _            = ! ! = =


ગુજ. શબ્દો : ગાગા _ ગાગા _ ગાલલગાગા_ ગાગા _ ગાગા _ગાલલગાગા


ઉદાહરણ:સાચો પ્રેમી આહકરીને ચાહે તેને ખાકકરેછે.


_________:
જોને બુલબુલ શોરમચાવી ગુલ્નુઁ દામન ચાક કરેછે. (ઝા.રા)

(14) મુતકારિબ મુઝાઅફ છઁદ( 18 અક્ષરી)(મંજરી છઁદ)


અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્_ ફાઅફઊલુન્_ ફઅલુન્


લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = ! ! = =_ = ! ! = = _ = =


ગુજ. શબ્દો : ગાગા _ ગાગા _ ગાગા _ ગાલલગાગા_ ગાલલગાગા_ ગાગા


ઉદાહરણ :ત્યાગી ત્યાગી તારી જાતવિનાકુલ્લ આલમનીઉલ્ ફત(ઝા.રા)

અહીઁ મુતાકારિબ છઁદોની વિગત પુરી થાય છે.હવે પછી મુતદારિક છઁદ વિષે વિગતો આવશે.(15) મુતદારિક છઁદ (15 અક્ષ્રરી)(સારંગી છઁદ)


અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_અલુન્_ફઅલુન્_ફઅલુન્_ફઅ

 

લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = _ = = _ = = _ = =___=


ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા _ ગાગા_ ગાગા_ગાગા__ ગા


સારંગીછઁદ:મામા____મામા____માડી_____માશી___શાને____મેલી_જાવુઁ___છે.


15
અક્ષરી: સારઁ_____ગીના____તૂટે______સાઁધા____તેવુઁ____તારે__થાવુઁ__છે.(ક.દ.ડા)


:
પંક્તિ:કાકા______મામા____કેવા_____નાને_____ગાંઠે___હોતે__ખાવા__ના.(કહેવત)


(16)મુતદારિક છઁદ (12) અક્ષરી (સ્રગ્વિણ છઁદ)


અરબી શબ્દો: ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્


લઘુગુરૂનાચિ: = ! = ____ = ! = ____= ! = ____ = ! =


ગુજ. શબ્દો: ગાલગા____ગાલગા____ગાલગા____ગાલગા


સ્રગ્વિણછઁદ:હોયજ્યા_____રેહહો_____તૂજહૈ _____યાકને
12
અક્ષરી મૂખમાઁ______રાખવો____તુઁગમે_____છેમને (ક.દ.ડા.)


વિમોહા :પ્યારજી_______મેઁધરે____લાગમે____રેગરે(પઁ.સુ.)


છઁદ છઅક્ષરી:
(17)મુતદારિક છઁદ (24) અક્ષરી)


અરબીશબ્દો:ફઇલુન્_ ફઇલુન્_ ફઇલુન્_ ફઇલુન્__ ફઇલુન્__ ફઇલુન્__ ફઇલુન્__ ફઇલુન્


લઘુગુરૂનાચિ: ! ! = _ ! ! = _ ! ! = _ ! ! =__ ! ! =___ ! ! = __ ! ! = __ ! ! =


ગુજ. શબ્દો: લલગા__લલગા__લલગા__લલગા___ લલગા__લલગા__લલગા___ લલગા


ઉદાહરણ:તુજઝુલ્____મજફા___નિરખે__બે*વફા___મુજહે____રતનો__કઁઇપા_____રનથી


મમદિલ____ને*હરી___ને*કહે___મુજને____તુજપ્રે____મમહેઁ__કઁઇસા_____રનથી

(ઝારરાઁદેરી)

(18) મુતદારિક છઁદ (8 અક્ષ્રરી)(વિદ્યુનમાળા છઁદ)


અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્


લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = =


ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા


વિદ્યુનમાળા છઁદ: મામા___ગંગા _____કેવી____મોટી


8
અક્ષરી: વિદ્યુન્__માળા____થીછે_____છોટી(ક.દ.ડા)


કામા છઁદ: સોહી___નારી____પીકી ___પ્યારી(પ.સુ.)
2
અક્ષરી
(19) મુતદારિક છઁદ (12 અક્ષરી 12 શબ્દી)


અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્__ ફઅલુન્___ફઅલુન્


લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = __ = =___ = =


ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા __ ગાગા _ ગાગા


ઉદાહરણ: મારા___શિરથી____દુ:ખો____જોતુઁ_____નાસઁ ___ હારે


તોમા___રુઁશુઁ ____થાયે ___હુઁકો______નાઆ_____ધારે

(20) હજઝ છઁદ (16અક્ષરી)


અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્


લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =


ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા


ઉદાહરણ: વદનછેચઁ_____દ્ર્સમઉજવળ____ભવાઁવાઁકા____ હિલાલીછે

(21) હજઝ છઁદ (14અક્ષરી)


અરબી શબ્દો:મફઊલ____મફાઈલ____ મફાઈલ____ફઊલુન્

લઘુગુરૂનાચિ:= = ! ____! = = ! ____! = = ! ____! = =


ગુજ. શબ્દો : ગાગાલ____લગાગાલ__લગાગાલ___લગાગા


ઉદાહરણ:સોવાર ____ગુન્હગાર____ખતાવાર__તમારો


(22)
હજઝ છઁદ (11અક્ષરી)


અરબી શબ્દો: મફાઈલુન્___મફાઈલુન્____ફઊલુન્


લઘુગુરૂનાચિ: ! = = = ____! = = = ____! = =


ગુજ. શબ્દો :લગાગાગા____લગાગાગા__ લગાગા


ઉદાહરણ:મનેતુઁઓ ____ળખેછેઝા ___ ળછુઁહુઁ

(23) હજઝ છઁદ (12અક્ષરી)


અરબી શબ્દો: મફાઈલુન્___મફાઈલુન્____ મફાઈલ


લઘુગુરૂનાચિ: ! = = = ____! = = = ____ ! = = !


ગુજ. શબ્દો :લગાગાગા____લગાગાગા___ લગાગાલ


ઉદાહરણ:નસમજેપ્રે______મનાજેમ ___ર્મનેઝાર

(24) હજઝ છઁદ (16અક્ષરી)(નારચ છઁદ)


અરબી શબ્દો: મફાઇલુન્___મફાઇલુન્____ મફાઇલુન્___મફાઇલુન્


લઘુગુરૂનાચિ: ! = ! = ____! = ! = ____ ! = ! = ___ ! = ! =


ગુજ. શબ્દો :લગાલગા____લગાલગા___ લગાલગા____ લગાલગા


ઉદાહરણ:જરા જરા_____જગાવિના____થભકતિજુક____તિજાણી*ને


(25) હજઝઅખ્રબ છઁદ (14અક્ષરી)


અરબી શબ્દો: મફઊલ___મફાઈલુન્____ મફઊલ___મફાઈલુન્


લઘુગુરૂનાચિ: = = ! ____! = = = ____ = = ! ___ ! = = =


ગુજ. શબ્દો : ગાગાલ____લગાગાગા___ ગાગાલ____ લગાગાગા


ઉદાહરણ: હુઁનૈન________થકીનૈનો___અય્રયાર ____મિલાવીને

છઁદ પ્રકાર*7  ઝાર રાઁદેરી

 

 

(26) રજઝ મત્વી  છઁદ (16 અક્ષરી)

 

    અરબી શબ્દો:મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન

 

    લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! =  ___ = ! ! = __  = ! ! =

 

    ગુજ. શબ્દો : ગાલલગા__ ગાલલગા__ ગાલલગા__ ગાલલગા

 

      ઉદાહરણ:   ઝારતણા__   હાલથકી__આપખબર___દારનથી

 

 

 (27) રજઝ  છઁદ (16 અક્ષરી)

 

    અરબી શબ્દો:મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન

 

    લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! =  ___ = ! ! = __  = ! ! =

 

    ગુજ. શબ્દો : ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા

 

     ઉદાહરણ:     કાયાકલે__વરકારમુઁ_____છેગઁદકી____નોઘાડવો                      

 

 

(28) રજઝ મત્વી  છઁદ (16 અક્ષરી)

 

    અરબી શબ્દો:મુફ્તઇલુન_ મફાઇલુન_ મુફ્તઇલુન_ મફાઇલુન

 

   લઘુગુરૂનાચિ: = ! ! = __ ! = ! =  ___= ! ! = __ ! = ! = 

 

    ગુજ. શબ્દો : ગાલલગા__ લગાલગા__ ગાલલગા__ લગાલગા

 

     ઉદાહરણ:  નીચમળે_____નઉઁચથી___પુણ્યમળે___નપાપથી  

 

 

 

(29) રમલ  છઁદ (16 અક્ષરી)

 

 અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન_ ફાઇલાતુન

 

 લઘુગુરૂનાચિ: = ! = = __  =! = =   ___= ! = = __= ! =  =

 

  ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાલગાગા

 

     ઉદાહરણ:  હુઁકહુઁહિમ્ ___મતધરીકે ___મુજહ્રદયની_ચોરતુઁછે

 

(30) રમલ  છઁદ (15 અક્ષરી)

 

 અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલાતુન_ ફઇલુન્

 

 લઘુગુરૂનાચિ: = ! = = __  =! = =   ___= ! = = _! !  =

 

  ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગાગા__લલગા

 

     ઉદાહરણ: ફૂલનથીબા__ગનથીરઁ ____ગનથીજા___મનથી

 

 

(31) રમલ મહફૂઝ છઁદ (15 અક્ષરી)

 

 અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન__ફાઇલુન્

 

લઘુગુરૂનાચિ: = ! = = __  =! = =   ___= ! = =__= ! =

 

 ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાલગા

 

   ઉદાહરણ:    છેભલેકાઁ____ટોછતાઁએ___કફૂલનીરક્__શાકરે

 

(32) રમલ મજનુન છઁદ (14અક્ષરી)

 

 અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન__ફઅલુન્

 

લઘુગુરૂનાચિ: = ! = = __  =! = =   ___= ! = =__  =  =

 

 ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાગા

 

  ઉદાહરણ:   યાદતારી___નકદીઆ  ___હ!વિસારી_દિલથી

 

 

(33) રમલ મજનુન છઁદ (16અક્ષરી)

 

 અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલાતુન__ફઇલાત

 

લઘુગુરૂનાચિ: = ! = = __  !! = =   ___!! = =__ ! != !

 

 ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગાગા__લલગાલ

 

  ઉદાહરણ:   આહપરઆ___હકરીઆ____હવડેઆ  __ગાલગાવ

 

(34) રમલ મકસુર છઁદ (16અક્ષરી)

 

 અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન__ફાઇલાત

 

લઘુગુરૂનાચિ: = ! = = __  =! = =   ___= ! = =__ = ! = !

 

 ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા __ગાલગાલ

 

  ઉદાહરણ:   કોણસમજે____કૈસલૈલા ___માઁહતોકો____નોનિવાસ

 

 

(35) રમલ છઁદ (11અક્ષરી)

 

 અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલુઇન્

 

લઘુગુરૂનાચિ: = ! = = __  =! = =   ___= ! =

 

ગુજ. શબ્દો :  ગાલગાગા__ ગાલગાગા__ ગાલગા

 

  ઉદાહરણ:   પ્રેમપઁથે  ____જેમિટાવે____જાતને

 

 

(36) રમલ છઁદ (12અક્ષરી)

 

 અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલાત

 

લઘુગુરૂનાચિ: = ! = = __  ! ! = =   ___! !  = !

 

ગુજ. શબ્દો :  ગાલગાગા__ લલગાગા__ લલગાલ

 

  ઉદાહરણ:   સાચનેઆઁ____ચનથીએ___કલગાર

 

 

 

 (37) રમલ  મજનુન છઁદ (11અક્ષરી)

 

 અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલુન્

 

લઘુગુરૂનાચિ: = ! = = __  ! ! = =   ___! ! =

 

ગુજ. શબ્દો :  ગાલગાગા__ લલગાગા__ લલગા

 

  ઉદાહરણ:   મુર્ખ્માની  ___નબનાવો­­___મુજને

 

(38) રમલ મશ્કુલ છઁદ (16અક્ષરી)

 

 અરબી શબ્દો: ફઇલાત__ફાઇલાતુન_:ફઇલાત__ ફાઇલાતુન

 

લઘુગુરૂનાચિ: ! ! = ! __  = ! = =   __! ! = !__ = ! = =

 

ગુજ. શબ્દો : લલગાલ___ગાલગાગા___ લલગાલ__ગાલગાગા

 

  ઉદાહરણ:   સમજીગ___યોહવેહુઁ  _____પરિણામ__દિલલગીનુઁ

 

 

(39) રમલ છઁદ (14અક્ષરી)

 

 અરબી શબ્દો: ફાઇલાત__ફાઇલુન___ફાઇલાત__ ફાઇલુન

 

 લઘુગુરૂનાચિ:  = ! = ! __= ! = ___ = ! = ! __= ! =

  

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગા_ ગાલગાલ___ગાલગા

 

  ઉદાહરણ:   હુઁકહુઁવિ ____લાપકર__મનકહેસ___બૂરકર

 

(40) રમલ મહફૂઝ છઁદ બ (15અક્ષરી)

 

 અરબી શબ્દો: ફાઇલાત__ ફાઇલાત ___ફાઇલાત__ ફાઇલુન

 

 લઘુગુરૂનાચિ:  = ! = ! __= ! = !   ___ = ! = ! __= ! =

  

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગાલ_ ગાલગાલ___ગાલગા

 

  ઉદાહરણ:  રોજરોજ____રાખેનેર___મોઁજરાગ __ રંગમાઁ

 

 

(41) કામિલ  છઁદ (20અક્ષરી)  (ગીતક છઁદ)

 

 અરબી શબ્દો:મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્

 

 લઘુગુરૂનાચિ: ! ! = ! = _____ ! ! = ! = ____! ! = ! = _____ ! ! = ! =_

  

ગુજ. શબ્દો : લલગાલગ ___ લલગાલગા ____ લલગાલગ ___ લલગાલગા

 

  ઉદાહરણ: સજિજોભરી_____સળગાવબઁ ______દુકતાકિતો ___ડનિશાનતુઁ

 

 

(42) બસીત   છઁદ (14 અક્ષરી) 

 

 અરબી શબ્દો: મુફતઇલુન્___ ફાઇલુન્___ મુફતઇલુન્___ ફાઇલુન્

 

 લઘુગુરૂનાચિ: = ! ! = _____  = ! = ____= ! ! = _____  = ! =

  

ગુજ. શબ્દો : ગલલગા_______ગાલગા_____ગાલલગા ____ ગાલગા

 

  ઉદાહરણ: વાતમિલન ______ નીસનમ ___હાલનહી _____ તોનહી

 

(43) મુઝારિઅ  છઁદ (14અક્ષરી) 

 

 અરબી શબ્દો:મફઊલ ___ ફાઇલાતુન ___ મફઊલ ___ ફાઇલાતુન

 

 લઘુગુરૂનાચિ: = = ! ____ = ! = = ___  = = !   ____ = ! = =

  

ગુજ. શબ્દો : ગાગાલ ____ગાલગાગા ___ ગાગાલ ____ગાલગાગા

 

  ઉદાહરણ: આનઁદ ______ નોઝમાનો __  આનઁદ ____ મયહવા છે

 

(44) મુઝારિઅ અખ્રબ  છઁદ (14અક્ષરી) 

 

 અરબી શબ્દો:મફઊલ___ ફાઇલાત___ મફાઈલ___  ફાઇલુન્

 

 લઘુગુરૂનાચિ: = = ! ____=  !  =  ! ____! =  =  ! ___ = ! =   

ગુજ. શબ્દો : ગાગાલ ____ ગાલગાલ ___ લગાગાલ ___ ગાલગા

  ઉદાહરણ: કામિલગ ____  ણાયસર્વ   ____તહરહરક ___માલમાઁ

 

(45) મુઝારિઅ  છઁદ (15અક્ષરી) 

 

 અરબી શબ્દો: મફઊલ___ ફાઇલાત___    મફાઈલ   ___  ફાઇલાત

 

 લઘુગુરૂનાચિ: = = ! ____=  !  =  ! ____! =  =  ! ___ = ! = !

  

ગુજ. શબ્દો : ગાગાલ ____ગાલગાલ _____લગાગાલ ____ગાલગાલ

 

  ઉદાહરણ: વારુઁહ   ____  જારવાર ______જોપામુઁહ______જારજીવ

 

 

 

(46) મુજ્તસ  છઁદ (15 અક્ષરી) 

 

 અરબી શબ્દો:મફાઇલુન્___ ફઅલાતુન__ મફાઇલુન્___ ફઅલાતુન_

 

 લઘુગુરૂનાચિ: ! = ! = ____! ! = = ___  ! = ! = ____   ! ! = =

  

ગુજ. શબ્દો : લગાલગા ___લલગાગા ___ લગાલગા ___લલગાગા

 

  ઉદાહરણ:   ખરીદલા ___જકરેછે _____  સુજાતતા ___ જગુમાવી

 

 

(47) મુન્સરિહ્ છઁદ (15 અક્ષરી) 

 

 અરબી શબ્દો:મુફતઇલુન્___ ફાઇલુન__ મુફતઇલુન્_ફાઇલાત

 

 લઘુગુરૂનાચિ:= ! ! =  ___= ! =      __:= ! ! = __= ! = !

 

 ગુજ. શબ્દો : ગાલલગા ___ગાલગા ___ ગાલલગા __ગાલગાલ

 

  ઉદાહરણ:  ઇશ્કતણી ____લ્હાયછે ____ચેનમળે ____ નાલગાર

 

(48) સરીઅ છઁદ (12 અક્ષરી)

 

અરબી શબ્દો: મુફતઇલુન્___ મુફતઇલુન્___ ફાઇલાત

 

 લઘુગુરૂનાચિ: = ! ! =  ___= ! ! =  _____= ! = !

 

  

ગુજ. શબ્દો : ગાલલગા ___ ગાલલગા ___ ગાલગાલ

 ઉદાહરણ:  રંગનથી ______ધંગનથી  ___ જ્યાઁલગાર  

 

(49) સરીઅ  છઁદ (11 અક્ષરી) 

 

 અરબી શબ્દો: મુફતઇલુન્___ મુફતઇલુન્___ફાઇલુન્

 

 લઘુગુરૂનાચિ: = ! ! =  ___   = ! ! =  ____= ! = 

ગુજ. શબ્દો : ગાલલગા ___ ગાલલગા ______ગાલગા

 

  ઉદાહરણ: વાયુહવે ______મૌતતણો  ______વાયછે 

 

(50)ખફીફ  છઁદ (10 અક્ષરી) 

 

 અરબી શબ્દો: ફાઇલાતુન્ __મફાઇલુન __ફઅલુન્

 

 લઘુગુરૂનાચિ: ફાઇલાતુન્ __મફાઇલુન __ફઅલુન્

  

ગુજ. શબ્દો : ગાલગાગા __લગાલગા __ગા ગા

 

  ઉદાહરણ:આગદિલની __બુઝાવતો ___જાણુઁ  

 

(51) ખફીફ  છઁદ (12 અક્ષરી) 

 

 અરબી શબ્દો:ફાઇલાતુન્ __મફાઇલુન __ફઅલાત

 

લઘુગુરૂનાચિ := ! = = ___ ! = ! = __   = = !

  

ગુજ. શબ્દો : ગાલગાગા __લગાલગા __ગા ગા લ

 

  ઉદાહરણ:   વાતવાતે ___જફાસિતમ __નવથાય

 

 

ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાઁ ખરા સ્વર 11 અને વ્યઁજન 34 છે.વ્યઁજનનો ઉચ્ચાર સ્વરની સહાયતા વિના સ્પષ્ટ થતો નથી.

ઉદાહરણ : કઅ  ખઅ  ગઅ  ઘઅ  વિ.

ઉપર મુજબ દરેક વ્યઁજનની છેડે અનુષઁગી છે.એકલા વ્યઁજનથી ભાષા કે વાણેનો વ્યહવાર અશકય છે.કેવળ વ્યઁજન બોલાય નહી,પણ નીચે લિપિમાઁ બતાવ્યા પ્રમાણે લખી

 

 દેખાડી શકાય.

ઉદાહરણ:ક્, ખ્ ગ્ , ઘ્, વિ.ગેરે.કોઈ પન વ્યઁજનમાઁ અનુષઁગી ભરેલો નથી એમ જણાવવુઁ હોય ત્યારે  , આવુઁ ચિન્હ કરી  તેને ખોડો કરવામાઁ આવેછે.એને વ્યઁજન ચિન્હ કહેછે.

 

 

———————————————————

પ્રાસ(કાફીયહ)_ઝાર રાંદેરી. ભાગ*1

 

પિંગળ શાસ્ત્ર કાવ્ય માં છંદ(બહેર)ને આત્મા કહેછે. અને એમા આવતા પ્રાસ(કાફીયહ)ને દેહ કહે છે. સામાન્ય રીતે પ્રાસનો અર્થ ગુજરાતીમાં  સ્વર વ્યંજન ,કે શબ્દોચ્ચારનું મળતા પણું.અને અરબીમાં કાફીયહ્  નો અર્થ પાછળ ચાલવું એમ થાય છે. પિંગળ શાસ્ત્રીઓ એ એની સમજુતી નીચે પ્રમાણે આપી છે.નક્કી કરેલા અક્ષ્રરો નો સમૂહ અથવા તે એક અક્ષર કે જેના વારંવાર આવવાથી શબ્દોચ્ચાર મળતો થાય છે.તે અક્ષરને અરબીમાં રવી કહે છે.રવીનો અર્થ તાજું(તૃપ્ત) થાય છે.આપણે એને વાદી અક્ષર (વર્ણ) કહીશું.કારણકે ગુજરાતીમાં આ સ્થાને  વાદી અતિ અનુકૂળ છે.

ઈરાનીઓએ પ્રાસ માટે નવ અક્ષરો ઉપર સ્પષ્ટ વિવેચન કર્યું છે. તેમાં મુખ્ય વાદી છે.

(1) વાદી(રવી)

    વાદીની સમજુતી નીચે પ્રમાણે છે. વાદીએ પ્રાસનાં તે મુખ્ય અક્ષરને કહેવામાં આવેછે કે જે શબ્દમાંથી વાદીને કાઢી નાંખવામાં આવે તો તે શબ્દ અર્થહીન, અથવા જે અર્થ  માટે લાવવામાં આવ્યો છે તે અર્થ સાથે શબ્દનો સબંધ ન રહે.વાદી પ્રાસનું મૂળ તત્વ છે.

ઉદાહરણ.

જગતના જે વૈભવો ત્યાગવા તૈયાર થૈ જાયે

તો તે વ્યક્તિને આધિન સકળ સંસાર થૈ જાયે.

 

ઉપલી કડીની પહેલી તૂકમાં તૈયારઅને બીજી તૂકમાં સંસાર પ્રાસો છે.એમાં વાદી અક્ષર છે.અગર એ બન્ને શબ્દોમાંથી કાઢી નાંખવામાં આવશે,તો એક શબ્દમાં તૈયા અને બીજા શબ્દમાં સંસા અર્થહીન શબ્દો બાકી રહેછે.એ પરથી સમજાય છે કે ઉપલા પ્રાસોમાં વાદી અક્ષર છે.એમાં શબ્દનો પહેલો કે વચલો અક્ષર કાઢી પરીક્ષા કરવાની નથી,પણ શબ્દના  છેડેથી અક્ષરો અથવ સ્વર ચિન્હો કાઢી પરીક્ષા કરવાનો નિયમ છે)

ઉપલાજ પ્રાસો તૈયારી સંસારી સ્વરૂપે હોય , તો પણ વાદી દીર્ઘ થઈ ન શકે.કારણકે દીર્ઘ ને બન્ને શબ્દોમાંથી કાઢી નાંખવામાં આવશે તો તૈયાર અને સંસાર બન્ને શબ્દો પોતાના મૂળ અર્થો સહિત બાકી રહે છે.જેથી તૈયારી, અને સંસારી પ્રાસોમાં પણ વાદી કહેવાશે.

(2)જડ(તાસીસ)

તાસીસનો મૂળ અર્થ તો મજબૂત કરવું પણ પિંગળ શાસ્ત્રમાં એની સમજુતી એવી રીતે છે કે ,પ્રાસમા વાદી અક્ષરની પૂર્વ્ર એક આખો અક્ષર આવે ,અને તેની પૂર્વે જો કાનો હોય તો તે કાનાને તાસીસ કહે છે.(આપણે તાસીસને જડ કહીશું)

ઉદાહરણ: દાવર સાગર શબ્દોમાં વાદી ર છે. ની પૂર્વે એકમાં અને બીજામાં .ગ. છે. એ અને બન્ને અક્ષરોની પૂર્વે બન્ને શબ્દોમાં કાના છે. એ કાના જડકહેવાશે.જડ વર્ણને પ્રાસોમાં લાવવો આવશ્યક નથી. કારણકે દાવર,સાગર,ના વજને બીજા પ્રાસો નટવર,સુંદર,કેસર,ખંજર,ગૌહર વિ.પણ છે. ઉપલા પ્રાસોમાં એક જડ સહિત નથી.જો જડ રૂપી પ્રાસોમાં જડ રૂપે પ્રાસો લાવવામાં આવે તો સુંદર કહેવાય.

 

 

(3)સંયોગી (દખીલ)

દખીલના મૂળ અર્થ દખલ દેવા વાળો,અથવા ખાસ મિત્ર છે.(આપણે દખીલ ને સંયોગી કહીશું.)પણ પિંગળ શાસ્ત્રમાં વાદી અને જડ્ની વચ્ચે જે આખો અક્ષર હોય તે સંયોગી કહેવાય છે.ઉદાહરણ=’’દાવર અને સાગર માં વાદી જડ કાનો અને એ બન્ને વચ્ચે એકમાં અને બીજામાં સંયોગી છે.સંયોગી પણ પ્રાસમાં હોવોઆવશયકનથી.દાવર,સાગર,નટવર,સુંદર,ખંજર,ગૌહર,વિગેરે પ્રાસોમાં દાવર,અને સાગર વિના બીજ કોઇ પણ શબ્દમાં  જડ કે સંયોગી નથી.જડ અને સંયોગી એક બીજાને આશ્રયે છે.જડ વિના સંયોગી ,કે સંયોગી વિના જડ આવી ન શકે.જડ રૂપી પ્રાસોમાં સંયોગી ભિન્ન ભિન્ન અક્ષરો હોય તોયે વાંધો નથી.ઉદાહરણ=દાવર,સાગર,ચાદર,ચાકરમાં અનુક્રમે વ.ગ.દ.ક.સંયોગી ભિન્ન ભિન્ન છે.

(4)અનુયાયી(રીદ્ફ)

રિદ્ફના મૂળ અર્થ તોઊંટ સવારની પાછળ બેસવું છે.આપણે રિદફ ને અનુયાયી કહીશું.અનુયાયી બે પ્રકરના છે.અનુયાયી અને યુકત અનુયાયી .પ્રથમ અનુયાયીનું વર્ણન કરીશું.વાદી અક્ષરની પૂર્વે દીર્ઘ સ્વર કે સંધિ સ્વર હોય તે તમામ ચિન્હો(આ,ઈ, , ,’’,ઓ.ઔ)એ તમામ ચિન્હો અનુયાયી કહેવાય. છે. ઉદાહરણ= હાલ અને સાલ મા વાદી અને કાના અનુયાયી છે.તસ્વીર અને શમ્શીર માં વાદી અને દીર્ઘ ઈ અનુયાયી છે.ગૂઢ અને મૂઢ, માં વાદી અને દીર્ઘ અનુયાયી છે.નહેરઅને શહેરમાં વાદી અને એક માત્રા અનુયાયી છે..ઐડ અને ખૈડ માં વાદી અને અને બે માત્રા અનુયાયી છે. સોગ અને રોગ માં વાદી અને અને કાનો માત્રા અનુયાયી છે.ચૌર અને ગૌર માં વાદી અને કાનો બે માત્રા અનુયાયી છે.

 

ઉપલા દ્રષ્ટાંતો અનુયાયી ના હતાં.યુકત અનુયાયીની સમજુતી નીચે પ્રમાણે છે.

વાદી અને અનુયાયી વચ્ચે જે અર્ધ અક્ષર (કેવળ વ્યંજન) હોય તો તેને યુકત અનુયાયી કહેવામાં આવેછે.

 

ઉદાહરણ.

દાસ્ય અને હાસ્ય માં વાદી કાનો અનુયાયી  ,અર્ધ સ્ યુકત અનુયાયી છે.જીર્ણ અને શીર્ણ માં  વાદી દીર્ઘ અનુયાયી.અને અર્ધર, યુકત અનુયાયી છે.સૂર્યઅને તૂર્યમાં વાદી દીર્ઘ અનુયાયી,અને અર્ધ યુકત અનુયાયી છે.;નેત્રઅને વેત્રમાં વાદી એક માત્રા અનુયાયી,અને અર્ધ યુકત અનુયાયી છે. ચૈત્ય અને દૈત્ય માં વાદી બે માત્રા અનુયાયી ,અને અર્ધ યુકત અનુયાયી છે.ઓષ્ટ અને કોષ્ટ માં વાદી કાનો માત્રા અનુયાયી,અને અર્ધ યુકત અનુયાયી છે.

 

 અનુયાયી પ્રાસોમાં તેજ અનુયાયી ચિન્હો ,અને યુકત અનુયયી પ્રાસોમાં જે અનુયાયી ચિન્હો હોય ,તેજ ચિન્હ સહિત અર્ધ અક્ષર પણ તેનો તેજ લાવવો પડશે.જડરૂપી પ્રાસો સાથે તો કેવળવાદી પ્રાસો પણ મળી શકે છે.(કેવળવાદી પ્રાસોનું વર્ણન આગળ આવશે) પણ અનુયાયી પ્રાસો તો જે ચિન્હો, કે અર્ધ અક્ષરો સહિત હશે.તેજ ચિન્હ કે અર્ધ અક્ષર સહિત હોવા જોઈએ.ઇરાનીઓએ તો યુકત અનુયાયી પ્રસો માં અર્ધ સ્વરૂપે માત્ર ,ખ,ર,સ, શ, ફ, ન, નેજ માન્યા છે. પણ ગુજરાતી માંતો ઉપલા સ્વરૂપે જે અર્ધ અક્ષરો આવશે,તે યુકત અનુયાયી કહેવાશે.

જડ્ અને અનુયાયીમાં અંતર એ છે કે જડ્ માત્ર કાનોજ થઈ શકે છે.અને તે કાનો પણ વાદીનાં પહેલાં તદ્દન લગોલગ હોતો નથી. અને વાદી અને જડ ની વચ્ચે એક આખો અક્ષર (સંયોગી)હોય છે.ભાર અને સાગર બન્નેમાં વાદી છે.પણ કાનો અનુયાયી અને સાગર નો કાનો જડ છે.કારણ કે ભાર માં વાદી અને કાના વચ્ચે સંયોગી નથી,અને સાગરમાં સંયોગી છે.

 સંયોગી અને યુકત અનુયાયીમાં ભેદ એ છે કે જડ અને વાદી વચ્ચે સંયોગી આખો અક્ષર (સ્વરિત વ્યંજન) આવી શકે છે.અને વળી ઈરાનીઓ તો માત્ર અર્ધોજ અક્ષરો ને માને છે

 (5)બંધ(કયદ)

પ્રાસમા વાદીની  પૂર્વે અનુયાયી વગર જે અર્ધ અક્ષર આવે તે બંધ કહેવાય છે.

ઉદાહરણ = કબ્ર અને સબ્ર મા વાદી છે. અને અર્ધ બંધ અક્ષર છે.એને યુકત અનુયાયી એટલા મટે કહી શકતા નથી ,કે યુકત અનુયાયી પોતાના પહેલા અનુયાયીને ચાહે છે.યુકત અનુયાયી અનુયાયીને આશ્રયે છે. ઉપલા શબ્દોમાં અર્ધ ની પહેલાં જો દિર્ઘશ્વર ચિન્હોમાંથી  કોઇ એક પણ ચિન્હ હોત તો એ અર્ધ યુકત અનુયાયી કહેવાત.કબ્રે,સબ્ર,મસ્ત,પસ્ત,દર્દ,નંદ,છંદ,વિગેરે પ્રસોમાં અર્ધ અક્ષરો બંધ કહેવાશે.બીજી રીતે એની સમજુતી એવી છે કે  બંધ અક્ષરની પહેલાં પ્રાસ સાથે સબંધ ધરાવતા નવ અક્ષરો માંથી કોઇ એકે ન હોય . યુકત અનુયાયીને જેમ જો કોઈ પ્રાસ માં બંધ અક્ષર અર્ધ હોય તો બધા પ્રાસો અર્ધ ‘’ સાથેજ  લાવવા પડશે.

ઈરાનીઓએ બંધ અક્ષરો માટે  અર્ધ અક્ષ્અરો (કેવળ વ્યંજનો) બાર નક્કી કર્યા છે.બ,ખ,ર,જ,સ,શ,ગ,ફ,ન,વ,હ,ય, અને અરબોએ એ બાર અક્ષરો ઉપરાંત બીજા તેર અક્ષરો નક્કી કર્યા છે.ગુજરાતીમાં તો ઉપલા સ્વરૂપે જે કોઈ પણ અર્ધ અક્ષર આવશે,તે બંધ કહેવાશે.

(6)સબંધી (વસ્લ)

વાદીની પ્રથમ આવતા અક્ષરો પૂરા થયા.હવે વાદી પછીના અક્ષરોનું વર્ણન કરવામાં આવે છે.વિભક્તિઓના પ્રત્યયો સબંધી કહેવાય છે .સબંધી વાદીની પછી વાદી સાથે આવે છે.જેને વાદીની જેમ દરેક પ્રાસમાં લાવવો આવશ્યક છે.ઈરાનીઓ તો સબંધી દસ અક્ષરોનેજ કહે છે, જેમાં ચિન્હોનો પણ સમાવેશ થઈ જાય છે.

સંપૂર્ણ દ્રષ્ટાંતો સહિત સબંધીની વ્યાખ્યા અતિ કઠિન અને લંબાણ થઈ જાય એમ છે.એમાં મુખ્ય બાબત એજ છે ,જો વાદી સારી રીતે સમજી લીધો હોય  તો પછી સબંધીને સમજવું જરાએ કઠિન નથી.કારણકે સબંધી તો વાદીની સાથે લાગેલોજ રહેશે.

ઉદાહરણ=આવી,લાવી,તાવી,અથવા આવો,લાવો,તાવો ઊપલા પ્રાસોમાં વાદી છે. પછીની દીર્ઘ કે કાનો માત્રા વાદી નથી.કારણ કે વાદીની મૂળ પરીક્ષા એજ છે, કે તેને જે શબ્દોમાંથી કાઢી નાંખવામા આવે તો તે શબ્દ અર્થહીન,અથવા તેને જે અર્થ માટે લાવવામાં આવ્યો છે,તે અર્થ સાથે સબંધ ન રહે.એટલું સમજ્યા પછી ઉપલા શબ્દોમા દીર્ઘ કે કાનો માત્રાને વાદી કહી શકાતા નથી.કારણકે દીર્ઘ કે કાનો માત્રાને કાઢી નાંખીશું. તો આવ,લાવ.તાવ, ત્રણે શબ્દો પોતાના મૂળ અર્થ સાથે બાકી રહે છે.તેથી વાદી માત્ર જ થઈ શકે. છે.વાદીના આગળનો કાનો અનુયાયી ,અને વાદી પછી દીર્ઘ કે કાનો માત્ર સબંધી કહેવાશે.અરબી.અદબી માં પણ વાદી  અને પછીની  દીર્ઘ ઉપર આપેલી સમજુતી પ્રમણે સબંધી છે.  ધાર્મિક.માર્મિક,માં પણ ઉપર આપેલી સમજુતી પ્રમાણે વાદી છે.જો ક હોય તો ને કાઢી નાંખતાં ધર્મ, મર્મ, પોતાના મૂળ અર્થ સહિત બાકી રહે છે.(હ્ર્સ્વ ના ચિન્હો પણ ને લઈને હતાં,તેથી તેને પણ ની સાથે કાઢી નાંખવામાં આવશે.)તેથી વાદી કહેવાશે,અને સબંધી કહેવાશે.વાદી સાથે વાદી પછીના દરેક અક્ષરો તેજ સ્વરૂપે લાવવા પડશે.તીરજ નીરજ માં તીર અને નીર પછી અક્ષર જો ભાર પૂર્વક ભાવ દર્શાવવા માટે લાવવામાં આવ્યો હોય તો એ પણ સબંધી કહેવાશે.

ઉપર પ્રમાણે જાતિવચન દર્શક ચિન્હો, બહુવચનન ચિન્હો,તુચ્છકાર દર્શક અક્ષરો,વિગેરે સબંધી કહેવાશે.

.(7)અને (8) બહાર,અને વિશેષ (ખુરૂજ અને મઝીદ)

 

પ્રાસમાં આવત છ અક્ષરોનું વર્ણન થઇ ચુકયું છે.એ પછી સાતમો અને આઠમો અનુક્રમે બહાર અને વિશેષ છે.(સદર્હુ અનુક્રમમાં મતભેદ છે.) પ્રાસમાં સબંધી પછી અનુક્રમે જે અક્ષર હોય તે બહાર અને વિશેષ કહેવાય છે. ઉદાહરણ=હયરાનીઓ પરેશાનીઓ પ્રાસમાં  વાદી છે,ન પછી દીર્ઘ સબંધી છે.સબંધી પછીનો બહાર અક્ષર કહેવાય છે, અને ઉપલાજ પ્રાસો હયરાનીઓજ પરેશાનીઓજ સ્વરૂપે હશે તો બહાર અક્ષર પછીનો વિશેષ કહેવાશે.પણ મુહક્કીક (સંશોધન કાર) તૂસી(રહ.) પોતાના પુસ્તક મિયારૂ_લ _ અશઆર માં લખે છે કે વાદી અને સબંધી પછી જે અક્ષરો આવે તેને તૂકાંતમાં ગણવા,અને સબંધીમાં પણ સ્વર ચિન્હો વિના આખો વ્યંજન હોય તો તેને પણ તૂકાંત માં ગણવા,અને સબંધીમાં પણ સ્વર ચિન્હો વિના આખો વ્યંજન હોય તો તેને પણ તૂકાંતમાં ગણવો.

(9) નાઈરહ્

 

   પ્રાસમાં આવતો નવમો અક્ષર નાઈરહ્  કહેવાય છે,પ્રાસમા વિશેષ પછી જો કોઇ અક્ષર આવી શકતો હોય તો તે નાઈરહ્  કહેવાશે.પણ ફારસી વિના ગુજરાતીમાં આવી શકે એમ મારી જાણમાં નથી.

  પ્રાસની મુખ્ય બાબતોમાં દીર્ઘ ચિન્હો, અક્ષરોનું વર્ણન થઈ ચુકયું , હવે અક્ષરોના સ્વરૂપ સમજવા જોઈએ.

જડ્ ને પૂર્વે જે અક્ષર હશે તે તો કાના સહિત હશે,તેથી તેના માટે  કે જડ્ માટે તો કંઈ પણ કહેવા જેવું નથી.

જડ પછી જે સંયોગી આવે છે, સંયોગી જો હ્સ્વ અથવા હ્સ્વ અથવા અ સ્વર સહિત હોય તો દરેક પ્રાસમાં તેના સ્વરૂપેજ લાવવો પડશે.

ઉદાહરણ=દાવર,અને સાગર માં અને સંયોગી છે. અને સ્વર સહિત લાવવો પડશે.આદિલ અને કાતિલ માં હ્સ્વ સહિત છે ,એટલે  દરેક પ્રાસોમાં હ્સ્વ સહિત હોવો જોઈશે. કાકુલ ,અને વ્યાકુલ માં સયોગી હસ્વ   સહિત છે,એટલે દરેક પ્રાસો માં હ્સ્વ સહિત લાવવો પડશે.

 

અનુયાયી માટે કહેવા જેવું કંઇ નથી,કારણકે વાદીની પહેલાં દીર્ઘ , કે સંધિ સ્વર ચિન્હો માંથી જે ચિન્હ હશે, તે ચિન્હોને દરેક પ્રાસમાં લાવવું પડશે. તેમજ યુકત અનુયાયી માટે પણ કહેવા જેવું કંઇ નથી, કારણકે અનુયાયી પછી યુકત અનુયાયી અર્ધ સ્વરૂપે(કેવળ વ્યંજન) એકજ અક્ષર હશે. બંધ માટે પણ કંઇ કહેવા જેવું નથી,કારણકે અનુયાયી પછી યુકત અનુયાયી અર્ધ સ્વરૂપે (કેવળ વ્યંજન) એકજ અક્ષર હશે.બંધ માટે પણ કંઇ કહેવા જેવું નથી ,કારણકે વાદીની પૂર્વે અર્ધ સ્વરૂપે એકજ અક્ષર હશે.પણ બંધ અક્ષરની પહેલાં જે અક્ષર હશે ,તે જો હ્સ્વ હ્સ્વ કે હ્સ્વ હશે  તો તેને દરેક પ્રાસોમાં તેના સ્વરૂપો લાવવા પડશે.

ઉદાહરણ = કબ્ર અને સબ્ર માં બંધની પહેલાં એકમાં  અને બીજામાં છે.અને બન્નેમાહ્સ્વ  સહિત છે.ઉપલા સ્વરૂપમાં દરેકમાં માત્ર હ્સ્વ સહિત છે.ઉપલા સ્વરૂપમાં દરેકમાં માત્ર હ્સ્વ  સહિત લાવવા પડશે.

મુફ્ત  અને યુક્ત માં બંધ પહેલાં એક મા મુ અને બીજામાં યુ હ્સ્વ   સહિત છે.એથી દરેક દરેક પ્રાસોમાં બંધ પહેલાનાં અક્ષરો હ્સ્વ સહિત લાવવા પડશે.છિન્ન  અને  ભિન્ન  માં છિ  અને  ભિ હ્સ્વ સહિત છે, એથી દરેક પ્રાસોમાં બંધ આગળનો અક્ષર હ્સ્વ સહિત લાવવો પડશે.

 

બાકીના અક્ષરોમા વાદી એના માતે તો કંઈ સમજવા જેવું નથી,કારણકે એ તો દરેક રીતે જ્ર અક્ષર જે રૂપે હોય ,તેજ અક્ષર તેજ રૂપે લાવવો પડશે.અને વાદીમાં કોઇ દીર્ઘ કે સંધિ સ્વરચિન્હ હોય ,તો તેજ ચિન્હ લાવવું પડ શે.

 ઉપર વર્ણવેલા અક્ષરોમાંથી વાદી વિના જે જે અક્ષરોનું વર્ણન કરવામાં આવ્યું છે,તે બધા અક્ષરો અથવા તેમાનાં કેટલાક પ્રાસમાં હોવા જોઈએ એમ નથી .એ તમામ અક્ષરો વિના પણ પ્રાસ થઈ શકે છે.પણ વાદી હોવો જોઇએ.કારણકે વાદી પ્રાસનું મૂળ છે.કેતલાક કવિઓ તો કહી ગયા છે કે વાદી પ્રાસ છે  પણ એ વાત સત્ય નથી..કારણકે પ્રાસમાં વાદી વિના જયારે બીજ અક્ષરોમાંથી કોઇ અક્ષર હોતો નથી,ત્યારે તે પ્રાસ કેવળ વાદી પ્રાસ કહેવાય છે.કેવળ વાદી પ્રાસમાં વદીનાં પહેલાજે જે અક્ષર હોય હ્સ્વ ચિન્હો સહિત લાવવો પડે છે.ઘર,દર,ઈશ્વર,અક્ષર,પરવર,વિગેરેમં વાદી છે.વાદી વિના ઉપર વર્ણવેલ અક્ષરોમાંથી બીજો એકે નથી.વાદીની પહેલાંનો દરેક અક્ષર માત્ર  સ્વર  સહિત છે.ઉપલા સ્વરૂપમાં વાદીની પહેલાંનો દરેક અક્ષર માત્ર સ્વર સહિત લાવવો પડશે. ઘર, નો પ્રાસ  શિર કે ઉર ન થઈ  શકે.જોકે ઘર,શિર,ઉર,દરેક માં વાદી હોવા છતાં શબ્દોચ્ચાર મળતો નથી.દિલ,કોકિલ.બિસ્મિલ, માં વાદી લ છે.વાદી અક્ષર પહેલાં દરેક અક્ષરો હ્સ્વ સહિત લાવવા પદ શે.દિલ; નો પ્રાસ તલ કે ગુલ ન થઇ શકે.દિલ,તલ ,ગુલ ત્રેણય વાદી હોવા છતાં શ્બ્દોચ્ચાર મળતો ન થવાનું કારણ સ્વર ચિન્હો છે.આ ઉપરથી સમજાય છે કીકે વાદી પણ પ્રાસ નથી. પણ વાદી જયરે તેની આગળના અક્ષરના સ્વરૂપને  મળે છે..,ત્યારેજ શબ્દોચ્ચાર મળતો થાય છે.

જેટલા પ્રાસો ગુજરાતી ભાષામાં ઉપર વર્ણવેલ અક્ષરો વડે થઈ શકે છે. તેના નામો અને સમજુતી નીચે પ્રમાણે છે.

(1)     કેવળ વાદી પ્રાસ: પ્રાસમાં વાદી વિના બીજો કોઇ અક્ષર ન હોય ,તેને કેવળ વાદી પ્રાસ કહે છે. ઉદાહરણ=ઘર,કમર.પરવર, સિતમગર, વિ.ઉપલા શબ્દોમાં વાદી વિના બીજો કોઇ જડ સંયોગી, અનુયાયી કે સબંધી નથી.

(1)

(2)     જડરૂપી પ્રાસ:  જે પ્રાસોમં જડ ચિન્હ કાનો હોય તે જડ રૂપી પ્રાસો કહેવાય છે. ઉદાહરણ =દાવર,સાગર, અથવા વામન,જામન, વિ. દરેકમાં જડ ચિનહ કાનો છે.

(3)     અનુયાયી પ્રાસ : જે પ્રાસોમાં અનુયાયી ચિન્હો હોય તે અનુયાયી પ્રાસો કહેવાય છે.અનુયાયી પ્રાસોમાં   યુકત અનુયાયી અને બંધ રૂપી પ્રાસોનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ = હાલ,સાલ,જીર્ણ,શીર્ણ,સબ્ર અને કબ્ર વિ.(અનુયાયી અને સબંધમાં આપેલા દ્રષ્ટાંતો જુઓ.)

(3)

(4)     સબંધી પ્રાસ : જે પ્રાસો વાદી પછી સબંધી પણ આવે ,એવ પ્રાસો સબંધી પ્રસો કહેવાય છે. ઉદાહરણ =લશ્કરી,ઇશ્વરી,અંબરી વિગેરે.

(4)

(5)     જડ અને સબંધી બન્ને ચિન્હો હોય તેવા પ્રાસોને જડ સબંધી પ્રાસ કહેવામાં આવે છે. ઉદાહરણ = ચાકરી,દાવરી, ઉપલા શબ્દોમાં કાનો  જડ અને દીર્ઘ સબંધી છે.અને પહેલામં ક અને બીજામાં સંયોગી છે.

(5)

(6)     અનુયાયી સબંધી પ્રાસ : જે પ્રાસોમાં અનુયાયી અને સબંધી બન્ને ચિન્હો હોય એવા પ્રાસોને અનુયાયી સબંધી પ્રાસો કહેવામાં આવેછે. ઉદાહરણ= શરાબી,ગુલાબી,જવાબીએ, વિ.

(6)

(7)     બંધ સબંધી પ્રાસ : જે પ્રાસોમા બંધ અને સબંધી બન્ને આવે તેવા પ્રાસોને બંધ સબંધી પ્રાસ કહેવાય છે. ઉદાહરણ = મસ્તી,પસ્તી, શબ્દોમાં સ્ ,બંધ ,અને દીર્ઘ સબંધી છે.

(7)

એના વિના બીજા દાસ પ્રકારના પ્રાસો વચ્ચે તીવ્ર મત ભેદો છે. આ તકે તેવા પ્રાસોનું વર્ણન.હું વ્યાજબી ગણતો નથી.દ્રષ્ટાંત રૂપે જે પ્રાસમાં વાદી ખોડો હોય પણ તેને સબંધીએ આખો બનાવી દીધો હોય ,જેમકે હિક્ મતી, કુદ્ રતી,શબ્દો મુળ હિક્  મત, કુદ્ રત, હતા,જેમાં વાદી તો બન્નેનો ખોડો હતો, પણ દીર્ઘ એ બન્નેમાં આખો બનાવી દીધો. અથવા _

જે મઝા મળતી  સનમની યાદમાં,

તે મઝા કયાં થી મળે     ફર્યાદમાં.

 

ઉપલી કડીનાં અનુયાયી પ્રાસો છે.વાદી ની આગળનો કાનો અનુયાયી છે.પહેલી તૂક માં યાદ શબ્દ સંપૂર્ણ છે.બેજી તૂકમાં યાદ ફર્યાદ શબ્દનો એક અર્થ હીન ભાગ  છે.દિલ,આદિલ.સર.અસર,લત,અદાલત, કર,શકર,કત,હરકત,ઝર,નઝર, એવી રીતના મિલન સહિત પ્રાસો પ્રશંસ્ય પ્રાસો કહેવાય છે.એવ પ્રસો કોઇ ગઝલમાએક બે વારજ કહી શકાય છે.અનુક્ર્મે કહેવાથી એને પણ પ્રાસ દોષ લાગુ પડે છે

 

 

તૂકાંત (રદીફ) _

 

તૂકાંત ના મૂળ કર્તા ઈરાનીઓ છે.અરબોએ તૂકાંતને ફારસીમાંથી  ગ્રહરણ કર્યો છે.પ્રાસમાં વદી અને વાદી પછી સંબંધી,ખૂરુજ, મઝીદ અને નાઈરાહમાંથી જેટલા હોય તે એ પછીના બધા તૂકાંત કહેવાય છે.તૂકાંતમાં માત્ર એકના એકજ અક્ષરો એકજ સ્વરૂપે હોવા આવશ્યક છે.અર્થો સાથે સબંધ નથી.એકજ સ્વરૂપ સાથે તેના તેજ અક્ષરો હોય ,પણ તૂકાંત આગળના શબ્દો એવા જોડવામાં આવે કે તૂકાંતના અર્થ બદલાઈ જતા હોય.તો એ વાંધો નથી.તૂકાંતનું હોવું  એ આવશ્યકનથી.પણ સાધરણ રીતે તૂકાંત હોય તો થીક લાગે છે.તૂકાંત ન્હાનામાં ન્હાનો એક અક્ષરી પણ થઇ શકે છે.જેમકે છે,માં ,થી,ને,વિગેરે.તૂકાંત ગમે એટલો મોટો પણ થઇ શકેછે.

અદા પણ તમારી અતિ મન પસંદ છે.

જ્ફા પણ તમરી  અતિ મન   પસંદ છે.

 

ઉપલી કડીમાં અદા,જફા,પ્રાસો છે,બાકી બધા શબ્દો તૂકાંત છે.તૂકાંત જેટલો લાંબો હશે ,તેટલો નિભાવવો કઠિન થઇ પડશે.

સ્પષ્ટ દોષ(ઈતા_ એ _ જલી)

ઇતાઅ નો મૂળ અર્થ તો પાયમાલ કરવું.અને જલીનો અર્થ સ્પષ્ટ થાય છે.ઇતા _ એ _ જલી માટે ગુજરાતીમાં સ્પષ્ટ દોષ એ શબ્દ  અતિ અનુકૂળ છે.કડીની બન્ને તૂકો સપ્રાસ હોય તેનાં પ્રાસોમાં સ્પષ્ટ કે ગુપ્ત દોષ લાગુ પડે છે.સ્પષ્ટ દોષની સમજૂતી નીચે પ્રમાણે છે, કોઇ પણ કડીની પહેલી તૂકમાં જે પ્રાસ આવે તેજ પ્રાસ બીજી તૂકમાં પણ અક્ષરો અને અર્થ સહિત  આવે.

ઉદાહરણ:

કોઇ ગઝલના પ્રાસો આશય,નિર્દય,રસમય,નિર્ભય,વિગેરે છે. અને તૂકાંત કયાં લગી છે.

 

આશય કયાં લગી

નિર્દય કયાં લગી

રસમય કયાં લગી

નિરભય કયાં લગી

 

આગળ આપેલ સમજુતી પ્રમાણે વાદી છે.એટલું સમજ્યા પછી જો કોઇ ગઝલની પૂર્વ કડી

નીચે પ્રમાણે હશે, તો સ્પષ્ટ દોષ લાગુ પડશે.

 

જાગ? ઓ કામી, જગતના ખેલ રસમય ક્યાં લગી.

ધ્યાન કર,તુજ સાથ આ સંસાર સુખમય કયાં લગી.

ઉપલી કડીની પહેલી તૂકમાં માં રસમય અને બીજી તૂકમાં સુખમય,પ્રાસો છે, એ પ્રાસોમાં

 વાદી થઇ શકતો નથી.કારણકે રસ અને સુખ શબ્દોની સાથે  જે મય શબ્દ છે, એતો સબંધી છે.મય શબ્દને બન્નેને પ્રાસોમાંથી કાઢી નાંખીશું,તો રસ અને સુખ બન્ને પોતાના મૂળ અર્થો સાથે બાકી રહે છે.રસ,અને સુખ,બન્ને શબ્દો સહ પ્રાસ નથી.અને મય.મય નો પ્રાસ એકજ અર્થ સહિત પ્રાસનાં મુખ્ય નિયમ વિરોધ છે.જેથી ઉપલી કડીને સ્પષ્ટ દોષ લાગુ પડે છે.અગળ આપેલી સમજુતી પ્રમાણે  ,સર,કેસર,લત,અદાલત,દિલ,આદિલ,જલાલી_ગુલાબી ,હોય તો વાંધો નથી,અને એવા પ્રાસો પણ એક પછી એક ન લાવવાનું એકજ કારણછે કે સ્પ્ષ્ટ દોષનો સંદેહ ન થાય.

 

 

ગુપ્ત દોષ(ઇતા_ એ _ ખફી)

 કોઇ ગઝલના પ્રાસો ગુલાબ,શરાબ,જવાબ,આબ વિગેરે હોય(એ પ્રાસો અનુયાયી છે.)એટલું જાણ્યા પછી કળીની એક તૂકમા ગુલાબ,અને બીજી તૂકમાં આબ,અથવા પહેલી તૂકમાં આબ અને બીજી તૂકમા ગુલાબ  પ્રાસો લાવશે ,તો અનિયમિત ગણાશે.કારણકે એ ખુલ્લી રીતે તો બનેમાં વાદી અને અને અનુયાયી નિયમિત છે.પણ મુખ્ય બાબત એ છે કે ગુલાબ શબ્દ (સમાસ)મુકરબ છે.ગુલ,આને આબ બે શબ્દોનો બનેલો છે.એ શબ્દ જે ગુલાબ બોલાય છે તે ગુલ આબ ની સંધિ છે.એથી કરી આબ ,આબનો પ્રાસ એકજ અર્થ સહિત અનિયમિત છે.આબ, આબનો મય મય નો પ્રાસ એકજ અર્થમાં એકે મતે અનિયમિત ગણવામં આવ્યો છે.સપ્રાસ કડીઓમાં એ એક બીજાનો પ્રાસ થઇ ન શકે.

      ગુજરાતી ભષામાં હકારામક નકારાત્મક ઉપસર્ગો વડે એવા શબ્દોની સંખ્યા હજારોની સંખ્યામાં છે.આધિન.પરાધિન,સ્વાધિન વિગેરે.

     આ તકે  એક શંકા ઉપસ્થિત થાય છે કે બાલી અને લાલીનો પ્રાસ કેવી રીતે નિયમસર કહી શકાય? કારણકે બાલી (કાનનું ઘરેણુ)અને લાલીમાં  અગળ આપેલી સમજૂતી પ્રમાણે દીર્ઘ ઈ સબંધી છે.બાલીમાં વાદી દીર્ઘઈ અને અને લાલીમાં  છે.એનો જવાબ એ છે કે પૂર્વ કદીમા એક તૂકમાં લાલી અને બીજી તૂકમાં બાલી પ્રાસો લાવવામાં આવશે તો તમામ ગઝલમા વાદી દીર્ઘ ઈ સમજવામાં આવશે.પણ એક તૂકમાં બેકસી અને બીજે તૂકમાં બેખુદી પ્રાસો લાવવામાં આવશે,તો બન્ને પ્રસોમાં સ્પષ્ટ રીતે દીર્ઘ ઈ સબંધી છે.,જેથી એકમાં વાદી અને બીજામાં થઇ ન શકે,પણ હાલમાં કેટલાક ક્વિઓ એ કાનૂન મુજબ વર્તતા નથી.

પ્રાસ હૃસ્વને સ્થાને ,હૃસ્વ અને દીર્ઘને સ્થાને દીર્ઘ ,સાથ જો સ્વર પહોળો બોલાતો હોય તો પહોળોજ લાવવો પડશે.ખૉળ,ગૉળ એવા પહોરા ઉચ્ચારના પ્રસોના સ્થાને સોળ,ગોળ વિગેરે પણ લાવી ન શકાય.પહેલા લાવવામાં આવતા હતા.પણ હાલમા ઉત્તર હિંદમાં તો એને પણ મોટો દોષ માનવામા આવે છે.

 

   પદ્ય પ્રકાર

પદ્યને અરબીમાં નઝમ કહેછે.અને એનો અર્થ મોતીઓ પરોવવાએમ થાય છે.ખરેખર ,પદ્યરૂપી મોતીના હારમાં  શબ્દ મોતીઓ તો શું તેથીયે વધુ કિમતી છે.પદ્યો પણ ઘણાં પ્રકારનાં થાય છે.

 

ગઝલ

 

કોઇપણ છંદમાં પહેલી કડીના બન્ને તૂકો સપ્રાસ અને પછીની કડીઓમાં પહેલી તૂકમા કોઇ પણ શબ્દો(વજન સહિત) અને બીજી તૂક સમ પ્રાસ .એવી રીતે પાંચ છ સાત ,અથવા ઈચ્છીએ એટલી કડીઓ કહેવી,એનું નામ ગઝલ છે.ગઝલની પહેલી કડી પૂર્વ કડી (મત્લાઅ) કહેવાય છે,અને છેલ્લી કડી જેમાં કવિનું ના(ઉપનામ) હોય તેને પૂર્ણ કડી(મકતા) કહેવાય છે.પૂર્વ કડી એકથી વધુએ કહી શકાય છે.પૂર્વ કડી પછીની પહેલી કડી સુંદર પૂર્વ કદી કહેવાય છે.એ પછી સાદી કડીઓ અને છેવટે પૂર્ણ કડી કહી ગ્ઝલ પૂર્ણ કરવી પડે. ગઝલ 21 અથવા 25 કડીઓની હોય તો બીજી ગઝલ લેખે કહેવાનો રિવાજ છે.ગઝલને કોઇ ગમે એટલી લાંબી લખે તોએ વાંધો નથી.જો એકજ પ્રાસમાં બે ત્રણ ગઝલો કહે તો દરેકને પૂર્વ કડી સાથે કહેવી પડશે.

 અરબી ભાષામા ગઝલ એટલે સ્ત્રીઓ સાથે વાત કરવી એમ છે.,પણ પિંગળ શાસ્ત્રીઓએ એની સમજુતી નીચે પ્રમાણે આપી છે.ગઝલ તે પદ્યોનું નામ છે કે જેમાં પ્રેમ,મોહ,રુપ,સુંદરતા પ્રેમનું દિવનાપણું,મોજ,આશા ,ડર,રઝામંદી,ખુશી,ગમી પાનખર,ફૂલ,પતંગિયું,મજનું,લયલા,વિગેરે શબ્દો વડે પ્રેમ વિષયોનાં વર્ણન થાય.અથવા બોધદાયક આજ્ઞાનાઓ કરવામાં આવે.

અરબી ભાષામાં શેરનો અર્થ માથાનાં વાળ ,જ્ઞાન,અને તીવ્ર બુધ્ધિ વડે અર્થ સમજવાએ પણ થાય છે.પિંગળશાસ્ત્રીઓએ એની સમજુતી નીચે પ્રમાણે આપી છે.કહેનાર કોઇ વાત ઈરાદા પૂર્વક વજન સહિત કહી હોય તો આપણે ગુજરાતીમાં શેરને કડી કહીશું.

  અરબી ભાષામાં મિસ્રાનો મૂળ અર્થ તો બારણું છે. પણ મહાવરામાં કડીનાં અર્ધા હિસ્સાને કહે છે.ગુજરાતીમા તૂક કહેવાય છે.અરબી ભાષામાં છંદને બહરપંક્તિને મિસ્ર_એ_ તરહ ,પૂર્વ કડીને મત્લઅ, અને પૂરણ કડીને મકતા કહે છે.

ગઝલની કડી એવી હોવી જોઇએં કે એક કડીને બીજી કડી સાથે જોડાણ ન હોવું  જોઇએ.જોડણ હોવું નજોઇએ.એક ગઝલને મેના પોપટની કહાણી ,ક્ર કોમી જુસો,કે માત્ર છાજ્યામાં પૂર્ણ કરવી ન જોઇએ.કહાણી,કિસ્સઓ કે છાજ્યા(મરસિય) માટે રૂબાઈ,મુસદ્દસ,કે કતા હોવા જોઇએ.એમાથી કોઇની ઉપર ગમે એટલા બંધ કહી શકાય છે,અને એવા બંધોમં કહેવાથી ઘણી સારી અસર થાય છે.ઉર્દુ કહેવત(બિગળા શાયર મર્સિયાગો)(એટલે કવિ બગડે તો છાજ્યા ગાય).પ્રમાણે ગઝલોમાં એવા વિષ્યો નહોવા જોઇએ.ગઝલો બધા ઉપદેશોથી ભરપૂર અને પ્રેમના રંગ તરંગ માટે જે શબ્દો વપરાય છે,તેવા શબ્દોમાંથી સરળ ,વિવેકથી ભરપૂર,અને પ્રેમના રંગ તરંગો માટેજે શબ્દો વપરાય છે,તેવા શબ્દોમાંથી સરળ વિવેકથી ભરપૂરશબ્દોમ માલિકે હકીકી સાથે કેવી રીતે પ્રેમ બાંધવો,અને જે બંધાયો છે,તેને કેવી રીતે નિભાવવો.અથવા હાલ કેવી સ્થિતિમા છે તેવી સ્થિતિનું વર્ણન કરવું,વિગેરે થવું જોઇએ.ચુંબન ,આલિંગનની ઈચ્છાઓનું વર્ણનકરવું મર્યાદા બહર છે.હકીકી પ્રેમમા મર્મોથી મોટા ભાગના અજ્ઞાન છે.,ગઝલો માં સાકી,શરબ,સુરા,મિલન,મંદિર,બુત્ત વિગેરે શબ્દો સહિત પ્રેમ પાઠનું જે દર્શન કરવામાં આવે છે,એ રિવાજ પંદરસો વર્ષ પહેલાનો છે.ઇસ્લામના પ્રકાશ પછી મુસ્લિમોએ પણ એજ શબ્દો વડે હકીકી માલિકના પ્રેમને વર્ણવ્યો,.તે પહેલા દરેક શબ્દની જુદી જુદી રીતે વ્યાખ્યા કરી,તેજ શબ્દો વદે ગઝલો કહી.દ્ર્ષટાંત લેખે શરાબનો  અર્થ પીણું અને મહાવરામં સુરા થાય છે.પણ ગઝલમાં એનો અર્થ મસ્તી નક્કીકરવામાં આવ્યો છે.

   

 ઉપર પ્રમાણે એવા દરેક શબ્દોના રસમય અર્થો સમજી તેજ શબ્દો વડે હકીકી પ્રેમ વર્ણવો જોઇએ, કે જેથી શબ્દોમા એક ખાસ લહેર છે,તે પણ રહે ,હકીકી પ્રેમનું વર્ણન થાય અને પૂરવનો રિવાજ પણ ટકી રહે.

 

    ઉદાહરણ

દયા દ્રષ્ટિ તમારી જો એક    વાર થઇ જાયે.

તો મુજ લાચારનો સરકાર બેડો પાર થઇ જાયે.

 

જગતના વૈભવો જે   ત્યાગવા તૈયાર   થઇ જાયે.

તો તે વ્ય્ક્તિને આધિન  આ સકળ  સંસાર થઇ જાયે.

 

સિતમગર મુજ ઉપર પણ તેગનો એક વાર થઇ જાયે.

કે બૂઝાયે શહાદતની તૃષા   જીવ  પાર  થઇ    જાયે.

 

તમારાં એક નઝર આ જગ મહીં દીદાર  થઇ જાયે.

તો હું તે તું ને તું તે     હુનો પૂરો   સાર થઇ જાયે.

 

જો તુજ ખંજરનો મુજ ગરદન  ઉપર ઉપકાર થઇ જાયે,

તો સોગંદ પ્યારા જિવનાં ખચિત ઉધ્ધાર    થઇ જાયે.

 

સળગ? અંતર જવળા નાશ કર મુજ મંદ હસ્તીનો,

કે મુજ ગખ્વારના જીવનનો ટુંકો સાર   થઇ જાયે.

 

જો તાર હાથથી એક જામ એ પી લે તો ઓ સકી,

ભગતજીનું વહાણ તુજ ઘરે એકવાર   થઇ   જાયે.

 

અસંતોષી હૃદય ધર ધીર ,આ ઓછું ન કેવાએ,

જે ના સુધ્ધા ન કેતું કે મુખે એકરાર થઇ જાયે.

 

ખરે સાચું કહું લે ઝાર ને શુહરત નથી વહાલી,

જો એ ચાહે જગમા એનો હા હા કાર થઇ જાયે.

 

 

સામાન્ય કડી

 

કડીનું વર્ણન ગઝલમાં થઇ ચુકયું છે.કોઇ પણ વજન સહિત બે તૂકો(મિસ્રા)ની કડી(શેર) થાય છે.સામાન્ય અથવા સાડી કડીની બન્ને તૂકો સપ્રાસ હોતી નથી.

ઉદાહરણ:

પ્રેમ મુજ ઉરથી કદી જુદો પડી શકતો નથીએ,

બાળવયથી એ દયાહીન તો ગળાનો હાર છે.

                                ઝાર

કતઅ:

જોઇ પન છંદમાં એવી સાદી કડી અથવા કડીઓ કહેવી,કે પહેલી તૂક સપ્રાસ નહોય માત્ર બીજીજ તૂકમા6 પ્રાસ હોય.મૂળ વાત એ છેકે કતઅ માં પૂર્વ(મતલઅ)કડી ન હોવી જોઇએ. કતઅ કમ માં કમ એક કડી અને વધુમાં વધુ ગમે એટલી કડીઓનો થઇ શકે છે,પણ દરેક કડીની બેજી તૂક સપ્રાસ હોવી જોઇએ.

ઉદાહરણ;

આતો વિખ્યાત ચે બળવાન બહાદુર શુરા

જાતે આઝાદ રહી ખોલતા પર્વશાનાં બંદ

રંગે,  રૂપે,  કદે,  શોભાએ     મનોહરતામાં

સઅદીય રિઓઝે અઝલ હુસ્ન બતુકાં દાદંદ.

                               ઝાર

 

મુસલ્લસ:

કોઇ પણ છંદમાં ત્રર્ણ તૂકો કહેવી ,તેમાં પહેલી બે તૂકો સપ્રાસ,અને બીજી અને ત્રીજી તૂકોના પ્રાસથી જુદા પ્રાસમાં કહેવી એ પ્રમાણે ત્રણ તૂકોનો એક બંધ કહેવાય છે.જો કોઇ વિષય પર એકથી વધુ બંધ કહેવા હોય ,તો દરેક બંધને ઉપલી બે તૂકોમાં નવા પ્રાસ કહેવા જોઇએ,પણ ત્રીજી તૂકનો પ્રાસ પહેલા બંધની ત્રીજી તૂક્ના પ્રાસોમાંથી હોવો જોઇએ.

 

 ઉદાહરણ:

વારું હઝાર વાર જો પામું હઝાર જીવ,.

પરદિગાર  આપ  મને  તું હઝાર જીવ,

    બળતા શરીરે દિલ થકી કરતો દૂઆ પતંગ.

                                    ઝાર

 

મુરબ્બઅ:

કોઇ પણ છંદમાં ચાર તૂકો સપ્રાસ કહેવી,એમા6 ચાર તૂકોનો એક બંધ કહેવાય છે.એકથી વધુ બંધ કહેવા હોયતો ચાહેતો દરેક બંધ જુદા જુદા પ્રાસોમા6 કહે અથવા ચાહે તેમ કહી શકેછે.

રૂબાઈ:

એમાં પણ ચાર તૂકનો એક બંધ કહેવાય છે,પણ રૂબાઈમાં ત્રીજી તૂકનું વજન પણ મોટે ભાગે જુદું હોય છે.અરબોમાં રૂબાઈ કહેવાનો દસ્તુર ન હતો.ઈરાનીઓએ હઝજ છંદમાંથી ઝિહાફ કરી રુબાઈ માટે ચિવીસ છંદ બનાવ્યા છે.એક બંધ એક પ્રાસમાં કહી બીજા બંધો કહેવા હોયતો  જુદા પ્રાસોમા6 કહેવા જોઇએ.પણ ઘણા બધા કહેવા હોયતો થોડે થોડે અંતરે કહેલ પ્રાસમાં પાછા કહી શકાયછે.અથવા એકજ પ્રાસમાં પણ કહી શકે છે.મહાન કવિ હઝરત ઉમર ખૈયમ(રહ.)રુબાઈઓથી મોટા મોટા ગ્રંથો ભરપૂર કરી ગયા છે.

ઉદહરણ:

હરગિઝ બતર્બ શર્બતે આબે ન ખુરમ,

તા અઝ કફે અન્દોહ શરાબે ન ખુરમ,

નાને ન ઝનમ બર નમકે હેચ કેસે,

તા અઝ જિગરે ખ્ય્શ કબાબે ન ખુરમ.

                       ઉમર ખૈયામ

પદ્ય પ્રકાર

મુખમ્મસ:
 પાંચ તૂકોના બંધને મુખમ્મસ કહે છે.આ કઠણ છે.મુખમ્મસ મોટે ભાગે મોટા મોટા કવિવરોની ગઝલ વિગેરે ઉપર ,અથવા પોતાની કોઇ સારી ગઝલ ઉપર ,અથવા કોઇ ખાસ વિષય વર્ણવા બનાવાય છે.જ્યારે કોઇ ગઝલ ઉપર એના બંધ બાંધવામાં આવે છે,ત્યારે તે ગઝલની પૂર્વ કડી ઉપર કુલ પાંચ તૂકો સપ્રાસ કહેવામાં આવે છે,એ પછીની સાદી કડીઓની પહેલીમાં કોઇ પ્રાસ નક્કી કરીચાર તૂકો તે નક્કી કરેલ પ્રાસમાં,અને પાંચમી તૂક મૂળ ગઝલનાં પ્રાસમાં હોવી જોઈએ.
ઉદાહરણ

1
દયા દ્રષ્ટિ તમારી જો એક વાર થઇ જાયે.
તો મુજ લાચારનો સરકાર બેડો પાર થઇ જાયે.
2 ખરે સાચું કહ્યું કે ઝારને શુહરત નથી વહાલી,
જો એ ચાહે જગમા એનો હા હા કાર થઇ જાયે.

બે કડીઓ ઉપર પ્રમાણે છે,અને એ પર બંધ નીચે પ્રમાણે છે.:

 સુધરતો જે નથી કોઇથી તે સફળ સાર થઇ જાયે.
કહેવાય જે નિર્દય ,તે ગલક ગમખ્વાર થઇ જાયે,
જવાળા વિરહ અગ્નિનો એ ઠંડોગાર થઇ જાયે,
દયા દ્રષ્ટિ તમારી જો એક વાર થઇ જાયે.
તો મુજ લાચારનો સરકાર બેડો પાર થઇ જાયે.

ન ચાહે નામના તે વીર ,જેનો વંશ છે આલી,
ઘડો ઠોકર વગર વાગે ; જે હોએ નીરથી ખાલી.

કહે મુખથી ન માણેક કે જૂઓ આબને લાલી,
ખરે સાચું કહ્યું કે ઝારને શુહરત નથી વહાલી,

જો એ ચાહે જગમા એનો હા હા કાર થઇ જાયે.

પહેલી કડી પૂર્વ કડી હતી.તેથી તેની આગળ ત્રણ તૂકો સપ્રાસ લાવવી પડી.બીજી કડી પૂર્વ કડી ન હતી.પૂર્વ કડી ન હતી તેથી એને આગલી તૂકમાં અનુકૂળ પ્રાસ નક્કી કરી
ઉપલો નંબર (2)નો બંધ બાંધ્યો છે.એમાં શુહરતને અથવા એ વિન બીજા કોઇ પણ શબ્દને પ્રાસ લેખે નક્કી કરવો એ કવિની ઈચ્છાને આધિન છે.પણ પૂર્વ કડીમાં તો મૂળ ગઝલનો પ્રાસ દરેક રીતે વાદી સહિત લાવવો પડશે.
ઉપર પ્રમાણેની યોજના કરવા કવિએ ધ્યાનમાં રાખવું જોઇએ કે મૂળ ગઝલની ભષાનું સ્વરૂપ બદલ્યા વિના ત્રણ તૂકો એવી રીતે ગોઠવવી કે છેલ્લી તૂક વાંચ્યા વિના અધૂરીજ લાગ્યા કરે.આ પ્રકારની વ્યવસ્થાની ખરે ખૂબી છેલ્લી તૂક લગી અર્થ ગૂઢ રાખવામાંજ છે.
મુસદ્દસ
કોઇ પણ છંદમાં છ તૂકોનો બંધને મુસદ્દસ કહે છે.એમાં પહેલી ચાર તૂકો સપ્રાસ હોવી જોઇએ.અને છેવટની બે તૂકોપણ સપ્રાસ હોવી જોઇએ.પણ તેમાં ઉપલી ચાર તૂકોથી પ્રાસ જૂદા હોવા જોઇએ. મુસદ્દસ મોટે ભાગે છંદ ન 1,2,3 માં વધુ કહેવાય છે.મોટા મોટા કવિઓ મુસદ્દસમાં ઇતિહાસ વર્ણવી ગયા છે.મુસદ્સમા કહેલી વાતો ઘણી અસર કરે છે,કારણકે ચાર, ચાર , બે,બે,તૂકે પ્રાસો બદલવાથી એમા સારી રીતે રંગ જામી શકે છે.
ઉદાહરણ
કદમને કયામતની ચાલે ઉઠાવી
પલકમાં હઝારો ફસાદો જગાવી
ફકત નૈન થી નૈન કો મિલાવી ઉઠાવી
ગયો મુજ હૃદયને ચુરાવી
નિરાધાર મુજને બનાવી લુટારો
થયો એક પળવારમાં ગુમ ઠગારો.
વહશીરાંદેરી

મસ્નવી

 કોઇ પણ છંદમાં દરેક કડીની બન્ને તૂકો સપ્રાસ કહેવી. એમાં દરેક કડીમા નવા નવા પ્રાસો કહેવાનો નિયમ છે.પણ થોડે અંતરે કોઇ કહેલો પ્રાસ કહેશો તો વાંધો આવશે નહીં. મસ્નવી છંદ નં 35,3 માં કહેવાને ખાસ મસ્નવી કહે છે.નં.1,2,3,11,35 માં મોટા મોટા વિદ્વાનો કહી ગયા છે.મસ્નવીનું મેદાન સર્વથી વિશાળ છે.ગઝલ વિગેરેમાંતો એક વિષયનું વર્ણન ગમે એમ કરી એકજ કડીમાં કહેવું પડે છે,પણ મસ્નવી રૂપે તો મોટી મોટી કહાણીઓ પણ કહી શકાય છે.મૌલાના રૂમ(રહ.)એ પોતાની મસ્નવીમાં(ફારસી ભાષામાં)લગભ્ગ પાંચ હજાર કડીઓ લખી છે.. શાહનામાંમાં સાઠ હજાર કડીઓ છે.
એ વિના સાત તૂકી,આઠ તૂકી,નવ ટૂકી,દસ ટૂકી,બંધો પણ થાય છે.જે અનુક્રમે મુસબ્બા,મુસમ્મન,મુતસ્સઅ,અને મુઅશ્શર કહેવાય છે.ઉપલા દરેક સંબંધોમાં જેટલી તૂકોનો બંધ હોય તે દરેક તૂકો સપ્રાસ હોવી જોઇએ.

કસીદહ

કસીદહ પણ ગઝલની જેમ પૂર્વ કડીની બન્ને તૂકો સપ્રાસ ,બાકીની તમામ સાદી કડીઓ હોય છે.કસીદહમાં ભેદ એ છે કે ગઝલનાં વિષયો કસીદાહથી જુદા છે. કસીદહ કોઇનાં વખાણ કે દુર્ગુણ વર્ણવા કહેવામા આવે છે. કસીદહ ઓછમાં ઓછો પંદર કડીઓનો હોવો જોઇએ.વધુની કોઇ હદ નથી.

મુસ્તઝાદ

મુસ્તઝાદ પહેલાં તો રૂબાઇના વજને બનાવવામ આવતા,અને દરેક તૂક પછી તે તૂકના એક ચરણ જેટલો ભાગ વધારામા સપ્રાસ કહેવામાં આવતો.પણ હાલમાં તો કોઇ પણ છંદમાં ગઝલની દરેક તૂક પછી કેટલાક શબ્દો સપ્રાસ કહી દેવામાં આવે છે.
ઉદાહરણ
આવ્યાં એ તો પર્દા મહી ચેહરાને છુપાવી,અફસોસ એ ભાવિ
તેં વાત બનાવી તો આવીજ બનાવી, જે મનને ન ભાવી,
ઓ ઝાર હું શું તારી કવિતાની વખાણું,બસ એટલું જાણું.
તેં જયરે સુણાવી તો ગઝબ નાક સુણાવી, રંગ ઢંગ જમાવી.

એ વિના તર્જીબંદ ,તર્કીબંદ,નઝમ.વિગેરે ઘણા પ્રકારનાં પદ્યો થાય છે.હાલમા તો કેટલાક અંગ્રેજી અને હિંદી રગોનો પણ સમાવેશ કરવાના આવ્યો છે.
ગુજરાતી અને ઉર્દુ શૈલીમાં ઘણો ભેદ છે.વળી ગુજરાતીમાં જેમ બાર ગાઉએ બોલી બદલાયની કહેવત પ્રમાણે રંગો જુદા જુદા છે.અરબી છંદોમાં ગુજરાતી ગઝલો વિગેરે ગુજરાતી રંગ પ્રમાણે કહેવી હોય તો અલંકારનું વર્ણન કરવું આ તકે વ્યર્થ છે. કારણ કે અલંકારનું વર્ણન તો મોટા મોટા સાક્ષરો કરી ગયા છે.પણ હા ગુજરાતીમાં ઉર્દુ ફારસી રંગ પ્રમાણે સુંદર પદ્યો કેવી રીતે રચવાં (અલંકાર)તથા બાકી રહેલા છંદો ,અને પ્રાસનાં પ્રકારો ,અને ઝિહાફ અને રૂબાઈનં સંપૂર્ણ વર્ણન પછી આવશે.

પ્રાસો
હવે કેટલાક પ્રાસો એટલા માટે લખું છું કે ગઝલકારોને,કોઇ વખત તદ્દન નવા પ્રાસમાં કહેવાનો સમય આવે તો તે અક્ષરી પ્રાસો નીચે પ્રમાણે સંગ્રહ કરો.પોતાની આગળ રાખી વિષયોની બાંધણી કરશે તો સહેલી કડીઓ તૈયાર કરી શકાશે. . નીચલા પ્રાસોને પૂર્વ કડીમા લેવા પહેલા સ્પષ્ટ કે ગુપ્ત દોષની આપેલ સમજુતી પ્રમાણે પરીક્ષા કરે.તમામ પ્રાસો એક વજનનાં નથી.પક્તિના વજને બંધ બેસતા જોઇ લેવા.

કત,ખત,ગત , ચત ,છ્ત, જત, તત, ધત, પત,મત,લત,સત, નત , હત,જગત,રમત,રજત,ગમત,વિપત,મમત,પરત,સતત,સરત,ગલત,ભરત,પર્વત,ઉલ્ફત,કરવત,ગફલત,તુર્બત,દુર્ગત,રગ્બત,સૂરત,ફુરસત,શર્બત,ફુરકત,કસરત,નફરત,મુરત,ખિદમત,હિકમત,બરકત સદગત,હર્કત,ઇઝ્ઝત,મોહબ્બત, મુસીબત,હકીકત,નસીહત,મુરવ્વત, આ તમામ પ્રાસો કેવળ વાદી, પ્રાસો છે.
આફત,રાહત,હાલત,ચાહત,આદત,બાબત,શરફત,કરામત,અદાવત,અદાલત,બગાવત,પ્રાસો જડરૂપી છે. જડરૂપી પ્રાસો કેવળવાદી પ્રાસોમાં ભેળવી શકાય છે.
કર.ખર.ગર,ઘર,ચર, મર,વર,હર,સર,જર,ઝર,ઠર,તર,થર,દર,દ્યર,નર,પર,ફર,બર,કમર.અગર.સદર,મગર,ખબર,નઝર,સફર,ચમર,ભંવર,અમર,અસર,નિડર,ઉદર,સમર,જિગર,વગર,કસર,જઠર,ગદર,ઝફર,ભ્રમર,પ્રખર,વિષધર,છપ્પર,ખંજર,અજગર,દિલબર,રહ્બર,જલ્ચર,વનચર,સહચર,ચિત્તહર,ઈશ્વર,ટક્કર,પથ્થર,ખપ્પર,નક્કર,બિસ્તર,લશ્કર,અફસર,મત્સર,નટવર,કમ્મર,નશ્તર,કેસર,ચ્ક્કર,મિહસર,મચ્છર,ગૌહર,સત્વર,તત્પર,ઝરમર,કંકર,અંબર,શકર,નંબર,લંગર,ખંગર,બંદર,સરભર,દમભર,તવંગર,કલંદર,જલંદર,ઘુરંધર,સદંતર,ભયંકર, નિરંતર,પિતાંબર,દિગંબર,પયંબર,કબૂતર,સનોબર,સરોવર,સિકંદર,છછુંદર,સન્દર,કલેવર,તરૂવર, આ તમામ કેવળવાદી પ્રાસો છે.

ચાદર,દાવર,સાગર,બરાબર,જડરૂપી પ્રાસો છે.એ પ્રાસો કેવળવાદીમાં મળીશકશે.
ખટ,ઘટ,ચટ,છટ,ઝટ,નટ,પટ,રટ,લટ,હટ,કપટ,ઝપટ,વિકટ,મુગટ,લપટ,ઔઘટ,ખટપટ,કરવટ,નટખટ,નફ્ફટ,તલ્છટ,મરઘટ,પણઘટ,મરકટ,અટપટ,કટકટ,હલકટ,ચૌખટ,તરખટ,લંપટ,ફોકટ,પોપટ,કર્કટ,સંકટ,મોંફટ,ઝંઝટ,પટપટ,ચટપટ,અદફટ,આ તમામ પ્રાસો કેવળવાદી છે.

આહટ,પાકટ,છાકટ,જડરૂપી પ્રસો છે.એ પ્રાસો કેવળવાદી પ્રાસોમા સમાઇ શકે છે.
પીર,ક્ષીર,ધીર,વીર,હીર,નીર,તીર,પનીર,ખમીર,રૂધીર,શરીર,અમીર,કબીર,સગીર,મુનીર,ફકીર,સમીર,અંજીર,અકસીર,તોખીર,તકસીર,શમ્સીર,તસ્વીર,દિલગીર તકબીર,તકદીર,નખ્ચીર,મન્દીર,આ તમામ પ્રાસો  અનુયાયી  છે.

કાર,ખાર,ગાર,ઠાર,તાર,દાર,નાર,પાર,ઝાર,ભાર,માર,યાર,રાર,વાર,સાર,હાર,કરાર,નિસાર,વઘાર,સવાર,શુમાર,ખુમાર,લુહાર,પધાર,શિકાર,વિકાર,કલ્ધાર,નરનાર,ગુલનાર,વણઝાર,દરબાર,હુશિયાર,રફતાર,તૂમાર,ગૂફતાર,તકરાર,હરનાર,દરકાર,તર્રારા,રૂખસર,વસનાર,ગમખ્વાર,દીદાર,વિસ્તાર,સંહાર,અણસાર,હાહાકાર,સરકાર,યાદગાર,બેકરાર,આબદાર,આશકાર,નાકાર,બેકાર,બાકાર,અંગીકાર,ખરીદાર,ખતાવાર,ખાકસાર,દાગદાર,રોઝગાર,લાલઝાર,સંસર,શર્મસાર,વફાદાર,જયજયકાર,અસ્તગફાર,ઉમ્મીદવાર,ગિરફતાર,ઇન્તેઝાર,બાદાખાર,ગુનાહગાર,દોસ્તદાર,વફાદાર,પરહેઝગાર,વિગતવર, આ તમામા પ્રાસો  અનુયાયી  છે.

ઊર,ક્રૂર,ચૂર,તૂર,દૂર,નૂર,પૂર,મૂર,શૂર,હૂર,સૂર,ચતૂર,તહૂર,ઝહૂર,કસૂર,ગરૂર,સબૂર,મયૂર,મજૂર,હુઝૂર,ભંગુર,ચકચૂર ,મગરૂર,મંઝૂર,અંકુર,મજબૂર,રંજૂર,મઝ્કૂર,સિંદૂર,મંસૂર,દસ્તૂર,ભરપૂર,મશહૂર,મૈસૂર,નિષ્ઠૂર,શોકાતૂર,ચિંતાતૂર આ તમામ પ્રાસો અનુયાયી  છે.

આદ,નાદ,દાદ,પાદ,બાદ,યાદ,વાદ,શદ,સાદ,સ્વાદ,અસ્વાદ,ફર્યાદ,બેદાદ,અપવાદ,સૈયાદ,જલ્લાદ,બર્બાદ,નાશાદ,ફર્હાદ,વરસાદ,વિખવાદ,ફર્હાદ,વિખવાદ, તમામ પ્રાસો  અનુયાયી  છે.

 આન.કાન.ખાન,ગાન,જાન,નાન,થાન,દાન,ધાન,પાન,ફાન,બાન,ભાન,માન,રાન,વાન,શાન,સાન,જ્ઞાન,સ્થાન,ધ્યાન,બયાન,ગુમાન,સમાન,કમાન,નિશાન,ઝબાન,જહાન,મકાન,સુકાન,નાદાન,ઇન્સાન,અવસાન,અપમાન,સ્વમાન,વિજ્ઞાન,તૂફાન,મિહમાન,ગુણગાન,યજમાન,જજમાન,ગુલતાન,,મસ્તાન,શમસાન,સુનસાન,ઇહસાન,કુરાન,આસાન,સંતાન,કુર્બાન,બેજાન,મર્જાન,અવધાન,ઉદ્યાન,પયૂમાન,ગાનતાન,રસપાન,રમઝાન,દીવાન,યુવાન,લુકમાન,વેરાન,મયપાન,નિગેહબાન,પરેશાન,આદરમાન,હનુમાન,ખાનદાન,પરસ્તાન,હિંદુસ્તાન,પાનદાન,બાયાબાન આ તમામ પ્રાસો અનુયાયી છે.

ખુદા,દશા,યથા,હયા,વફા,દયા,કૃપા,મયા,અદા,જફા,ફના,ઘટા,નવા,ખતા,બૂરા,સુરા,ખરા,હવા,દવા,દુઆ,કથા,કળા,સમા,હિના,નરા,કરા,ગુફા,છરા,સદા ખરા,ભુજા,જરા,શિખા,ઝરા,સના,પિયા,જરા,રઝા,ધજા,કઝા,ગજા,મઝા,લતા,તુવા,ક્ષમા,વ્યથા,સર્વદા,આપદા,વીરલા,કલ્પના,કાયદા,પ્રેમદા,શૃંખલા,નર્મદા,પારસા,બેવફા,બાવફા,નારવા,મુસ્તફા,મુર્તુઝા,મુદ્દુઆ,ખુશ્નુમા,બદનુમા,દિલરૂબા,નાખુદા,આસરા,કર્બલા,આ તમામ પ્રાસો કેવળવાદી છે,ઉપલા પ્રાસોમાં વાદી કાનો છે.

અન.તન,ધન,જન,વન,ફન,સન,ગન,કથન,વજન,દહન,સધન,સદન,દમન,ભુવન,લગન,મદન,ભજન,દહન,સધન,સદન,દમન,વહન,ગગન,વદન,મનન,મગન,પતન,વચન,ગહન,સુમન,છગન, સુખન,પરન,પવન,અગન,વિજન,કફન,ચિમન,નમન,વતન,રટન,રૂદન,કંગન,ચંદન,અંજન,કંચન,વંદન,રંજન,ભંજન,છપ્પન,વ્યજન,દુર્જન,સજ્જન,ખંડન,મોહન,મંડન,નિરંજન,નિકંદન,સુરીજન,ઉપવન સંદન,મદફન,કોહકન,નંદવન, આ પ્રાસો કેવળવાદી છે.

રાજન,સાજન,દામન,વામન,જામન,બાવન,રાશન,કાનન,આશન,સપાદન આ પ્રાસો જડરૂપી છે.એ પ્રાસો કેવળવાદીમા ભેળવી શકાશે.
અમ.કમ,ખમ,ગમ,ચમ,છમ,જમ,ઝમ,તમ,થમ,દમ,નમ,બમ,મમ,યમ,રમ,સમ,કલમ,કરમ,ગરમ,મલમ,નરમ,શરમ,અગમ,દિરમ,પદમ,વરમ,રકમ,હરમ,અજમ,પરમ,અદમ,ઈરમ,અલમ,સુગમ,કદમ,બિલ્લમ,હરદમ,સંગમ,સયંમ,જંગમ,બેદમ,સરગમ,હરદમ,ટમટમ,ઉત્તમ,શબનમ,ધરખમ,મરહમ,આ પ્રાસો કેવળ વાદી છે. એમા માતમ વિગેરે જડરૂપી ભેળવી શકાય છે. કસ,,ઘસ,તસ,ફસ,બસ,ભસ,રસ,હસ,તરસ,હવસ,ચરસ,ફણસ,ધગસ,નરસ,વરસ,ખસખસ,બેકસ,બેબસ,ઓજસ,અરસપરસ, આ પ્રાસો કેવળવાદી છે.એમાં જડ રૂપી સારસ બનારસ,વિગેરે ભેળવી શકાય છે.

કાજ,ગાજ,તાજ,પાજ,રાજ,લાજ,અનાજ,હરાજ,ધિરાજ,ખિરાજ,પરલાજ,તારજ,પખવાજ,વનરાજ,ગજરાજ,શિરતાજ,મોહતાજ,પરકાજ,ઉપલા પ્રાસો  અનુયાયી  છે.

કાસ,ખાસ,દાસ,બાસ,માસ,વાસ,નાસ,સુવાસ,કુવાસ,પલાસ,ખવાસ,ઉદાસ,અમાસ,સમાસ,વિલસ,વિકાસ,ગરાસ,લિબાસ,પ્રાસ,હવાસ,નિવાસ,વ્યાસ,મિઠાશ,વિશ્વાસ,આવાસ,કડવાસ,અ પ્રાસો  અનુયાયી  છે.

આમ,કામ,ખામ,ગામ,ઘામ,જામ,ડામ,થામ,દામ,ધામ,નામ,પામ,ફામ,બામ,મામ,રામ,હામ,પ્રણામ,શ્યામ,કલામ,સલામ,મુકામ,દમામ,તમામ,વિરામ,આરામ,લીલામ,હમામ,અંજામ,ગુલ્ફામ,ઈસ્લામ,ગુમનામ,બદનામ,નોષ્કામ,દિલારામ,સિતારામ,સરંજામ,બેલગામ,દોરદમામ,આ પ્રાસો અનુયાયી છે.

લય,મય,જય,ભય,વય,પય,ક્ષય,વ્યય,નિર્ણય,નિર્દય,વિક્રય,વિનય,અવ્યયય,પરિચય,અભિનય,નિર્ભય,રસમય,સુખમય,દુ:ખમય,આ પ્રાસો કેવળવાદી છે.

આશય,પરાજય, ,સુરાલય,મહાશય,જળાશય,આ પ્રાસો જડરૂપી છે.એમાં કેવળવાદી પ્રાસો મેળવી શકાય છે. અંગ,ચંગ,જંગ,ઢંગ,તંગ,દંગ,નંગ,બંગ,ભંગ,રંગ,સંગ,અપંગ,સુરંગ,વ્યંગ,ભુજંગ,પલંગ,અઠંગ,સળંગ,વ્યંગ,ભુજંગ,કુસંગ,મૃદંગ,પતંગ,આ પ્રાસો અનુયાયીમાં ખાસ બંધ અક્ષરી છે. કાલ,ખાલ,ગાલ,ઘાલ,ચાલ.છાલ,જાલ,ઝાલ,ઢાલ,તાલ,થાલ,દાલ,નાલ,પાલ,ફાલ,બલ,ભાલ,માલ,યાલ,રાલ,વાલ,શાલ,શાલ,હાલ,ખિયાલ,હિલાલ,બિલાલ,ગુલાલ,મલાલ,જમાલ,સવાલ,નિકાલ,પાયમાલ,ખુશહાલ,બેહાલ,આ પ્રાસો અનુયાયી છે.

અટક ,ખટક,ઘટક,ચટક,છટક,ઝટક,પટક,મટક,લટક,સટક,ભટક,આ પ્રાસો કેવળવાદી છે. અલક,ખલક,ચલક,છલક,ઢલક,તલક,ફલક,મલક આ પ્રાસો અનુયાયી  છે.

 માત,તાત,રાત,જાત,પાત,લાત,ન્યાત,ભાત,સાત,આઘાત,પંચાત,ખયરાત,સાક્ષાત,ઉલ્કાપાત,આ પ્રાસો  અનુયાયી છે.

 વાટ,ખાટ,તાટ,પાટ,ભાટ,કાટ,ટાટ,ઘાટ,ચાટ,બાટ,ફાટ,આ પ્રાસો અનુયાયી છે.

ઢબ,શબ,લબ,દબ,છબ,અજબ,તલબ,ગજબ,ગઝબ,કસબ,અરબ,રજબ,પરબ,ઉનબ,લહબ,નસબ,આ પ્રાસો કેવળવાદી છે. દિલ,મહેફિલ,મેહમિલ,મુશ્કિલ,બિસ્મિલ,કોકિલ આ પ્રાસો કેવળવાદી  છે.

 કાતિલ,ગાફિલ,કામિલ,આદિલ,કાબિલ,શામિલ,આમિલ.આ પ્રાસો આ પ્રાસો જડરૂપી છે.એ પ્રાસો કેવળવાદીમાં મેળવી શકાય છે. રોગ,જોગ,ભોગ,યોગ,વિયોગ,સંજોગ,ઉપયોગ,ઉપભોગ,આ પ્રાસો અનુયાયી છે.

નસીબ,હબીબ,ગરીબ,નકીબ,રકીબ,તબીબ,અદીબ,ખતીબ ,આ પ્રાસો અનુયાયી છે.

દૂઢ,મૂઢ,આરૂઢ,આ પ્રાસો અનુયાયી છે.

લક્ષ,પક્ષ,કક્ષ,દક્ષ,રક્ષ,આ પ્રાસો અનુયાયી માં ખાસ બંધ અક્ષરી છે.આ પ્રાસો લગભગ બધામાં વાદી છેવટનોજ અક્ષર છે.અને વફા, જફા વાળા પ્રાસોમાં કાનો વાદી છે,ઉપલા દરેક પ્રાસોને સંબંધી ચિન્હો અને અક્ષરોનાં મિલને ફરી ઉપલા પ્રાસો ચાર પાંચ ઘણા થઇ શકે છે.

 

અરબી ,ગુજરાતીના સમાનતા ધરાવતા છંદો_મોહમ્મદઅલીવફા

1_ મુતકારિબ છંદ(12 અક્ષરી)=ભુજંગી છંદ(12અક્ષરી),સોમરાજી છંદ(6 અક્ષરી),શશી છં
દ(3 અક્ષરી).
2_મુતકારિબ છંદ(11 અક્ષરી) =દોધક છંદ (11 અક્ષરી).
3_મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી)= ઇઁદ્રવજ્જા છંદ(11 અક્ષરી).
4_મુતકારિબ છંદ (22 અક્ષરી)=મદિરા છંદ (22 અક્ષરી).
5_મુતકારિબ મુઝાઅફ છંદ(18 અક્ષરી)= મંજરી છંદ (9 અક્ષરી).
6_મુતદારિક છંદ (15 અક્ષરી) = સારંગી છંદ(15 અક્ષરી).
7_મુતદારિક છંદ (12 અક્ષરી)= સ્રગ્વિણ છંદ (12 અક્ષ્રરી),વિમોહા છંદ(6 અક્ષરી)
.8_ મુતદારિક છંદ (8 અક્ષરી)= વિદ્યુન માળા છંદ(8 અક્ષરી).
9_ મુતદારિક છંદ (12 અક્ષરી ,12 શબ્દી) =બિદુલ્લિખા છંદ (6 અક્ષરી).
10_હજઝ છંદ (16 અક્ષરી) =મુદ્રા છંદ (4 અક્ષરી).
11_ હજઝ છંદ (16 અક્ષરી) =નારાચ છંદ (8 અક્ષ્રરી),મીમેત છંદ (32 અક્ષરી),પ્રમાણિકા છંદ(8 અક્ષરી).
12_ રજઝ મત્વી છંદ(16 અક્ષરી)=સમુહી છંદ (4 અક્ષરી).
13_ રજઝ છંદ(16 અક્ષરી)= (હિઁદી)હીર છંદ (4 અક્ષરી).
14_રમલ છંદ(16 અક્ષરી)= સૂમ છંદ (4 અક્ષરી),વાર છંદ( 4 અક્ષરી).
15__રમલ છંદ(14 અક્ષરી)=સમાનિકા છંદ(7 અક્ષરી).
16_ રમલ મહફ્ઝૂફ છંદ(15 અક્ષરી) =ચામર છંદ (15 અક્ષરી).
17_કામિલ છંદ (20 અક્ષરી) = ગીતક છંદ(20અક્ષરી)હંસા છંદ(20 અક્ષરી ત્રણે કોઠે મળેછે),સઁજુકતા છંદ (10 અક્ષરી),પ્રિય છંદ (5 અક્ષરી).
આધાર:શાઇરી ભાગ 1_2_ હાશિમ બીન યુસુફ ભરૂચાઝારરાઁદેરીઆ દરેક છંદોને ઉદાહરણ સહિત વાઁચવા માટે નીચેનુઁ URL કલીક કરો.

અરબી ગુજરાતી સમાન છંદોની ટુંકી વિગત

(1)_મુતકારિબ,ભુજંગી ની માહિતી

1_મુતકારિબ છંદ(12 અક્ષરી)=ભુજંગી છંદ(12અક્ષરી),સોમરાજી છંદ(6 અક્ષરી),શશી છંદ(3 અક્ષરી)
(1) મુતકારિબ છંદ. (12 અક્ષરી)(ભુજંગી છંદ) (12 અક્ષરી)
નોઁધ: વિદ્વાન લેખકે અહીઁ લગાગા માટે તતાથૈ લખ્યુઁ છે.સરળતા માટે લઘુ માટે લ.અને ગુરૂ માટે ગા લખવામાઁ આવ્યુઁ છે.
અરબી શબ્દો: ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! = =
ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાગા,
ભુજંગી છંદ(12 અક્ષરી) યયયય ગણ.ભુજંગી છંદ : અરે બો, લનો તો, લમાની અમારો.ઉદાહરણ: કુધારો, નધારો, સુધારો, વધારો. (ક.દ.ડા.).(યશોદા) (યશોદા) (યશોદા (યશોદા)(ય ગણ) (ય ગણ) (ય ગણ) (ય ગણ).યયયય
મારું હોમ વર્ક: 1લગાગા,લગાગા,લગાગા ,લગાગાભુજંગી તણા છે, સહેલા, ગણોસૌ.2(યશોદા) (યશોદા) (યશોદા (યશોદા)(તમેઆ) (વશોને) (અમારા) (નિવાસે).
વધુ માહિતી માટે કલીક કરો:

(2)_મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી )=ઇન્દ્ર વજ્જા છંદ(11 અક્ષરી)

(2)મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી )=ઇન્દ્ર વજ્જા છંદ(11 અક્ષરી)
અરબી શબ્દો: ફઅલુન્ __ ફઊલુન્___ ફઊલુન્____ ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: = = ___ ! = = ____! = =______! = =
ગુજરાતી શબ્દો : ગાગા ___લગાગા____ લગાગા_____લગાગા
:જૈ જૈ ____રમાકઁ _____તમાધૂ _____મકઁદા
કૈ સી_____બકાબત્_______સકાલી_____નિકઁદા (પન્ડિત સુખદેવજી બનારસી)
ઇન્દ્ર વજ્જા છંદ 11 અક્ષરી(યતિ નથી)
તારાજ, તારાજ, જ્કાત, ગા,ગા (ગાગાલ) (ગાગાલ) (લગાલ) ગા,ગા(તતજગાગા) ગણ આ સમાનનતા ધરાવતા છંદ માં એક વાત નોંધ પાત્ર છે કે, અરબીનુઁ ગાગા.લગાગા.લગાગા,લગાગા ,ગુજરાતીમાં આવી ગાગાલ,ગાગાલ,લગાલ,ગા,ગા થઇ જાય છે. પ્રશ્ન એ થાય કે લઘુ,ગુરૂ ને આ રીતે નવેસરથી ગોઠવાવાનો અર્થ શું? મુતકારિબ અસ્રમ છંદમાં ગઝલ લખવુઁ હોયતો ગાગા,લગાગા,લગાગા.લગાગા પ્રણાલિ અનુસરવુઁ પડશે.જો ઈન્દ્રવજ્જા છંદ મા કાવ્ય લખવુઁ હોયતો ગાગાલ.ગાગાલ, લગાલ,ગા,ગા પ્રણાલિને અનુસરવું પડે.પ્રખ્યાત ઉદાહરણ:ત-ત-જ+ગા-ગા યતિ નથી.
ઉદાહરણ પંક્તિ : ઈલા સ્મરે છે અહીં એક વેળાઆ ચોતરે આપણ બે રમેલાં !” ( ઈલા કાવ્યો સરળ ગુજરાતી વ્યાકરણપાન.ન.139 લે.ડૉ.ભરતકુમાર ઠાકર)યાદ રાખો:તતજગાગા,ઇન્દ્રવજ્જા
. નોંધ: જ.ઝાર રાંદેરી સાહેબે અહીઁ અક્ષર મેળ ની સમાનતા નું ઉદાહરણ આપવા પ્રયત્ન કર્યો છે.અરબી છંદ અને ગુજરાતી છંદની બીજી ખાસિયતો આથી બદલાતી નથી.ઉ.તરીકે મુતકારિબ અસ્રમ છંદમાં લખેલો શેર કે ગઝલ કાફિયા,અને રદીફની પાબંદી તેમજ ગણની ગોઠવણીના ફર્કને લઈ ઇન્દ્ર્ વજ્જા છંદમાં લખેલ કવિતા ન કહી શકાય.અને એજ રીતે એનાથી વિપરીત.ઉદા:આ વાડ માંએક ઉગેલ ચંપો ઊખાડવાની કરશો ન હિમ્મત.
(3)_મુતકારિબ છંદ (11 અક્ષરી 6 શબ્દી )(દોધક છંદ)
અરબી શબ્દો: ફાઅફઊલ
_ ફઊલ_ ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: = ! ! = ! _ ! = ! _ ! = =
ગુજરાતી શબ્દો : ગાલલગાલ_ લગાલ _ લગાગા
દોધકછંદ : ભાભિભગોગ_ ણિતેથ _ ઇડાહ્યો
11 અક્ષરી: દોધકનામ __નદીત __ટધાયો(ક.દ.ડા.)

(4)મુતકારિબ છંદ( 22 અક્ષરી)(મદિરા છંદ)
અરબી શબ્દો:ફાઅ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ફઅલ્
લઘુગુરૂનાચિન્હો:= !___! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =
ગુજ. શબ્દો :ગાલ_લગાલ__લગાલ__ લગાલ_લગાલ_ લગાલ__લગાલ_લગા
મદિરા છંદ: તુંમ દિરામ દથીન મચીશ બાચીશ ભજીન ટનાગ રને 22 અક્ષરી: (ક.દ.ડા.)
(5) મુતકારિબ મુઝાઅફ છંદ( 18 અક્ષરી)(મંજરી છંદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્_ ફાઅફઊલુન્_ ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = ! ! = =_ = ! ! = = _ = =
ગુજ. શબ્દો : ગાગા _ ગાગા _ ગાગા _ ગાલલગાગા_ ગાલલગાગા_ ગાગા
ઉદાહરણ :ત્યાગી ત્યાગી તારી જાતવિનાકુલ્લ આલમનીઉલ્ ફત(ઝા.રા)

મંજરી છંદ 18 અક્ષરી: જાકે_હીમેં_ લાગે__ હોતુમજાગે___હોનિશજાકે_લેહેં(પં..સુ.)(6) મુતદારિક છંદ (15 અક્ષ્રરી)(સારંગી છંદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_અલુન્_ફઅલુન્_ફઅલુન્_ફઅ

લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = _ = = _ = = _ = =___=
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા _ ગાગા_ ગાગા_ગાગા__ ગા
સારંગીછંદ:મામા____મામા____માડી_____માશી___શાને____મેલી_જાવુઁ___છે.
15અક્ષરી: સારઁ_____ગીના____તૂટે______સાઁધા____તેવુઁ____તારે__થાવુઁ__છે.(ક.દ.ડા)
:પંક્તિ:કાકા______મામા____કેવા_____નાને_____ગાંઠે___હોતે__ખાવા__ના.(કહેવત)
(7)મુતદારિક છંદ (12) અક્ષરી (સ્રગ્વિણ છંદ)
અરબી શબ્દો: ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્
લઘુગુરૂનાચિ: = ! = ____ = ! = ____= ! = ____ = ! =
ગુજ. શબ્દો: ગાલગા____ગાલગા____ગાલગા____ગાલગા
સ્રગ્વિણછંદ:હોયજ્યા_____રેહહો_____તૂજહૈ _____યાકને12અક્ષરી મૂખમાઁ______રાખવો____તુઁગમે_____છેમને (ક.દ.ડા.)
વિમોહા :પ્યારજી_______મેઁધરે____લાગમે____રેગરે(પઁ.સુ.)
છંદ છઅક્ષરી :મુતદારિક છંદ (8 અક્ષ્રરી)(વિદ્યુનમાળા છંદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = =
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા
વિદ્યુનમાળા છંદ: મામા___ગંગા _____કેવી____મોટી
8 અક્ષરી: વિદ્યુન્__માળા____થીછે_____છોટી(ક.દ.ડા)
કામા છંદ: સોહી___નારી____પીકી ___પ્યારી(પ.સુ.)2 અક્ષરી(9) હજઝ છંદ (16અક્ષરી)(નારચ છંદ)
અરબી શબ્દો: મફાઇલુન્___મફાઇલુન્____ મફાઇલુન્___મફાઇલુન્
લઘુગુરૂનાચિ: ! = ! = ____! = ! = ____ ! = ! = ___ ! = ! =
ગુજ. શબ્દો :લગાલગા____લગાલગા___ લગાલગા____ લગાલગા
નારાચ છંદ 16 અક્ષરી:ઉદાહરણ:જરા જરા_____જગાવિના____થભકતિજુક____તિજાણી*ને(ક.દ.ડા.)

(10) કામિલ છંદ (20અક્ષરી) (ગીતક છંદ)

અરબી શબ્દો:મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્

લઘુગુરૂનાચિ: ! ! = ! = _____ ! ! = ! = ____! ! = ! = _____ ! ! = ! =_

ગુજ. શબ્દો : લલગાલગ ___ લલગાલગા ____ લલગાલગ ___ લલગાલગા

ગીતક છંદ 20 અક્ષરી:
ઉદાહરણ: સજિજોભરી_____સળગાવબઁ ______દુકતાકિતો ___ડનિશાનતુઁ(ક.દ.)

(11) મુતદારિક છંદ (12 અક્ષરી 12 શબ્દી) બિદુલ્લિખા છંદ( 6 અક્ષરી)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્__ ફઅલુન્___ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = __ = =___ = =
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા __ ગાગા _ ગાગા
ઉદાહરણ: મારા___શિરથી____દુ:ખો____જોતુઁ_____નાસઁ ___ હારે
તોમા___રુંશુઁ ____થાયે ___હુઁકો______નાઆ_____ધારે (ઝા.રા.)
બિદુલ્લિખા છંદ:તેરે_પાછે_કોહે,_ વાકી_શોભા_જોહે(પં.સું)
(6 અક્ષરી)

(12) હજઝ છંદ (16અક્ષરી) મુદ્રા છંદ (4 અક્ષરી)
અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્
લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =
ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા
ઉદાહરણ: વદનછેચઁ_____દ્ર્સમઉજવળ____ભવાઁવાઁકા____ હિલાલીછેમુદ્રા છંદ: (4 અક્ષરી)ઉદાહરણ: એનંગારી__શશીધારી, __કૃપાકીજે,___દયાકીજે (પ.સુ.)
(13) રજઝ મત્વી છંદ (16 અક્ષરી) સમુહી છંદ (4 અક્ષરી)

અરબી શબ્દો:મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન

લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =

ગુજ. શબ્દો : ગાલલગા__ ગાલલગા__ ગાલલગા__ ગાલલગા

ઉદાહરણ: ઝારતણા__ હાલથકી__આપખબર___દારનથી (ઝ.રા)

સમુહી છંદ(4અક્ષરી):
ઉદાહરણ:ભાળઅહીં,__ જ્યાંસમુહી,_શત્રુનકી,__ત્યાંજથકી(ક.દ.દા.)

(14) રજઝ છંદ (16 અક્ષરી) (હિંદી) હીર છંદ (4 અક્ષરી)

અરબી શબ્દો:મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન

લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =

ગુજ. શબ્દો : ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા

ઉદાહરણ: કાયાકલે__વરકારમુઁ_____છેગઁદકી____નોઘાડવો
(હિંદી) હીર છંદ (4 અક્ષરી)
ઉદાહરણ: રામાભજો,__ક્રોધતજો,___ચિંતાહરો,____પાપેડરો(પ.સુ.)

(15) રમલ છંદ (16 અક્ષરી), સૂમ છંદ (4 અક્ષરી),વાર છંદ(4 અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન_ ફાઇલાતુન

લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = = __= ! = =

ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાલગાગા

ઉદાહરણ: હુઁકહુઁહિમ્ ___મતધરીકે ___મુજહ્રદયની_ચોરતુઁછે

સૂમ છંદ (4 અક્ષરી),વાર છંદ(4 અક્ષરી)

ઉદાહરણ: રેલવારી__વારતારી___શીખસારી__ઊરધારી(ક.દ.ડા)

(16) રમલ મહફૂઝ છંદ બ (15અક્ષરી) ચામર છંદ (15 અક્ષરી)

અરબી શબ્દો: ફાઇલાત__ ફાઇલાત ___ફાઇલાત__ ફાઇલુન

લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ! ___ = ! = ! __= ! =

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગાલ_ ગાલગાલ___ગાલગા

ઉદાહરણ: રોજરોજ____રાખેનેર___મોઁજરાગ __ રંગમાઁ

ચામર છંદ (15 અક્ષરી)

ઉદાહરણ:ચામરોચ__ચલાચિત્ત___મોહીમોર__યંગમાં(ક.દ.ડા.)

(17) રમલ છંદ (14અક્ષરી) સમાનિકા છંદ(7 અક્ષરી)

અરબી શબ્દો: ફાઇલાત__ફાઇલુન___ફાઇલાત__ ફાઇલુન

લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ___ = ! = ! __= ! =

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગા_ ગાલગાલ___ગાલગા

ઉદાહરણ: હુઁકહુઁવિ ____લાપકર__મનકહેસ___બૂરકર
સમાનિકા છંદ(7 અક્ષરી)
ઉદાહરણ: રોજગંધ__ દાનિકા,__જોસતી___માનિકા(ક.દ.ડા.)

અગત્યની નોંધ: આ તમામ માહિતી શાઈરી ભાગ1-2(લે.હાશિમ બિન યુસુફ ભરૂચા,રાંદેરી આવૃતિ*1 પ્રકાશન 1936 થી લેવામાં આવી છે. પિંગળ શાસ્ત્ર અને છંદો પર તે પહેલાં અને પછી ઘણા પૂસ્ત્કો લખાયાં છે.(દી.બ.)કૃષ્ણલાલ ઝવેરી,રણછોડભાઈ ઉદયરામ ના પૂષ્તકો લખાય ચુક્યાં છે.તે પછી શ્રી જમિયત પંડયા,શ્રી શકીલ કાદરી,શ્રી રઈશ મનિયાર,શ્રી શૂન્ય પલનપુરી,,શ્રી આશિત હૈદ્રાબાદી શ્રી રતિલાલ અનિલ અને બીજા ઘણા માનનિય લેખકોનાં પૂષ્તકો ,પૂષ્તિકાઓ.,ટૂંકી નોંધ વિ.છે.તો પાઠકોને વિનંતી છે કે જે પૂષ્તક મળતું હોય તેનો લાભ ઉઠાવવા તસ્દી લેવી.

 

 

 

 

 

 

 

 

 

Responses

  1. બહુ જ મહેનતભરી કામગીરી, કારીગરી છે. આ જ વાત તમે લેસન રુપે આપો તો ઘણા લોકો લાભ લઈ શકશે.

    આ શાસ્ત્ર કેવું ગજબનું છે ! એનો સમતોલ ઉપયોગ થતો રહે તો અંતરને ખુબ ટાઢક થાય તેમ છે.

    તમને સાભાર ધન્યવાદ.

  2. aap ne bahut achcha kam kiya he, gujarati me gazal log aasaan samzte he ye bada mushkil kaam he, jo laffazi dekhi jati he vo aruz k agnan k karan he, ye aap ne behtarin kam kiya he. shakil kadri baroda ne bhi do kitabe isi aruz aur radif kaafiya pe likhi he shayad aap ne padhi hongi, nazar gafuri sab ne aisi he ek kitab likhi he, kuch chije aap k article me he jaise ‘rukn’ aur arkaan arbi me gazal k nam tent k parts se aaye he rukn -pillar khambha singular arkaan plural he, ye sab shakil bhai ne achcha bataya he. bahut khushi hue


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: