Posted by: Bagewafa | મે 20, 2014

લાશ આવશે……..મુહમ્મદઅલી વફા

લાશ આવશે……..મુહમ્મદઅલી વફા

શું કદી અમને જરા વિશ્વાસ આવશે,
ઢાંકવા આ છતને આકાશ આવશે.

વેડફો છો, કેમ કાગળ સહિત આ રંગ ,
કાગઝી ગુલમાં કદી યે વાસ આવશે?

જિંદગી ક્યાં શક્ય છે આ શૂન્યનાં ઘરે,
ખંડર બધા આશના છે, લાશ આવશે.

બે વિરોધી ચૂંબકો સાથે ધરી જુઓ,
એ ધકેલાશે ઘણાં  દૂર ન પાસ આવશે.

 જાણતા બે ચાર કો કાંધો દઈ જશે
હા વફા કોઈ નહીં ત્યાં ખાસ આવશે.


શ્રેણીઓ

%d bloggers like this: