Posted by: Bagewafa | ડિસેમ્બર 24, 2015

અહિ પીગળે છે બરફના આ ધામો _ મુહમ્મદઅલી વફા

અહિ પીગળે છે બરફના આ ધામો _ મુહમ્મદઅલી વફા

ખંડિત થયા, આજ મદિરાના, જામો,
ખંડેર ભાસે સબંધોના ગામો.

આપો ન ધક્કો, સુરા આમ ધરીને,
ગૌરવ ચહો તો લપસતા ને થામો.

ટુકડા હવે આમ સાંધી શું કરશો,
ખંડિત થયો છે અરીસો ન કામો

ક્યાં ગૈ મહેફિલ મિલન પણ ક્યાં થાશે
અહિ પીગળે છે બરફના આ ધામો

માળો’વફા’આમ સચવાય ક્યાં થી
તૂટેલ ડાળી અને તે પર વિસામો.

Advertisements

શ્રેણીઓ