Posted by: Bagewafa | ફેબ્રુવારી 28, 2014

ગઝલ:કોપ જો વર્ષાયતો…મુહમ્મદઅલી વફા

કોપ જો વર્ષાયતો…મુહમ્મદઅલી વફા

રક્ત તારું પણ જરા રેડાય તો

ભૂલકાં તારા કદી રહેંસાય તો

 

ઇચ્છતો ના હું કદી કે  એ બને

જે થયું અમને તને જો થાય તો

 

આંખથી મેં તો નિહાળ્યું છે બધું

જે થયું તુજથી તને દેખાય તો

 

કોડનાની તેં અજબ બઢતી કરી

વાત બજરંગી તણી સંભળાય તો

 

સાબરમતી કેમ તેં બાળી અદુ?

ચીસ ગુલબર્ગની તને પડઘાય તો

 

હસર તારો  શું થશે એની ખબર?

કુદરત તણો કોપ જો વર્ષાયતો.

Advertisements

શ્રેણીઓ