Posted by: Bagewafa | ફેબ્રુવારી 26, 2014

ગઝલ:ધ્યાન રાખજો….મુહમ્મદઅલી વફા

ધ્યાન રાખજો….મુહમ્મદઅલી વફા

વાચાળ થૈ ગયું  છે ચમન ધ્યાન રાખજો,

ખૂશ્બૂનુ થૈ ગયું છે વહન ધ્યાન રાખજો.

 

છેડી નહીં શકો આ ગૈરત સતત  તમે ,

રાતાં થયાં અમારા નયન ધ્યાન રાખજો.

 

એનો  નથી ઇજારો ફકત આપની કને.

પ્યારું ઘણુંય અમને વતન ધ્યાન રાખજો.

 

વહેંચી લિયો ધરા ટકશે કદી નહીં જરા,

વહેંચી શકો કદી ના ગગન ધ્યાન રાખજો.

 

ભરતા રહો ખજાનો કારૂન સમ બધો

બે ગજ લઈ જશું કફન ધ્યાન રાખજો.

 

એની તમે વિરાસતને ફેંડી નહીં શકો

આ દેશસતત ગંગો જમન ધ્યાન રાખજો.

 

એનો  વફા સિયાસી સઘન દાવ પેચ છે.,

તૂટી શકે ન દિલના રતન ધ્યાન રાખજો.

 

ચાલ્યાં ગયા કહેવા વગર અલવિદા વફા

સૂના થઈ ગયાં છે સદન ધ્યાન રાખજો.

Advertisements

શ્રેણીઓ