Posted by: Bagewafa | જાન્યુઆરી 11, 2014

ગઝલ:ચરણમાં ભટકે છે…..મુહમ્મદઅલી વફા

ચરણમાં ભટકે છે…..મુહમ્મદઅલી વફા

તરસના મૃગજળ પ્યાસા હરણમાં ભટકે છે.

સફરનો થાક આવી  અહિ ચરણમાં ભટકે છે.

 

દરદનો બોજ ઊઠાવી નહી શક્યો આખર,

ફગાવીને  બધી પીડા  મરણમાં ભટકે છે..

 

હ્રદયનો ભેદ જે ખોલી શકાયો નહિ  દિલબર,

કદી દીવાલ થૈ ને આવરણમાં ભટકે છે.

 

નદી ભેટી નથી શકતી  સમુંદરની છાતી ને

ગરીબ જળ  બધા એના જ રણમાં ભટકે છે.

 

કરી શક્યો કદી ના કામ નિજના એ બળથી

સદા ઢોંગી દિલાસાના  શરણમાં ભટકે છે.

 

સકળ બ્રહ્માંડમાં વિહરવા  હતી ઇચ્છા જેની

વફા જોને હજી એજ અહિ કણમાં  ભટકે છે

Advertisements

શ્રેણીઓ