Posted by: Bagewafa | ઓક્ટોબર 30, 2013

ગઝલ:ચાંદ જોવાનો મોકો મળ્યો…મુહમ્મદઅલી વફા

ચાંદ જોવાનો મોકો મળ્યો…મુહમ્મદઅલી વફા

 

ફરી ચાંદ જોવાનો મોકો મળ્યો.

તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો

 

હવે ડાળખીથી સંબંધ પણ ગયો

ધરા પર રખડવાનો  મોકો મળ્યો..

 

છુપાયેલ પરદાની ઓથે ભલે,

મને આંખ ધરવાનો  મોકો મળ્યો.

 

લઈને શમાંનાં રંગો એ જલે,

પતંગા સમ બળવાનો મોકો મળ્યો.

 

મને કૈસ રણ આ મળ્યું, હું ખુશ છું ,

ખુલે આભ ફરવાનો મોકો મળ્યો.

 

ફજેતી થઈ છે આ તારા લીધે.

તને આજ હસવાનો મોકો મળ્યો.

 

વિદાય વસમી અમને  લાગે અહીં,

વફાઆજ રડવાનો મોકો મળ્યો.

કૈસ=મજનું

 

 

Advertisements

શ્રેણીઓ