Posted by: Bagewafa | ઓક્ટોબર 11, 2013

ગઝલ:પરિચય થયો છે….મુહમ્મદઅલી વફા

પરિચય થયો છે….મુહમ્મદઅલી વફા

કદી એ ખતાનો પરિચય થયો છે

મળેલી દુઆનો પરિચય થયો છે

 

ફરી દર્દ સાથે  દામન ફસાયો,

ફરી એ દવાનો પરિચય થયો છે.

 

તમે કંટકો લૈ બેઠાં ચમનમાં,

ફરી ત્યાં વ્યથાનો પરિચય થયો છે.

 

બધા હાથમાં લઈ પથ્થર ઉભાતા,

અમોને બધાનો પરિચય થયો છે.

 

વફા પ્રાથના માં  માંગી દુઆ જયાં,

કદી ત્યાં ખુદાનો પરિચય થયો છે?


શ્રેણીઓ

%d bloggers like this: