1-જ.સૈફ પાલનપુરીનાં એક શેરની તઝમીન.:
જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી
બહું ઓછાં પાનાં જોઈ શક્યો ઘણા અંગત અંગત નામ હતા
સૈફ પાલનપુરી
ગાગા-ગાગા-ગાગા-ગાગા-ગાગા-ગાગા-ગાગા-લગા
અમને જે મળ્યા ખોટા ભરમોની યાદી જોવી હતી
બોલાયેલા હોઠ થકી શબ્દોની યાદી જોવી હતી
લાગેલા આ હૈયા પર રંજોની યાદી જોવી હતી
જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી
બહું ઓછાં પાનાં જોઈ શક્યો ઘણા અંગત અંગત નામ હતા
……….મુહમ્મદઅલી વફા
2-શ્રી રતિલાલ અનિલના એક શેર પર તઝમીન:
પ્રણયના પંથ પર કયારેક લહેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.
…. -રતિલાલ અનિલ
લગાગાગા- લગાગાગા – લગાગાગા- લગાગાગા
અમારી યાદની રાતે જગમગાતો હતો પાલવ
કદી સપના તણી ભીંત પર ફેલાતો હતો પાલવ
અને ખુશ્બૂ તણાં જામ મહિ ઘોળાતો હતો પાલવ
પ્રણયના પંથ પર કયારેક લહેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.
. ……….મુહમ્મદઅલી વફા
(3)શ્રીમનોજ ખંડેરિયાનાં એક શે’ર પર તઝમીન.
જવું કયાં જવાના સવાલો નડે છે.
જગાએ જગાના સવાલો નડે છે.
-મનોજ ખંડેરિયા
લગાગા-લગાગા-લગાગા-લગાગા
હવેતો મઝાના સવાલો નડે છે
પ્રણયની કથાનાસવાલો નડે છે
અમારી વફાના સવાલો નડે છે
જવું કયાં જવાના સવાલો નડે છે.
જગાએ જગાના સવાલો નડે છે.
……….મુહમ્મદઅલી વફા
આપના પ્રતિભાવ