Posted by: Bagewafa | સપ્ટેમ્બર 22, 2013
ગઝલ:મહેફિલ બધી ખાલી પડી … મુહમ્મદઅલી વફા
મહેફિલ બધી ખાલી પડી … મુહમ્મદઅલી વફા
દિલ તણી મહેફિલ બધી ખાલી પડી
લીલ યાદોની જુઓ જામી પડી
દર્દના શણગારથી આંખો રડે,
આ વિરહની રાત તો વસમી પડી
રણ મહીં ભમતા હતા મય શોધવા
ઝાંઝવાની પ્યાસ ત્યાં આવી પડી.
ભૂલવા એકાંતમાં હું જ્યાં ગયો,
યાદની વણજાર ત્યાં બાઝી પડે.
કાન સાંભળવા જરા સરવા કર્યા
જિંદગીની વાત ત્યાં અટકી પડી
આ ચમન ભડથું થઈ જાતે વફા
સ્નેહની ત્યાં વાદળી વળસી પડી.
Like this:
Like Loading...
Related
આપના પ્રતિભાવ