Posted by: Bagewafa | સપ્ટેમ્બર 20, 2013

ગઝલ:સત્યનું દર્પણ લઈ ખૂલે છે સમય…..મુહમ્મદઅલી વફા

સત્યનું દર્પણ લઈ ખૂલે છે સમય…..મુહમ્મદઅલી વફા

 

એષણાની આંખ ચૂંથે છે સમય.

વારતા એ રોજ ગૂંથે છે સમય.

 

એ ફરી બુમરેંગ થઈને આવશે,

ઘાવ જૂનો પણ ન ભૂલે છે સમય

 

એ બને ધરબો તમે કો ભેદને,

પણ બધા કરતૂત કબૂલે છે સમય.

 

છેતરી એને તમે શકતા નથી,

દર્દનું  સગપણ વસૂલે છે સમય.

 

માનવી ભટકે ક્ષણોની શોધમાં,

હિંચકે બેસીને ઝૂલે છે સમય.

 

આંખનાં પોલાણમાં ચીટકે સદા,

વાત ટૂકાવું ને ફૂલે છે સમય.

 

જૂઠનું મહોરું વફા ટકતું નથી,

સત્યનાં દર્પણ  મહિ ખૂલે છે સમય.

 

સૂરત-નર્મદ સાહિત્ય સભાનાં ઉપક્રમે યોજાતા મુશાયરામાં તા.15સપ્ટે..2013નાં રોજ અપાયેલ તરહી મિસરા પર આ ગઝલ લખી છે.સમય મર્યાદા પુરી થવાથી શ્રી જનક નાયકને  મેલ કરી શકાય નથી(ક્ષમા યાચના સાથે)

હિંચકે બેસીને ઝૂલે છે સમય  છંદ ગાલગાગા ગાલગાગા ગાલગા રદીફ છે સમય કાફિયા ઝૂલે, ભૂલે, વસૂલે, કબૂલે વગેરે

હિંચકે બે-સીને ઝૂલે- છે સમય

ગાલગાગા ગાલગાગા ગાલગા(રમલ છંદ 11 અક્ષરી)

 

Advertisements

શ્રેણીઓ