Posted by: Bagewafa | સપ્ટેમ્બર 18, 2013

ગઝ્લ:આ દેશ ક્યાં આઝાદ છે?—— મુહમ્મદઅલી વફા

આ દેશ ક્યાં આઝાદ છે?—— મુહમ્મદઅલી વફા

ભટકી રહ્યાં પ્યાસા હરણ, આ દેશ ક્યાં આઝાદ છે?

ચારો તરફ વેરાન રણ , આ દેશ ક્યાં આઝાદ છે?

 

વરસો થકી હું શોધમાં છું કે અમનનું ફળ મળે,

લોહી રડે મારા ચરણ, આ દેશ ક્યાં આઝાદ છે?

 

પાણી તણા પૂરો નહી, શોણિત તણી ધારા વહે,

છે કેટલું સસ્તું મરણ, આ દેશ ક્યાં આઝાદ છે?

 

ભૂખ મહી, દુ:ખો મહીં,જો તરફડે છે ભારતી,

ખાવા નથી એકેય કણ, આ દેશ ક્યાં આઝાદ છે?

 

માનવ તણી હોડી બધી, લોહી મહીં તરતી રહી,

ઊજડી ગયા એકેક જણ ,આ દેશ ક્યાં આઝાદ છે?

 

જે પોષતું એ મારતું નો દુ:ખદ મહિ માં છે વફા’,

લેવું હવે કયાં જઈ શરણ?આ દેશ ક્યાં આઝાદ છે?

 

Advertisements

શ્રેણીઓ