Posted by: Bagewafa | સપ્ટેમ્બર 4, 2013
ગઝલ:ચમન થઈ જવાના….મુહમ્મદઅલી વફા
ચમન થઈ જવાના….મુહમ્મદઅલી વફા
હરણ આશના આ ગગન થઈ જવાના,
તમે ઝાંઝવાનાં જલન થઈ જવાના.
અમે તો કપાસી ગુલોની નસબના,
કદી ચૂંદડી કે કફન થઈ જવાના.
આ વણજાર હૈયા તણું તો વતન શું?
મળે પ્રેમ ના , બે વતન થઈ જવાના.
જરા આ ધરા પર ભરોસો કરોતો,
અમે ફૂલ થાશું,ચમન થઈ જવાના.
વફા બાગ છીએં અમે ગુલ કળીનાં,
ધરી જામ ખૂશ્બૂ દફન થઈ જવાના.
Like this:
Like Loading...
Related
આપના પ્રતિભાવ