Posted by: Bagewafa | સપ્ટેમ્બર 1, 2013

ગઝલ:શમાં સાચવો…..મુહમ્મદઅલી વફા

શમાં સાચવો…..મુહમ્મદઅલી વફા

 

મહેકતા ગુલોની કથા સાચવો,

ચમનની જરા આ હવા સાચવો.

 

તબીબો દરદની ફિકરમાં રહે,

તમેતો જરા આ દવા સાચવો..

 

તમારી મુસીબત ફના થૈ જશે,

મળી કીમતી એ દુઆ સાચવો..

 

કરે કામ અંધારવાનું  નિશા,

હ્રદયની સળગતી શમાં સાચવો.

 

મળે બેવફા તો વફા આપશો

તમે બસ તમારી વફા સાચવો


શ્રેણીઓ

%d bloggers like this: