Posted by: Bagewafa | ઓગસ્ટ 23, 2013
ગઝલ:બળતી પ્યાસ છે……મુહમ્મદઅલી વફા
બળતી પ્યાસ છે……મુહમ્મદઅલી વફા
થાકી ગયા રસ્તા અને સાથી હતાશ છે,
આંબી જવા મંઝિલ અહીં બળતી આગ છે.
એને ઉલેચીને હવે ખાલી નહિ કરો,
જીવન ધબકતું રાખતો એ તો શ્વાસ છે.
ખાલી ઝઘડવાનો નથી અર્થ કંઈ પ્રિયે
આગળ જતાં રસ્તા ઉપર એક વળાંક છે.
વર્ષોપછી મળ્યાં છતાં બોલી નહિ શક્યા,
જો મૌનનો હોઠ પર થીજેલ પહાડ છે.
દોસ્તી તમારી લૈ ગઈ રણ તરફ વફા
ચાતક તણી હૈયે અહીં બળતી પ્યાસ છે.
Like this:
Like Loading...
Related
Jazakallah!
By: Bagewafa on ઓગસ્ટ 24, 2013
at 7:49 પી એમ(pm)
subhanallah..
By: sapana on ઓગસ્ટ 24, 2013
at 2:57 પી એમ(pm)