આંબવાની ડાળ સહિબા_મુહમ્મદલી વફા
આટલો તો હોય ઈંતેઝાર સાહિબા
કેટલો કરવો હતો કંઇ પ્યાર સાહિબા.
આ અષાઢી મેહુલો અગ્નિ ભરી ગયો.
કેમ ઝીલવો આ શ્રવણનો ભાર સાહિબા.
પ્રેમના તમ ખોરડે જીવન વીતી ગયું
છે ધરા પર કયાં કોઈ ઘરબાર સાહિબા.
આપણો મેળો હતો બસ ચાર આંખનો
આપણે ભરવો ય કયાં દરબાર સાહિબા.
હીમ જો પીગળી રહ્યું ગરમાળી ઋતમાં,
આ વસંતે છેદશે દિલ ખાર સાહિબા.
હુ હવે કોકિલ ને કયાં ટહૂકતી રોકું
જાય ચુભતી આંબવાની ડાળ સહિબા.
ના ગમે આ આરસી માં મુખને જોવું
વિરહનો કર્યો મેં હવે શૃંગાર સાહિબા.
તુજ’વફા’પર એમતો વિસ્વાસ છે પ્રિયે
રોજ તૂટે આયખાનો તાર સાહિબા .
(29એપ્રીલ2007 કોને મળું?).
આપના પ્રતિભાવ