Posted by: Bagewafa | ઓગસ્ટ 6, 2013

ગઝલ:પડઘાય દીવાલો….મુહમ્મદઅલી વફા

પડઘાય દીવાલો….મુહમ્મદઅલી વફા

 

અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો.
ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો.

પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા,
ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો.

નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.

કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર,
તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો.

રહે સાન્નિધ્યામા હરદમ છતાં કોમળતા નહીં પ્રગટી,
મને આ પૂષ્પ કંટક વચ્ચે પણ દેખાય દીવાલો.

તમારી યાદ શું આવી તિખારાઓ ભરી લાવી,
નયનમા યાદની ભીની બની પડઘાય દીવાલો.

અને એ ક્રુરતા માનવ તણી જ્યારે નિહારે છે,
“વફા” ત્યારે ઘણી વેળા બહુ શરમાય દીવાલો.

છંદ:લગાગાગા, લગાગાગા, લગાગાગા, લગાગાગા
(મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન,)
હઝજ છઁદ(16 અક્ષ્રરી)

(સૌજન્ય:કોને મળું?)

Advertisements

શ્રેણીઓ