Posted by: Bagewafa | ઓગસ્ટ 4, 2013

ગઝલ: મળવા નહીં આવું ….મુહમ્મદઅલી વફા

 મળવા નહીં આવું ….મુહમ્મદઅલી વફા

 

ખુદીની ભીંત હું તોડી તને મળવા નહીં આવું,
હું મારી રીત ને છોડી તને મળવા નહીં આવું.

તમારી પાંસ તો ભટકી રહ્યા છે સાપનાં ટોળાં,
ખુશામતનાં ગુલો જોડી તને મળવા નહીં આવું.

અમે મળશું તમોને પણ ફકત ઇખલાસ થી મળશું,
ઉસૂલોનાં કળશ ફોડી તને મળવા નહીં આવું.

અમે વાકિફ અહીં છીએં,જળ અને ઝાંઝવાઓ થી,
ચળકતા રેત કણ દેખી તને મળવા નહીં આવું.

નથી છોડી અમે શકતા ચમનમાં સાથ કંટકનો,
કદી કંટક અહીં છોડી તને મળવા નહીં આવું.

અને દેખાય છે રળિયામણા સૌ દૂરના ડુંગર,
અમારું ઘર કદી તોડી તને મળવા નહીં આવું.

કદી આવીશ છાતીમાં લઈ પોલાદ ની હિમ્મત,
દયાની ચાદરો વિંટી તને મળવા નહીં આવું.

‘વફા’ જો ચાલતા આવો તમે, હું દોડતો આવીશ,

અહમના ઝેરને ઘોળી તને મળવા નહીં આવું.


શ્રેણીઓ

%d bloggers like this: