Posted by: Bagewafa | જૂન 19, 2013

ગઝલ:દર્પણ થવું —મુહમ્મદઅલી વફા

દર્પણ થવું —મુહમ્મદઅલી વફા

કારણ થવું,
તારણ થવું

રસ્તા મહીં
અડચણ થવું.

તૂટ્યા વિના
કણકણ થવું.

પોલાદનું
રણઝણ થવું

પથ્થર તણું
દર્પણ થવું.

થૈ ઝાંઝવા
બળતણ થવું.

કો યાદનું
ગળપણ થવું.

હૈયા ઉપર
ભારણ થવું.

મારો સફર
તુજ રણ થવું.

જાગી તૃષા
શ્રાવણ થવું

એકજ સફર
બે જણ થવું.

આંખો મળી
રણઝણ થવું

ખોટા ઉપર
ગોફણ થવું

દર્દો થકી
સગપણ થવું

Advertisements

Responses

  1. વાહ, ઘણું સરસ!


શ્રેણીઓ