નજર ખોયા કરે—મુહમ્મદઅલી વફા
બુદ્ધિના ખરડાયલા થરને ઘસી ધોયા કરે..
એક પાગલ એક ડાહ્યાને સતત જોયા કરે..
બાગ સપનાઓ તણો મહોરી ઊઠ્યો’તો આંખમાં,
કોણ આવી ને જુએ- નિજની નજર ખોયા કરે.
દુશ્મની ના કંટકો એ પામશે સહુ રાહમાં,
નફરત તણાં બીજને હરદમ જે બોયા કરે.
લાધશે ના એમને તે પાનખરમાં કંટકો,
ભર વસંતે બાગમાં જે બેખબર સોયા કરે.
ફૂલ પર મોતી બની બેસી ગયા છે અશ્રુઓ
કેટલી આંખો વફા આ આભમાં રોયા કરે.
ફૂલ પર મોતી બની બેસી ગયા છે અશ્રુઓ
કેટલી આંખો વફા આ આભમાં રોયા કરે.
By: sapana on એપ્રિલ 17, 2013
at 7:04 એ એમ (am)