Posted by: Bagewafa | એપ્રિલ 9, 2013

ગઝલ:ગાંડપણ ઊતરી ગયું….મુહમ્મદઅલી વફા

ગાંડપણ ઊતરી ગયું….મુહમ્મદઅલી વફા

રાતનું આ   ગાંડપણ ઊતરી ગયું,

તિમિર મય જ્યાં આવરણ ઊતરી ગયું.

 

ઘુવડની આંખો હવે તાકશે સૂરજ

અંધ આંખે શ્યામ રણ ઊતરી ગયું.

 

સમઝદારીની થઈ ગૈ   શિક્ષા હવે,

બાળપણથી ભોળપણ ઊતરી ગયું.

 

શ્વાસ પંખી નો બસેરો થયો ખતમ,

જીવન દેહે જ્યાં મરણ ઊતરી ગયું.

 

સાવ ખારો દરિયો મીઠો થઈ ગયો,

જ્યાં વફા દિલનું ઝરણ ઊતરી ગયું.

Advertisements

Responses

  1. ઘણો આભાર! બ્લોગા પર પધારવા અને પ્રતિસાદ આપવા બદલ.

  2. શ્વાસ પંખી નો બસેરો થયો ખતમ,

    જીવન દેહે જ્યાં મરણ ઊતરી ગયું.

    સાવ ખારો દરિયો મીઠો થઈ ગયો,

    જ્યાં વફા દિલનું ઝરણ ઊતરી ગયું………વાહ સુંદર રચના


શ્રેણીઓ