Posted by: Bagewafa | માર્ચ 20, 2013

ગઝલ:નયન મોકલી દઉં…..મુહમ્મદઅલી વફા

10846590-brillant-blue-sky-on-a-cloudy-day

નયન મોકલી દઉં…..મુહમ્મદઅલી વફા

અરે ફૂલ તો શું ?ચમન મોકલી દઉં.

ધરા ચીજ શી છે,ગગન મોકલી દઉં..

 

સલામો થકી પણ ન વંચિત કરશો,

બધી ઉર્મિઓનાં  રતન મોકલી દઉં…

 

હ્દયનો પતો આપ જો મોકલો તો,

સજળ આંસુ ભીનાં નયન મોકલી દઉં.

 

લગાવો તમે જો ગણી એને કાજળ

જરા દર્દે ખાકે વતન મોકલી દઉં..

 

કરી જો શકો જખમ મીના  કારી,

પ્રણય વેદનાનું વદન મોકલી દઉં..

 

વફા! હો મુબારક તમોને તમારી ,

દુ:ખદ અમ વફાનું સુમન મોકલી દઉં.

Advertisements

Responses

  1. wahhh mast gazal same kafiya sathe mari gazal mara blogma vancho
    kya sudhi hastu vadan rakhu
    http://kavyadhara.com khoob saras gazal

  2. wahhh mast gazal same kafiya sathe mari gazal mara blogma vancho
    kya sudhi hastu vadan rakhu
    http://kavyadhara.com

  3. Dr.DineshO.Shah Saheb.Thanks alot for your kind remark.

  4. Mohammadbhai, great poetic thoughts ! Keep on writing such poems and gazals!! With best wishes and regards, Dinesh O. Shah

  5. Thankyou very much Sudhirbhai.

  6. Enjoyed your very nice Ghazal!
    Sudhir Patel.


શ્રેણીઓ