Posted by: Bagewafa | માર્ચ 18, 2013

ગઝલ:મુદ્દો નથી બનતો……મુહમ્મદઅલી વફા

મુદ્દો નથી બનતો……મુહમ્મદઅલી વફા

 

મત્લો નથી બનતો  અને મકતો નથી બનતો,

આ  જિંદગીનો  એક પણ છેડો નથી બનતો..

 

ક્ષણો ખસેડો તો  સમય પણ વાંઝિયો લાગે,

તોડો સદીના પથ્થરો, રસ્તો નથી બનતો.

 

પાનખર નું આગમન હો તો પણ વધાવી લો,

વસંતો તણો એના વિના મુદ્દો નથી બનતો.

 

તું બેસતો  લૈને પરબ પણ ઝાંઝવાની અહિ ,

પ્યાસા હરણનો  એ થકી દરિયો નથી બનતો.

 

શમ્આ જલાવી લો હજારો  આગિયાઓની,

સૂરજ પણા જેવો વફા દીવો નથી બનતો.

મત્લો=ગઝલનો પ્રથમ શેર(પહેલી બે પંક્તિ)

મકતો=ગઝલનો અંતિમ શેર(અંતિમ બે પંકતિ)

Advertisements

Responses

  1. Thankyou very much!Kishorebhai.

  2. મત્લો નથી બનતો અને મકતો નથી બનતો,
    આ જિંદગીનો એક પણ છેડો નથી બનતો..

    વફા સાહેબ, દાદ માગી લે એવો લાજવાબ શેર અને બીજો શેર પણ અફલાતૂન!

    ક્ષણો ખસેડો તો સમય પણ વાંઝિયો લાગે,
    તોડો સદીના પથ્થરો, રસ્તો નથી બનતો.

    બહોત ખૂબ.

  3. ઘણો આભાર,દેવિકાજી.

  4. MaAssalam!jazakallah,Shukram.

  5. અરે વાહ….મત્લા અને મક્તા બંને સરસ બન્યા છે!!

  6. VERY GOOD


શ્રેણીઓ