Posted by: Bagewafa | ફેબ્રુવારી 27, 2013

ગઝલ:તૂટી જવાની અણી પર—-મુહમ્મદઅલી વફા

તૂટી જવાની અણી પર—-મુહમ્મદઅલી વફા

મહેફિલ છે ઊઠી જવાની અણી પર.

સુગંધો છે ઊડી જવાની અણી પર.

 

કયા શબ્દોથી હું તને અહિ મનાવું?

બધા શબ્દો ખૂંટી જવાની અણી પણ.

 

સલામોનાં ઉદબોધનો પણ રિસાયા,

સબંધો પણ તૂટી જવાની અણી પર.

 

તમે ના આ વયનો ખજાનો છુપાવો,

હવે એતો, લૂંટી જવાની અણી પર.

 

હવે આ દ્રષ્ટિ વિહરશે ક્યાં જઈ ને?

બધા દ્ર્શ્યો તૂટી જવાની અણી પર.

 

સજાવી લીધો તેં ભલે બાગ તારો,

ઘણાં પુષ્પો, ચૂંટી જવાની અણી પર.

 

અરીસે સમયનાં નિહાળે છબી તું,

બધા કાચો ફૂટી જવાની અણી પર.

 

વફા દિલ જો આપો- તો આપો ખુદાને,.

બધા મિત્રો રૂઠી જવાની અણી પર.

Advertisements

Responses

  1. Bahut shukriyah miyan sahabzade.bhai Nizamuddin ka koi program hai ke nahiN.MaAssalam,

  2. Thaks a lot.Hope you are all well.Ma-asssalam-Wafa

  3. Perfetly expresses current time and age…

  4. આભાર!સપનાજી.

  5. સલામોનાં ઉદબોધનો પણ રિસાયા,
    સબંધો પણ તૂટી જવાની અણી પર વાહ સરસ રદિફ અને બધાં શેર સરસ થયાં છે

  6. Good one. Heart touching.


શ્રેણીઓ