Posted by: Bagewafa | ફેબ્રુવારી 21, 2013

ગઝલ:ઘડી વાસ કરજો—-મુહમ્મદઅલી વફા

ઘડી વાસ કરજો—-મુહમ્મદઅલી વફા

પછી આ વિરહનો જરા ઘાત કરજો,

પહેલાં નયનમાં ઘડી વાસ કરજો.

 

ચણી લો અમારી મહોબ્બતનો ચારો,

પછી ઊડવાની  બધી વાત કરજો.

 

બનાવી જુઓ પ્રેમનો એક માળો,

પછી કોક આંધી લઈ તારાજ કરજો.

 

ધબકતા નગરને જલાવી કરો રાખ,

અમારી પછી લાશ પર રાજ કરજો.

 

વફા આશનો કો સૂરજ ઉગાડો,

નવા કો સપનની કદી રાત કરજો

Advertisements

Responses

  1. માઅસ્સલામ:
    જનાબ બેદારસાહિબ લાજપુરી.ગઝલ વાંચી રસ લેવા બદલ ને સૂચન બદલ આભારી છું.પક્ષીઓ ચણ ,ચારો ચણે છે.ગુજરાતી લેક્ષીકૉન ઓન લાઈન ડીક્ષનરી ચણવું ક્રિયાપદનો એક અર્થ નીચે મુજબ આપે છે.
    ચણવું= સ○ક્રિ○ (પક્ષીઓનું દાણા) વીણીને ખાવું.
    કુટુંબા સહ મઝામાં હશો.તમામ ગિલ્ડ્ના મિત્રો ને સલામ.—વફા

  2. वफ़ा साहब अेक शेरमा chani chhe ke charee jara tapasi lesho dua ma yaad


શ્રેણીઓ