Posted by: Bagewafa | જાન્યુઆરી 6, 2013

ગઝલ:મારો પણ ભાગ રાખ—મુહમ્મદઅલી વફા

મારો પણ ભાગ રાખ—મુહમ્મદઅલી વફા

શત્રુપણ ઝૂમે જરા એવો  તું ત્યાગ રાખ

હૈયા મહિ પ્રેમનો એવો તું રાગ રાખ.

 

અમને ના પરવડે હિમમાં રહેવું સદા

માથું શીતળ રહે તો ,હૈયે આગ રાખ.

 

તારા ગુલ પર રહી વીજ ની આંખો સદા

તારા હિસ્સા મહીં વાયુના બાગ રાખ.

 

તારી કરુણા બધે વહેંચાય રહી છે ખુદા

પાપી છું હું છતાં  મારો પણ ભાગ રાખ.

 

કાંટાની ફસલ કાપી આનંદિત છે બધા,

હોય ભલે એક પણ ફૂલોની માંગ રાખ

 

ભટકે છે પાનખર ની કાતિલ હવા વફા,

હૈયાના આંગણે ખુશબૂનો ફાગ રાખ

Advertisements

શ્રેણીઓ