Posted by: Bagewafa | ડિસેમ્બર 31, 2012

ગઝલ:બેઘર થઈ ગયો—મુહમ્મદઅલી વફા

બેઘર થઈ ગયો—મુહમ્મદઅલી વફા

કંકર કદી તો એ કદી પત્થર થઈ ગયો

મળ્યું કદી જો ઝેર એ શંકર થઈ ગયો.

 

સાગર નિહાર્યો પ્રેમથી ગાગર થઈ ગયો.

શીશો દરદનો ફૂટતાં સાગર થઈ ગયો.

 

ફૂલો બની પડ્યો હતો એ દ્વાર પર કદી,

મોકો જરા મળતાંજ એ ખંજર થઈ ગયો.

 

 છે લૂંટવાનો ધરમ જેનો જગત ચોકમાં,

એ કારવાંમાં સફરનાં  રહબર થઈ ગયો.

 

આખી કહાણી તો હતી બસ એક મૌનમાં,

શબ્દો તણો વ્યહવાર તો બેઘર થઈ ગયો.

 

છૂટી પડી કો વાત જયાં ભીંતોના કાનથી,

છાનો હતો જે ભેદ તે ઘર ઘર થઈ ગયો.

 

ખૂંપ્યોહતો આંખો મહીં  બે ચાર દિન વફા

કાંટો કલેજે ઊતરી દિલબર થઈ ગયો.

Advertisements

Responses

  1. ફૂલો બની પડ્યો હતો એ દ્વાર પર કદી,
    મોકો જરા મળતાંજ એ ખંજર થઈ ગયો.
    વાહ બહેતરીન


શ્રેણીઓ