Posted by: Bagewafa | નવેમ્બર 29, 2012

ગઝલ:દર્પણ થઈ ગયા-મુહમ્મદઅલી વફા

દર્પણ થઈ ગયા-મુહમ્મદઅલી વફા

હૈયું પીગળતાં અશ્રુઓ તોરણ થઈ ગયા,

પથ્થર જો પીગળ્યા કદી દર્પણ થઈ ગયા.

 

લીલા તરુઓ ઊપર  ફળો ને ફૂલ શોભતા,

સૂકાયેલા એ ડાળખાં બળતણ થઈ ગયા.

 

સાથે રહ્યાં તો આપણે  પહાડો સમા હતા,

છૂટા પડ્યાં તો આપણે રજકણ થઈ ગયા.

 

માનો નહિ તો  આ સમયના આયને જુઓ,

સપના યુવાનીનાં બધા ઘડપણ થઈ ગયા.

 

સમય તણા આ રંગો જરા નિરખો તમે વફા,

ઘરમાં જુઓ ને આપણેઅડચણ થઈ ગયા.


Responses

  1. સાથે રહ્યાં તો આપણે પહાડો સમા હતા,
    છૂટા પડ્યાં તો આપણે રજકણ થઈ ગયા.

    Very though full, …
    મા અસ્સલામ!આભાર જનાબ.

  2. સાથે રહ્યાં તો આપણે પહાડો સમા હતા,
    છૂટા પડ્યાં તો આપણે રજકણ થઈ ગયા

    બહુ સરસ ! મજાની રચના…..
    ઘણૂ આભાર-શ્રી જુગલભાઈ.

  3. આભાર!સપનાજી.ઘણો આભાર!સપનાજી.

  4. માનો નહિ તો આ સમયના આયને જુઓ,
    સપના યુવાનીનાં બધા ઘડપણ થઈ ગયા. વાહ સરસ ચિતાર આપ્યો સપનાનો…


શ્રેણીઓ

%d bloggers like this: