Posted by: Bagewafa | નવેમ્બર 5, 2012

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.જનાબ સીરતી સાહેબના એક શેર પર તઝમીન:: મુહમ્મદઅલી વફા

જનાબ સીરતી સાહેબના એક શેર પર તઝમીન:: મુહમ્મદઅલી વફા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છું ,બીજી કંઈ બીમારી નથી

——-અહમદ આકુજી’સીરતી’(કઠોર જિ.સુરત)

વાત અણધારી નથી- મુહમ્મદઅલી વફા

એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી..

દિલ મહીં  ચોંટી ગઈ એ નીકળી આંખો થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.

જિંદગીના કાફલા લુંટાયા તારાગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી

તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છું ,બીજી કઁઈ બીમારી નથી

14જુલાઈ2006


શ્રેણીઓ

%d bloggers like this: