Posted by: Bagewafa | નવેમ્બર 3, 2012

ગઝલ:સદીઓથી થાકેલો છે—મુહમ્મદઅલી વફા

સદીઓથી થાકેલો છે—મુહમ્મદઅલી વફા

ખબર એને નથી ક્યાં થી, કઈ રીતે  ભાગેલો છે.

હવે એ છાશ પણ અહિ ફૂંકશે, દુધથી  દાઝેલો છે,

 

ઝબોળો શાંત એકાંત મહિ એને  ધીમેથી અહિ,

નકે લયલા થકી ખુદથી વધારે એ  ત્રાસેલો છે.

 

પડેલી રેતની  કણિકા બધી અહિ કાચ બની પીગળી,

રણ મહીં હાથ જ્યાં કોઈ વિહવળનો લાગેલો છે.

 

તમારા શ્વાસના તંતુ થકી બાંધી લૈ જાઓ એને,

અનોખો પ્રાણ છે મજનૂ તણો, પ્યારથી ત્યાગેલો છે .

 

ચીતરવું હોય તે ચીતરો, વિરહ કે મિલન તણા ગીતો,

તમારો હાથ છે, પ્રણય મહીં અમને આપેલો છે.

 

ન ઢંઢોળો કદી એને   જરા સૂઈ જ  રહેવા દો,

સમયનો એ જનાઝો છે  સદીઓથી થાકેલો છે.

 

20નવે.2004

Advertisements

શ્રેણીઓ