Posted by: Bagewafa | ઓક્ટોબર 10, 2012

ગઝલ:પડઘા વગરની જિંદગી—મુહમ્મદઅલી વફા

મત્લા વગરની જિંદગી

મકતા વગરની જિંદગી

જોને ગઝલ લાચાર છે

છંદો વગરની જિંદગી

પડઘા વગરની જિંદગી—મુહમ્મદઅલી વફા

તણખા વગરની  જિંદગી

માળા વગરની જિંદગી

 

ભૂગોળમાં ક્યાંથી જડે?

નકશા વગરની જિંદગી.

 

સૂરજ પણા થાકી જશે,

સંધ્યા વગરની જિંદગી.

 

વેરાન રણ ફેલાયલું,

ઘટના વગરની જિંદગી.

 

છે ઝાંઝવાની ગોદમાં

મમતા વગરની જીંદગી.

 

મૂંગો બિચારો શું વદે

પડઘા વગરની જિંદગી

 

ભટકી રહી ચારો તરફ,

રસ્તા વગરની જિંદગી.

 

ઊંઘ્યા કરે બેચેન થૈ

સપના વગરની જિંદગી.

 

એને સુરાની શી ખબર,

તૃષા વગરની જિંદગી.

 

કેદી બની  કો’પાંજરે,

ટહુકા વગરની જિંદગી.

 

જીવાય એ કૈ રીતના,

ચે’રા વગરની જિંદગી.

 

ક્યાં ચાંપશે અગ્નિ વફા

તરણાં વગરની જિંદગી


Responses

  1. સલામ!મહેક સહિબ. મ્હેફિલ રહી સૂની બધી,
    મિત્રો વગરની જિન્દગી.
    તમામ ગિલ્ડ્ના મિત્રોને ઘણાં ઘણાં સલામ.

  2. Kedi bani ko panjre, tahuka vagar ni jindagi. Kya baat hai Wafa sahib? Bahot khoob. A good ghazal in short baher.

  3. Zed From USA ( Chicago )

    સૂરજ પણા થાકી જશે,
    સંધ્યા વગરની જીંદગી.

  4. કેદી બની કો’પાંજરે,
    ટહુકા વગરની જીંદગી.

    વાહ….

    એ વૃધ્ધ ને લાચાર છે.
    જીહવા વગર ની જીંદગી…

    આભાર! રઝિયાજી.

    મત્લા વગરની જીંદગી

    મકતા વગરની જીંદગી

    જોને ગઝલ લાચાર છે

    છંદો વગરની જીંદગી
    —–વફા

  5. દેવિકાજી!આભાર.

  6. મુકુંદભાઈ ઘણો ઘણો આભાર.

  7. માશાલ્લાહ…બહોત ખૂબ. ..હર શેર કાબિલે દાદ..

  8. ટહુકા વગરની જિન્દગી – -વાહ ખુબ કહી આપને!

  9. આભાર સપનાજી.

  10. ઊંઘ્યા કરે બેચેન થૈ
    સપના વગરની જીંદગી. wahhh kya bat hai

  11. આભાર!કિશોરભાઈ.

  12. બહોત ખૂબ વફા સાહેબ! એક એક શેર જોરદાર.

  13. તારા વિના જીવાય છે જોને અજબની જીંદગી
    તુ હોય જો સાથમાં તો છે ગજબની જીંદગી.
    —-અરે મુન્ને sms કી જગહ e.mail(abhaidu@bhaidu.com)ભેજા કરો.મા અસ્સલામ.શુક્રિયહ.

  14. Maasha Allah.
    Dil hote to dai dete mudassar,
    Prem vinani jindagi.

    Jannat chhe kalpana
    Prashcharya vinani jindagi.


શ્રેણીઓ

%d bloggers like this: