Posted by: Bagewafa | સપ્ટેમ્બર 16, 2012
ગઝલ:ઝાંખતો નથી:—-મુહમ્મદઅલી વફા
ઝાંખતો નથી:—-મુહમ્મદઅલી વફા
પગલાં તણી ભૂગોળમાં જે ઝાંખતો નથી
રસ્તો કદી એને સરળ કૈં લાધતો નથી
ઢૂંઢે સદા રોટી તણાં વેરાયલા ટૂકડા
એ ભૂખની કો હાટડી માંડતો નથી.
નફરત તણાં જે બીજને વાવે ચમન મહીં
પૂષ્પો કદી એ પ્રેમના અહિ પામતો નથી.
અમને બધાયે ઈશ દૂત પર ગર્વછે અહીં
અલ્લાહના પ્યારા બધા, ક્યાં માનતો નથી?
શયતાનનું છે કામ કે ઉશ્કેરણી કરવી,
ઇન્સાન સાચો વાત કદી માનતો નથી.
એતો પવન છે કામ એનું તો હવા દેવું,
તું જળ બની આ આગને ક્યાં ઠારતો નથી.
જીવી વફા તે જાય છે ,જે મારતું નિજ ને,
પોતે બળે છે આગિયો પણ બાળતો નથી.
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: ગઝલ, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
જીવી વફા તે જાય છે ,જે મારતું નિજ ને,
પોતે બળે છે આગિયો પણ બાળતો નથી.
બહુ ગમી.
By: jjkishor on સપ્ટેમ્બર 17, 2012
at 7:27 એ એમ (am)