Posted by: Bagewafa | સપ્ટેમ્બર 11, 2012

ગઝલ:આગ જો લાગી ગઈ—મુહમ્મદઅલી વફા

આગ જો લાગી ગઈ—મુહમ્મદઅલી વફા

બે ડાળખીમાં ઠેસ જયાં વાગી ગઈ.

આખા ચમનમાં  આગ ત્યાં લાગી ગઈ.

 

બે ગુલ ચમનના વેગળાં ત્યારે થયાં,

નિય્યત જરા માળી તણી આડી ગઈ.

 

ઘડતર થયું  છે માનવીનું ઈશ હાથ થી,

વચ્ચે હસદની ઈંટ ક્યાં આવી ગઈ?

 

ઇતિહાસ તલવારો નો નથી હોતો ફકત,

ગંગા હતી જે પ્રેમની ખાલી થઈ?

 

જ્યારે ધરા રંગીન થૈ  અમ રક્ત થી,

ઇન્સાનિયતની  કૈ છબી  દાઝી ગઈ..

 

ત્યારે વફા વરસોના યારાના ગયા,

જ્યાં ઊધઈ  હૈયા ઉપર લાગી ગઈ.


શ્રેણીઓ

%d bloggers like this: