Posted by: Bagewafa | ઓગસ્ટ 27, 2012

ગઝલ:ભીખ જ્યાં માંગી હતી—મુહમ્મદઅલી વફા

ભીખ જ્યાં માંગી હતી—મુહમ્મદઅલી વફા

ઠેસ હૈયા ને ઘણી વાગી હતી.

તેં દયાની ભીખ જ્યાં માંગી હતી,

 

ધોધ શબ્દો તણો ત્યાંથી વહ્યો,

મૌન શીલા જ્યાં જરા ભાંગી હતી.

 

એક અફવા ને જુઓ સાચી ગણી

રામ થૈ, સીતા તરત ત્યાગી હતી.

 

સાદ ત્યાં અનલ હક નો પડઘાય છે,

જ્યા સજા મનસૂરને લાગી હતી

 

પંખ મનનું જ્યાંઘવાયું તું’વફા

લાગણી કઈ રાત ત્યાં જાગી હતી.


શ્રેણીઓ

%d bloggers like this: