Posted by: Bagewafa | ઓગસ્ટ 19, 2012

ગઝલ:મદભર નહીં મળે—–મુહમ્મદઅલી વફા

મદભર નહીં મળે—–મુહમ્મદઅલી વફા

એવું નથી કે માર્ગમાં તસ્કર નહીં મળે,

લૂટાવવાનો આમ કો’ અવસર નહીં મળે.

 

મેળો ભરી બેસી ગઈ કઈ રૂપનો  વસંત,

ઝાહિદ ભરે લે જામ આ- મદભર નહીં મળે.

 

ખૂલી ગઈ છે આંખ પણ આજે બહારની,

ખોબા થકી પીલે અગર  સાગર નહીં મળે

 

આ મયકદા નો રંગ પણ આજે અજીબ  છે.,

આ આંખને શાયદ પછી  મનઝર નહીં મળે.

 

આ ઈદતો   બસ ઈદ છે  માણો જરા વફા

એની મઝા જે આજે રહી, હર પળ નહીં મળે.

Advertisements

શ્રેણીઓ