Posted by: Bagewafa | ઓગસ્ટ 19, 2012

ગઝલ:હજી ક્યાં કરો છો?—મુહમ્મદઅલી વફા

હજી ક્યાં કરો છો?—મુહમ્મદઅલી વફા

 

શરમની કહાણી હજી ક્યાં કરો છો?

લહૂની લહાણી હજી ક્યાં કરો છો?

 

તમેતો ભગત છો ભલા શાકા  હારી

યવનની ઉજાણી હજી ક્યાં કરો છો?

 

તમારે ભરોસે હતાં ફૂલ કળિયો

ચમનની ભેલાણી હજી ક્યાં કરો છો?

 

વફા સાથ ના’તો પુરાણો અમારો,

નયનને અજાણી હજી ક્યાં કરો છો?

Advertisements

શ્રેણીઓ