Posted by: Bagewafa | જુલાઇ 19, 2012

ગઝલ:બુલબુલ હવે ગાતી નથી.—મુહમ્મદઅલી વફા

બુલબુલ હવે ગાતી નથી.—મુહમ્મદઅલી વફા

મયકશી શાયદ હવે થાતી નથી

આંખડી એની હવે રાતી નથી

 

શોક શાનો છે હવે આ બાગમાં,?

તુજ વિહિણ બુલબુલ હવે ગાતી નથી.

 

તું અદા ભૂલી ગઈ લજ્જામણી,

ટેરવાં અડતાંય કરમાતી નથી.

 

બુધ્ધિ સમજી જાય દલીલો થકી,

વાત તારી દિલને સમજાતી નથી.

 

હા હજી મદહોશ હું થાતો નથી ,

લાગણી મારીજ ઉદમાતી નથી.

 

લો વફા ભટકી જવાની આ સજા,

દર્દની રાતો હવે જાતી નથી.

Advertisements

Responses

  1. Kamaal kari didho Vafa saaheb,
    Aa garib ne tya daawat khava jaroor padharsho.


શ્રેણીઓ