Posted by: Bagewafa | જુલાઇ 6, 2012

ગઝલ:કબર શરુ થાશે—મુહમ્મદઅલી વફા

કબર શરુ થાશે—મુહમ્મદઅલી વફા

 

હ્રદયના અશ્રુઓનું શહર શરુ થાશે.

અમારી યાતનાનું નગર શરુ થાશે.

 

તમે વાવેલ  જે કંટક તણા જંગલ

અચાનક ત્યાં અમારો સફર શરુ થાશે.

 

બને રાત્રિ ઘણી લાંબી  અહીં ચાલે

પછી આશની કો’ સહર શરુ થાશે

 

જરા આ આંખને મીંચાવવા તો દો

હકીકતની પછી નજર શરુ થાશે

 

વફા ત્યાં આવશે છેડો ધરાનો આ

વફા જ્યાંથી અમારી કબર શરુ થાશે.


Responses

  1. Nice one !
    Saw you on Dilipbhai Gajjar’s Blog.
    So…you are in Canada !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to my Blog Chandrapukar.

  2. Maassalam!
    Jazakallah-Duaiya kalmatke liye.Ummid hai apki duaonse khuda jawanike din wapas karde.
    Kheir andesh

    Apka Wafa

  3. wahhh matla saras thayo..Wafa saheb..

  4. Bahut gehri soch hai is naujavaanki.
    Badi tarakki karega ye vafa.

  5. thans.


શ્રેણીઓ

%d bloggers like this: