Posted by: Bagewafa | મે 9, 2012

ગઝલ:કારણ લખી દેજો—મુહમ્મદઅલી વફા

કારણ લખી દેજો—મુહમ્મદઅલી વફા

અમે માની  જઈશું કોઈ પણ કારણ લખી દેજો..

અમારા દર્દ સાથે આપનું સગપણ લખી દેજો.

 

અમારી પ્યાસ થોડી વ્યગ્ર રહેશે તો મઝા પડશે

નદીનાં શુષ્ક પટ ઊપર બને તો  રણ લખી દેજો

 

અમે તો આમ પણ બળતા રહીશું આ ચમન માંહે

પથારી છે  બધી કાંટા ઉપર, લક્ષણ. લખી દેજો.

 

હતો લાચાર રસ્તો એકનો  કુરબાની બીજાની

બને તો રામની સાથે  જરા લક્ષ્મણ લખી દેજો.

 

વફાના નામની સાથે અમે ધોકો નથી કરતા

ખરેલા અશ્રુઓમાં પ્રેમનું મિશ્રણ,લખી દેજો

Advertisements

Responses

  1. વફા સાહેબ – પહેલો, બીજો અને ચોથો શેર લાજવાબ!

  2. Mohmadbhai, My hat is off to you! You just write beautiful poetry with original imagiation..I consider you as one of the most cretive comtemporary poet ! If you are coming to Florida, please let me know. Please let me know your home address and phone, I wish to talk with you about the Gujarati Poetry Festival at Gainesville, FL on Aug 25-26, 2012. Dinesh O. Shah

  3. wonderful, mohammed ali bhai. great.


શ્રેણીઓ