Posted by: Bagewafa | એપ્રિલ 22, 2012

ગઝલઃખૂનનુ મિશ્રણ થયુ—મુહમ્મદઅલી વફા

મઝલૂમ પણ અહિથી ભલો  પાછો ફરે છે,

ઇન્સાફ  તારા  બારણા  કેવા  રડે છે.

 

ખોટા બધા કાનૂન ,ખોટા બધા કાનૂનવિદો,

સત્યો તણી સહુ ધારણા  ખોટી પડે છે.

ખૂનનુ મિશ્રણ થયુ—મુહમ્મદઅલી વફા

સભ્યતાની આંખને અર્પણ થયુ,

આગને કૈ ખૂનનું મિશ્રણ થયુ.

 

રેતનું અસ્તિત્વ પણ એવું બળ્યું

સત્ય તારુ નિરખવા દર્પણ થયુ.

 

છૂપતો તુ ક્યાં સુધી રે’શે અહીં,

આગના ઘર સાથ તુજ ઘર્ષણ થયુ.

 

તે ચણી લીધી બધી દીવાલ જે,

જેલ સાથે  તુજ હવે સગપણ થયુ.

 

તુ વફા ક્યાં છૂપશે આ રણ મહી

જે અહીં આવ્યું તરત રજકણ થયુ.


શ્રેણીઓ

%d bloggers like this: