Posted by: Bagewafa | ફેબ્રુવારી 20, 2012

ગઝલ: શબ્દો નથી મળતા—મુહમ્મદઅલી વફા

 શબ્દો નથી મળતા—મુહમ્મદઅલી વફા

 

પ્રશંસા કાજ તારી હે ખુદા શબ્દો નથી મળતા

ઘણીવેળા બધા સર્જન તણા અર્થો નથી મળતા

  

અઝલને અબદ  છે જોને રહી તારી બધી સિફત

અહીં તારા ગુલામોને બધા મર્મો  નથી મળતા

 

બુલંદી પર જવા માટે  સતત  જારી રહે  ઉડ્ડયન

ધરા પર બેસનારાને બધાં    દ્વારો નથી મળતા

 

બચાવી  પાલવો ફરતા રહે પ્રણય તણા બાગે

નથી મળતા,  કદી ખૂશ્બૂ તણા જખમો નથી મળતા

  

‘વફા’ આદત નથી જેને  કદી ચિંતન  મનન કેળી

કદી ઉત્તર નથી મળતા કદી પ્રશ્નો   નથી મળતા


પ્રતિભાવો

  1. ASA Jazakallah!Thakyou very much Sapanaji.

  2. વફા સાહેબ ખૂબ સરસ ગઝલ..અલ્લાહના સર્જનોના જવાબ નથી મળતા….બધા શેર સરસ થયાં..

  3. બાબુભાઈ-શ્રી કેન પટેલ આપના કિમતી અભિપ્રાય બદલ ઘણૉ ઘણો આભાર.

  4. ખૂબ સરસ, વફા સાહેબ

    પ્રશંસા કાજ તારી હે ખુદા શબ્દો નથી મળતા
    ઘણીવેળા બધા સર્જન તણા અર્થો નથી મળતા

    વફા’ આદત નથી જેને કદી ચિંતન મનન કેળી
    કદી ઉત્તર નથી મળતા કદી પ્રશ્નો નથી મળતા

  5. very good Gazal.

    કૈસે કરૂઁ કીર્તન, મેરે સ્વર મેં હૈ માધુર્ય નહીં
    મન કા ભાવ પ્રકટ કરને કો વાણી મેં ચાતુર્ય નહીં


શ્રેણીઓ