Posted by: Bagewafa | ફેબ્રુવારી 4, 2012

ગઝલ:શરતો ન રાખ તુ —મુહમ્મદઅલી વફા

ભારે પડી ગૈ જીદ  જુઓ એમને  ઘણી

 પરદો જરા ઉઠ્યો મુસા બેભાન થઈ ગયા

શરતો ન રાખ તુ —મુહમ્મદઅલી વફા

 

ચહેરો બતાવવાની શરતો ન રાખ તુ

પરદો ઉઠાવવાની શરતો ન રાખ તુ

 

 પરદા મહીં  રહેવામાં  સાર છે સખે

એને નિહાળવાની શરતો ન રાખ તુ

 

અક્ષર બધા મહોબ્બત તણા સ્વીકાર કર

એને મઠારવાની શરતો ન રાખ તુ

 

છે રમત કિસ્મત તણી સ્વીકારવી રહી

નિજને જિતાડવાની શરતો ન રાખ તુ

 

રૂઠી જવાનો હક તારો ગ્રાહ્ય છે મને

નિશ દિન મનાવવાની શરતો ન રાખ તુ 

 

નભપર હમેશ ચન્દ્ર શોભી રહે વફા

ધરતી પર ઉતારવાની શરતો ન રાખ તુ


શ્રેણીઓ

%d bloggers like this: