Posted by: Bagewafa | જાન્યુઆરી 13, 2012
મુકતક:ટહુકી શકાય ના—મુહમ્મદઅલી વફા – ગઝલ:ભીની નજરનાં અશ્રુ જોયાં છે?—મુહમ્મદઅલી વફા
ટહુકી શકાય ના—મુહમ્મદઅલી વફા
પારકા પ્રકાશથી ચમકી શકાય ના
કાગઝી ફૂલો થકી મહકી શકાય ના
કાગડાને આવડે કા-કા-તણી રમત
કોયલ બની ડાળથી ટહુકી શકાય ના
<
ભીની નજરનાં અશ્રુ જોયાં છે??—મુહમ્મદઅલી વફા
રઝળતા ને ઉજાડેલા શહરનાં અશ્રુ જોયા છે ?
તમે મારા અહીં બળતા નગરનાં અશ્રુ જોયા છે ?
મઢાવી ને હતાં રાખેલ કોઈનાં હૈયાની તળેટીમાં
ઢસેલી લાગણી ભીની નજરનાં અશ્રુ જોયા છે?
કદી લૂંછાય છે હાથે કદી પાલવ થકી એ તો
અચાનક વેદનાની ખબરનાં અશ્રુ જોયા છે?
તમે પુષ્પો મઢી દૈ ને ફકત માટી છુપાવો છો,
હકીકતમાં તડપતી એ કબરનાં અશ્રુ જોયા છે?
વસંતોમાં વણી લીધાં ફળો ફૂલો અને કળિયો,
કણસતા બાગમાં તે પાનખરનાં અશ્રુ જોયા છે?
કદી કંપી ઊઠેલી આંખથી ટપકે છે ઝળ ઝળિયાં,
વફા ગમથી થડકતા અધરનાં અશ્રુ જોયા છે?
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Muhammedali Wafa, Shero shayri
Thankyou very Much sapnaji,for a great and first comment for the year 2012.
By: Bagewafa on જાન્યુઆરી 13, 2012
at 10:38 પી એમ(pm)
તમે પુષ્પો મઢી દૈ ને ફકત માટી છુપાવો છો,
હકીકતમાં તડપતી એ કબરનાં અશ્રુ જોયા છે?
કદી કંપી ઊઠેલી આંખથી ટપકે છે ઝળ ઝળિયાં,
વફા ગમથી થડકતા અધરનાં અશ્રુ જોયા છે? वाह वफा साहेब बहोत ही अच्छी गझल
By: sapana on જાન્યુઆરી 13, 2012
at 5:14 પી એમ(pm)