Posted by: Bagewafa | ડિસેમ્બર 14, 2011

ગઝલ: હૃદયનો શિકાર છે—મુહમ્મદઅલી વફા

 

હમેશા બર્કને તાકા હૈ ઉંચે આશિયાને કો

વોહી મારા ગયા જિસને પહલે પર નિકાલેં હૈ

                                                                        ——-ઇકબાલ

 (હમેશા ત્રાટકીછે  વિજ બધા ઉંચાજ માળા પર

વિંધાયું તે સદા માથું થયું ઉન્નત પહેલાં જે)

  

હૃદયનો શિકાર છે—મુહમ્મદઅલી વફા

 

પ્રત્યેક જીવ ભયાવહ  ઉભયનો શિકાર છે

અસ્તિત્વ સહુ આપણું ભયનો શિકાર છે

 

ઈમારતો ખંડેર થૈ ને સહેલગાહ બની

સર્જન જગતનું બેશક  સમયનો શિકાર છે

 

આંખો થકી વરસી ગઈ એ ભાવના ફકત

આ પ્રેમ એતો  દિલબર હૃદયનો શિકાર છે

 

એ રાગ મલ્હારી બને કે હોય ઠૂમરી

આ કંઠ તો બુલબુલ તણા લયનો  શિકાર છે

 

ચર્ચાય ગૈ  એ આખરે આખા નગર મહીં

ઘટના બધી  અફવા સમ  વિષયનો શિકાર છે

 

એને હમેશા કેદમાં પૂરાયના વફા

સપનાં જગતનાં આખર વિલયનો શિકાર છે


Responses

  1. એને હમેશા કેદમાં પૂરાયના વફા
    સપનાં જગતનાં આખર વિલયનો શિકાર છે વાહ સરસ ગઝલ બની બધાં શેર સરસ થયા…


શ્રેણીઓ

%d bloggers like this: