Posted by: Bagewafa | ડિસેમ્બર 5, 2011
ગઝલ:મૃગજળનાં દેશમાં—મુહમ્મદઅલી વફા
મૃગજળનાં દેશમાં—મુહમ્મદઅલી વફા
જે કદી ગણતાં નથી અમને તો લેશમાં,
એ હવે નિરખી રહ્યાં છે શાને દ્રેષમાં?
તું હરણ થાકી જશે પાણી ના દેખશે,
છીપશે નહિ તુજ તૃષા એ મૃગજળનાં દેશમાં.
હાથ ઊઠાવી કદી ના માંગવું પડ્યું,
ઇઝ્ઝતો મળતી રહી અમને તો ઠેસમાં.
ફૂલ તો મળતાં નથી રણની આ રેતમાં,
કંટકો થોડા હવે શણગારો કેશમાં.
આ વિભાજન કેવું થયું જોઈલે જરા,
દર્દ પણ બચ્યું નહીં વેરાન- શેષમાં.
ભૂલ એ મારી હતી પે’ચાનમાં વફા,
એ ફટકિયાંઓ હતા મોતીના વેશમાં.
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Kavita, Muhammedali Wafa, Wafa
Dear Mohammadbhai,
My congratulations and best wishes for a very touching gazal. I like the following two shares very much. Greetins and Best wishes from all of us in Nadiad. My student, Sajid Mughal, really likes gazals so I have a good company in this “Mrugjal bharya deshmaa ” With regards,
તું હરણ થાકી જશે પાણી ના દેખશે,
છીપશે નહિ તુજ તૃષા એ મૃગજળનાં દેશમાં.
ફૂલ તો મળતાં નથી રણની આ રેતમાં,
કંટકો થોડા હવે શણગારો કેશમાં.
Dinesh O. Shah, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, DD University, Nadiad, Gujarat, India
By: Dr. Dinesh O. Shah on ડિસેમ્બર 5, 2011
at 11:24 પી એમ(pm)